ડુંગળીનાં ભાવ આજે નીચી સપાટીએ બોલાઈ રહ્યા છે. રાજકોટમાં તો લાલ ડુંગળીનાં ભાવ શનિવારે રૂ.૨૦૦ની અંદર ઉતરી ગયાં હતાં. મહુવા-ગોંડલ સહિતનાં સેન્ટરમાં પણ ભાવ રૂ.૨૦૦થી ૩૦૦ વચ્ચે સારી ક્વોલિટીમાં બોલાય રહ્યાં છે. મહુવા-ભાવનગર પંથકમાં સફેદ ડુંગળીની આવકો પણ અત્યારે પીક ઉપર પહોંચી ગઈ છે. ડુંગળીની આવકો ખેડૂતો એક સાથે લઈને ન આવે તો બજારને ટેકો મળી શકે છે.
સફેદ ડુંગળી ડીહાઈડ્રેશન માં ઓછી : સફેદ ડુંગળીમાં આ વર્ષે ડિહાઈડ્શનમાં લેવાલી ઓછી છે અને અનેક પ્લાન્ટો બંધ પણ પડ્યાં છે, પંરતુ જો નીચા ભાવ થશે તો આ પ્લાન્ટોની ઘરાકી આવે તેવી પણ સંભાવનાં રહેલી છે, પરિણામે ખેડૂતો જો ઓછો માલ લઈને આવે તો બજારો બહુ ઘટશે નહીં અને વર્તમાન ભાવ નીચા જળવાઈ રહેશે તો પ્લાન્ટોની ઘરાકી પણ ચાલુ રહી શકે છે.
આ પણ વાંચો: જાણો ગેસ સિલિન્ડરની ઉપર લખેલા આ નંબરોનો શું છે અર્થ? તેમાં છુપાયેલું છે પરિવારની સલામતીનું રહસ્ય
નિકાસ પર બજારનો આધાર: લાલ ડુંગળીમાં નીચા ભાવથી જો નિકાસ વેપારો નીકળશે તો બજારને ટેકો મળે તેવી સંભાવનાં છે. આગામી દિવસોમાં સરેરાશ બજારનો ટોન હાલ પૂરતો મિશ્ર દેખાય રહ્યો છે. ડુંગળીની બજારમાં આ વર્ષે નિકાસ વેપારો ઉપર જ સમગ્ર બજારનો આધાર રહેલો છે. હાલમાં નિકાસ માંગ ઓછી છે, પંરતુ ભાવ નીચા જશે તો નિકાસ વધી શકે છે. ભારતની તુલનાએ પાકિસ્તાનની ડુંગળી સસ્તી મળી રહી હોવાથી તેની માંગ વધારે છે.
દેશમાંથી ડુંગળીનાં ભાવ આગામી દિવસોમાં હજી નીચા આવે તેવી સંભાવનાં છે. કેન્દ્ર સરકારનાં કૃષિ મંત્રાલય દ્વારા જાહેર કરાવમાં આવેલા આંકડાઓ અનુસાર વાવેતર વિસ્તાર વધવાની સંભાવનાને કારણે જુલાઈ-૨૦૨૨થી શરૂ થતા પાક વર્ષમાં દેશનું ડુંગળીનું ઉત્પાદન ૧૬.૮૧ ટકા વધીને ૩૧૧.૨ ટન થવાનો અંદાજ છે.
આ પણ વાંચો: હવે ઘરેબેઠા ચૂકવો LIC પ્રીમિયમ, આ રહી ઓનલાઇન ચૂકવવાની સરળ રીત
મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યુંહતું કે, ૨૦૨૧-૨૨ પાક વર્ષ(જુલાઈ-જૂન)માં દેશમાં ૨૬૬.૪ લાખ ટન ડુંગળીની કાપણી થઈ હતી. મંત્રાલયના પ્રથમ આગોતરા અંદાજ મુજબ ૨૦૨૧-૨૨માં વાવેતર ૧૬.૨ લાખ હેકટરમાં હતું, જે વર્ષ ૨૦૨૨-૨૩માં વધીને ૧૯.૧ લાખ હેકટરમાં રહેવાનો અંદાજ છે. અન્ય મુખ્ય શાકભાજીઓમાં, બટાટા અને ટામેટાંના ઉત્પાદનમાં ૨૦૨૨-૨૩માં ઘટાડો થવાનો અંદાજ છે. બટાટાનું ઉત્પાદન૨૦૨૧-૨૨માં ૫૬૧.૭લાખ ટનથી ઘટીને નવા વર્ષે ૫૩૬ લાખ ટન થવાનો અંદાજ છે. જ્યારે ટામેટાંનું ઉત્પાદન ૨૧૧.૮ લાખ ટનની સરખામણીએ ૨૦૩ લાખ ટન થવાનું અનુમાન છે.
નવા પાક વર્ષમાં શાકભાજીનું કુલ ઉત્પાદન ૧૯૯૮.૮ લાખ ટન જેટલું ઓછું થવાનો અંદાજ છે, જે ગત વર્ષે ૨૦૦૪.૪ લાખ ટન થયું હતું.દેશમાં ડુંગળીનાં ઉત્પાદનમાં વધારો થવાને પગલે તેનાં ભાવ પણ નીચા આવે તેવી સંભાવનાં છે. જોકે વેપારીઓ છે કે નીચા ભાવથી નિકાસ વેપારો થશે તો સરેરાશ ભાવને ટેકો મળે તેવી સંભાવનાં રહેલી છે.
આ પણ વાંચો: મોટો નિર્ણય: હવે વગર ડ્રાઈવિંગ લાયસન્સે ચલાવી શકશો વાહન, બસ કરવું પડશે આ કામ
મહુવા માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
મગફળી | 1081 | 1369 |
એરંડા | 1375 | 1375 |
જુવાર | 300 | 636 |
બાજરી | 396 | 563 |
ઘઉં | 300 | 741 |
અડદ | 770 | 770 |
મગ | 590 | 1324 |
મેથી | 862 | 1091 |
ચણા | 800 | 1033 |
તલ સફેદ | 1880 | 2001 |
તુવેર | 900 | 1202 |
જીરું | 3401 | 4444 |
ધાણા | 1960 | 2054 |
લાલ ડુંગળી | 65 | 218 |
સફેદ ડુંગળી | 140 | 236 |
નાળીયેર | 600 | 1911 |
જામનગર માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1700 | 2330 |
ઘઉં | 400 | 602 |
જીરું | 2500 | 4285 |
એરંડા | 1315 | 1430 |
બાજરો | 400 | 460 |
રાયડો | 1050 | 1280 |
ચણા | 800 | 1000 |
મગફળી ઝીણી | 925 | 1246 |
લસણ | 100 | 595 |
અજમો | 1700 | 2580 |
ધાણા | 1500 | 2360 |
તુવેર | 875 | 1200 |
મેથી | 910 | 1125 |
મરચા સુકા | 800 | 5100 |
જામજોધપુર માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1750 | 2550 |
ઘઉં | 400 | 440 |
જીરું | 2600 | 4100 |
એરંડા | 1400 | 1445 |
તલ | 1800 | 2000 |
રાયડો | 1000 | 1250 |
ચણા | 850 | 935 |
મગફળી ઝીણી | 920 | 1130 |
મગફળી જાડી | 1070 | 1320 |
સોયાબીન | 1000 | 1375 |
ધાણા | 2000 | 2530 |
તુવેર | 950 | 1200 |
અડદ | 1000 | 1235 |
મેથી | 950 | 1125 |
કાળી જીરી | - | - |
સાવરકુંડલા માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 1750 | 2505 |
ઘઉં | 430 | 570 |
જીરું | 3405 | 3405 |
બાજરો | 400 | 650 |
ચણા | 820 | 948 |
મગફળી જાડી | 1270 | 1390 |
જુવાર | 590 | 590 |
તુવેર | 925 | 1128 |
અડદ | 700 | 700 |
મગ | 1500 | 2425 |
મેથી | 1000 | 1070 |
ઘઉં ટુકડા | 451 | 652 |
હળવદ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 1650 | 2150 |
જીરું | 3800 | 4300 |
એરંડા | 1410 | 1446 |
રાયડો | 1151 | 1252 |
ચણા | 880 | 932 |
ધાણા | 2250 | 2572 |
મેથી | 1050 | 1154 |
રાઈ | 1101 | 1273 |
જુનાગઢ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં લોકવન | 410 | 468 |
ઘઉં ટુકડા | 425 | 519 |
ચણા | 880 | 974 |
અડદ | 700 | 1235 |
તુવેર | 1100 | 1301 |
મગફળી ઝીણી | 1050 | 1210 |
મગફળી જાડી | 1000 | 1274 |
સિંગફાડા | 1300 | 1620 |
તલ | 1300 | 2114 |
તલ કાળા | 1400 | 2248 |
જીરું | 2500 | 3830 |
ધાણા | 2000 | 2494 |
મગ | 1100 | 1440 |
સોયાબીન | 1200 | 1530 |
મેથી | 800 | 1248 |
કાંગ | - | - |
મોરબી માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 1900 | 2510 |
ઘઉં | 430 | 540 |
જીરું | 2500 | 4140 |
એરંડા | 1388 | 1425 |
રાયડો | 1155 | 1210 |
ચણા | 850 | 922 |
મગફળી ઝીણી | 1045 | 1252 |
ધાણા | 1400 | 2286 |
તુવેર | 970 | 1167 |
અડદ | 777 | 1311 |
રાઈ | 1140 | 1224 |
ગુવારનું બી | - | - |