બાપ રે ! ૩૯ પત્નીઓ સાથે રહે છે આ વ્યક્તિ, સૌથી મોટો પરિવાર ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં સ્થાન

બાપ રે ! ૩૯ પત્નીઓ સાથે રહે છે આ વ્યક્તિ, સૌથી મોટો પરિવાર ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં સ્થાન

સામાન્ય રીતે દરેક પતિ ની એક જ પત્ની હોય છે બીજી કોઈ છોકરી સાથે સંબંધ રાખે છે તો તે પત્ની ને ગમતું નથી હોતું એ વાતને લઈને પત્ની તલાક પણ આપી દેતી હોય છે અને આમ પણ એક જ લગ્ન કરવા સારા છે કેમકે એક પત્ની ને તો માંડ માંડ સાચવી શકે છે. પરંતુ એક એવો વ્યક્તિ છે જેને એક કે બે નહીં પણ ટોટલ ૩૯ પત્નીઓ છે.


જી હા મિત્રો, મિઝોરમના એક ગામમાં રહેતો ઝીઓના નામનો ખ્રિસ્તી સંપ્રદાય ચના પાવલનો નેતા છે જે ૩૯ પત્નીઓ સાથે રહે છે. આ ૩૯ પત્નીઓ થકી તેને ૯૪ સંતાનો છે. આમ તેના પરિવારમાં કુલ ૧૮૦ સભ્યો છે.


જીઓનાનો જન્મ ૨૧ જુલાઈ ૧૯૪૫ માં થયો હતો. ૧૭ વર્ષની નાની ઉંમરે તેના પ્રથમ લગ્ન થયા હતા. તેની પ્રથમ પત્ની નું નામ ઝાથીંગી છે. પ્રથમ લગ્ન કર્યા બાદ એક જ વર્ષમાં તેણે ૧૦ લગ્ન કર્યા. 


તેના એટલા મોટા કુટુંબને સાચવવા માટે એક ચાર માળની હવેલી બનાવી છે જેમાં ૧૦૦ થી વધારે રૂમ છે. તેમની પત્નીને પણ અલગ અલગ રાખવામાં આવે છે જેમાં પહેલા માળે ૩૦ થી ૪૦ વર્ષની પત્નીઓ તેમજ ગ્રાઉન્ડ ફ્લોરે ૨૨ થી ૩૦ વર્ષની પત્નીઓ રહે છે. વર્ષ ૨૦૧૧ માં દુનિયાના સૌથી મોટા પરિવાર તરીકે તેના નામે ગીનીઝ બુક ઓફ રેકોર્ડ માં સ્થાન મળ્યું છે.