મગફળીની બજારમાં નીચા ભાવથી મણે રૂ.૧૦થી ૧૫નો સુધારો જોવા મળ્યો હતો. મગફળીની બજારમાં હાલનાં તબક્કે સરેરાશ લેવાલી થોડી છે, પંરતુ સામે વેચવાલી એટલી બધી દેખાતી નથી. મગફળીની ગોંડલમાં આજે આવકઘટીને માત્ર ૧૫ હજાર ગુણીની જ થઈ હતી. આમ મગફળીની આવકો હવે ઘટી રહી છે અને સામે તેલ સારૂ હોવાથી બજારને સપોર્ટ મળી રહ્યો છે. આગામી દિવસોમાં મગફળીની વેચવાલી ઉપર બજારનો આધાર રહેલો છે.
આ પણ વાંચો: કપાસના ભાવમાં અણધારો ઘટાડો, જાણો કારણ? સાથે આજના ભાવો...
ડુંગળીની બજારમાં સુધારો અટક્યો છે. ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત દેશનાં કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહીને પગલે વેપારો સરેરાશ ઠંડા જોવા મળ્યાં હતાં. ડુંગળીમાં આવકો પણ આગામી એક-બે દિવસ ઓછી રહેશે, પંરતુ વાતાવરણ ચોખ્ખુ થયા બાદ ફરી એક વાર આવકોમાં વધારો થાય તેવી ધારણાં છે. વરસાદ બહુ આવે તેવા સંજોગો અત્યારે દેખાતા નથી તેમ નિષ્ણાંતો કહે છે.
આ પણ વાંચો: એક બે નહીં 6 પ્રકારના હોય છે સેવિંગ્સ એકાઉન્ટ, જાણો ક્યું છે તમારા માટે બેસ્ટ
ધાણામાં નવા પાકની છૂટી છવાઇ આવકો શરૂ થઇ ગઇ છે અને ટૂંક સમયમાં જ હવે નવી હોંબેશ આવકો શરૂ થઇ જશે તેવી આશા બંધાણી છે ત્યારે હાલ મોટી ખરીદીને બ્રેક લાગી ગઇ છે. બધાને નવા ધાણા ખરીદવા હોય તે રીતે જૂના સ્ટોકમાં નાછૂટકે જ ખરીદી થઇ રહી હોય તેવો માહોલ છે. હાલ માવઠાની આગાહી અને વાતાવરણની અનિશ્ચિતતા વચ્ચે કેટલાક વિસ્તારોમા ખેડૂતોએ ધાણા વાઢવાનું ટાળ્યું હતું. અગ્રણી ટ્રેડર્સો કહે છે કે, ધાણામાં એકંદરે ટકેલી બજાર હતી. વાયદામાં પણ ખાસ મૂવમેન્ટ ન હતી, હાલ નવી ખરીદીને લઇને એકંદરે થોભો અને રાહ જૂઓની નીતિ અખત્યાર થઇ રહી છે.
જામનગર માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1100 | 1965 |
અજમો | 2500 | 6000 |
જીરું | 2950 | 3375 |
તુવેર | 700 | 1240 |
તલ | 1700 | 2081 |
વાલ | 1000 | 1380 |
ડુંગળી | 100 | 455 |
અડદ | 700 | 1245 |
રાયડો | 1000 | 1550 |
મેથી | 900 | 1085 |
ગોંડલ માર્કેટ યાર્ડ:
ખાસ નોંધ: (૧) લસણની આવક બંધ: લસણ ની આવક બીજી જહેરાત ન થાય ત્યાં સુધિ બંધ રહેશે. જેની દરેકે નોંધ લેવી.
આ પણ વાંચો: સાવધાન: ઈ-શ્રમ કાર્ડ કઢાવતી વખતે રાખો આટલું ધ્યાન, નહીંતર તમારું ખાતુ થઈ જશે ખાલી
(૨) આવતીકાલ તારીખ ૨૩/૧/૨૦૨૨ ને રવિવારના રોજ જાહેર રજા હોય જેથી કપાસ પાલ/કપાસ ભારી અને મગફળી ગુણી અને ડુંગળીની આવક આજ રોજ રાત્રી ના બંધ રહેશે. તેમજ રવિવારના રોજ રાત્રીના ૧૦ વાગ્યા થી સવાર ના ૮ વાગ્યા સુધી શરૂ રાખવામાં આવશે. તેની દરેકે નોંધ લેવી.
આ પણ વાંચો: પોસ્ટ ખાતાધારકો માટે મહત્વના સમાચાર: પોસ્ટ ખાતું બંધ કરવવા માટે ક્યાં ક્યાં પુરાવા જોવે??
(૩) ગોંડલ માર્કેટયાર્ડમાં કપાસ ખરીદી કરતા વેપારીભાઈઓની ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા સાથે મળેલી મિટિંગમાં ખેડૂતો માટે નિર્ણય લેવામાં આવ્યો કે કપાસમાં ભાવ કાપવામાં આવશે નહીં. માર્કેટયાર્ડના ઇન્સ્પેકટર કપાસ વિભાગમાં હાજર રહેશે અને કોઇ પણ ખેડુતભાઈઓના પ્રશ્નો નુ નિરાકરણ લાવશે. કપાસની ગાડી ખાલી કરવા માટે વેપારીના મજુર દ્વારા જ કપાસની ગાડી ખાલી કરવામાં આવશે.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1001 | 2011 |
જીરું | 2400 | 3331 |
ઘઉં | 396 | 448 |
એરંડા | 1161 | 1246 |
ચણા | 800 | 951 |
મગફળી જીણી | 815 | 1216 |
મગફળી જાડી | 780 | 1171 |
ડુંગળી લાલ | 101 | 466 |
લસણ | 131 | 461 |
ડુંગળી સફેદ | 111 | 281 |
સોયાબીન | 1176 | 1261 |
તુવેર | 851 | 1331 |
મરચા સુકા | 600 | 3301 |
ઘઉં ટુકડા | 402 | 508 |
શીંગ ફાડા | 900 | 1391 |
ધાણા | 1151 | 1906 |
ધાણી | 1201 | 1801 |
જુનાગઢ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ચણા | 700 | 926 |
તુવેર | 1100 | 1367 |
મગફળી ઝીણી | 800 | 1049 |
મગફળી જાડી | 750 | 1092 |
કપાસ | 1600 | 1955 |
મેથી | 1070 | 1070 |
મગ | 1000 | 1428 |
જીરું | 2700 | 3070 |
ધાણા | 1400 | 1988 |
તલ કાળા | 1800 | 2200 |
રાજકોટ માર્કેટ યાર્ડ:.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ બીટી | 1421 | 1988 |
ઘઉં લોકવન | 403 | 428 |
ઘઉં ટુકડા | 411 | 471 |
જુવાર સફેદ | 385 | 615 |
બાજરી | 285 | 435 |
તુવેર | 1060 | 1275 |
મગ | 1000 | 1455 |
મગફળી જાડી | 950 | 1165 |
મગફળી ઝીણી | 850 | 1125 |
એરંડા | 1207 | 1227 |
અજમો | 1275 | 2065 |
સોયાબીન | 1185 | 1260 |
કાળા તલ | 1840 | 2485 |
લસણ | 180 | 333 |
ધાણા | 1635 | 1845 |
જીરૂ | 2930 | 3320 |
રાય | 1450 | 1606 |
મેથી | 1150 | 1250 |
ઈસબગુલ | 1770 | 2190 |
ગુવારનું બી | 1175 | 1195 |
મોરબી માર્કેટ યાર્ડ:
`વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1451 | 2001 |
ઘઉં | 392 | 448 |
જીરું | 2240 | 3300 |
ચણા | 714 | 886 |
તલ | 1839 | 2111 |
તુવેર | 1081 | 1156 |
મગફળી ઝીણી | 850 | 1065 |
તલ કાળા | 1755 | 2499 |
અડદ | 501 | 1289 |
બાજરી | 385 | 475 |