કોટક મહિન્દ્રા બેંકે એક મહિનામાં બીજી વખત તેની FD પરના વ્યાજમાં વધારો કર્યો છે. આ નવા દરો રૂ. 2 કરોડથી ઓછી એફડી પર લાગુ થશે. આ નવા દરો 1 નવેમ્બરથી લાગુ થશે. કોટક બેંક સામાન્ય લોકોને 6.10 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 6.60 ટકા એક વર્ષની પાકતી મુદત સાથેની થાપણો પર વ્યાજ ઓફર કરે છે. RBIએ મોંઘવારી પર અંકુશ મેળવવા માટે મુખ્ય રેપો રેટ રેટમાં વધારો કર્યો છે, ત્યારબાદ બેંકોએ પણ FDના દરમાં વધારો કરવાનું શરૂ કર્યું છે. હવે કોટક મહિન્દ્રા રૂ. 2 કરોડથી વધુની FD પર આ વ્યાજ દરો ઓફર કરી રહી છે.
આ છે કોટક બેંકના નવા દર
7 દિવસથી 14 દિવસ - સામાન્ય લોકો માટે: 2.75 ટકા; વરિષ્ઠ નાગરિક માટે: 3.25 ટકા
15 દિવસથી 30 દિવસ - સામાન્ય લોકો માટે: 3.00 ટકા; વરિષ્ઠ નાગરિક માટે: 3.50 ટકા
31 દિવસથી 45 દિવસ - સામાન્ય લોકો માટે: 3.25 ટકા; વરિષ્ઠ નાગરિક માટે: 3.75 ટકા
46 દિવસથી 90 દિવસ - સામાન્ય લોકો માટે: 3.50 ટકા; વરિષ્ઠ નાગરિક માટે: 4.00 ટકા
91 દિવસથી 120 દિવસ - સામાન્ય લોકો માટે: 4.00 ટકા; વરિષ્ઠ નાગરિક માટે: 4.50 ટકા
121 દિવસથી 179 દિવસ - સામાન્ય લોકો માટે: 4.25 ટકા; વરિષ્ઠ નાગરિક માટે: 4.75 ટકા
180 દિવસ - સામાન્ય લોકો માટે: 5.50 ટકા; વરિષ્ઠ નાગરિક માટે: 6.00 ટકા
181 દિવસથી 269 દિવસ - સામાન્ય લોકો માટે: 5.50 ટકા; વરિષ્ઠ નાગરિક માટે: 6.00 ટકા
270 દિવસ - સામાન્ય લોકો માટે: 5.50 ટકા; વરિષ્ઠ નાગરિક માટે: 6.00 ટકા
271 દિવસથી 363 દિવસ - સામાન્ય લોકો માટે: 5.75 ટકા; વરિષ્ઠ નાગરિક માટે: 6.25 ટકા
364 દિવસ - સામાન્ય લોકો માટે: 6.00 ટકા; વરિષ્ઠ નાગરિક માટે: 6.50 ટકા
365 દિવસથી 389 દિવસ - સામાન્ય લોકો માટે: 6.10 ટકા; વરિષ્ઠ નાગરિક માટે: 6.60 ટકા
390 દિવસ (12 મહિના 25 દિવસ) - સામાન્ય લોકો માટે: 6.25 ટકા; વરિષ્ઠ નાગરિક માટે: 6.75 ટકા
391 દિવસથી 23 મહિનાથી ઓછા - સામાન્ય લોકો માટે: 6.25 ટકા; વરિષ્ઠ નાગરિક માટે: 6.75 ટકા
23 મહિના - સામાન્ય લોકો માટે: 6.30 ટકા; વરિષ્ઠ નાગરિક માટે: 6.80 ટકા
23 મહિના 1 દિવસથી 2 વર્ષથી ઓછા - સામાન્ય લોકો માટે: 6.30 ટકા; વરિષ્ઠ નાગરિક માટે: 6.80 ટકા
2 વર્ષથી 3 વર્ષથી ઓછા - સામાન્ય લોકો માટે: 6.30 ટકા; વરિષ્ઠ નાગરિક માટે: 6.80 ટકા
3 વર્ષ અને તેથી વધુ પરંતુ 4 વર્ષથી ઓછા - સામાન્ય લોકો માટે: 6.25 ટકા; વરિષ્ઠ નાગરિક માટે: 6.75 ટકા
4 વર્ષ અને તેથી વધુ પરંતુ 5 વર્ષથી ઓછા - સામાન્ય લોકો માટે: 6.20 ટકા; વરિષ્ઠ નાગરિક માટે: 6.70 ટકા
5 વર્ષ અને તેથી વધુ અને 10 વર્ષ સહિત - સામાન્ય લોકો માટે: 6.20 ટકા; વરિષ્ઠ નાગરિક માટે: 6.70 ટકા.