સમગ્ર ગુજરાતની વાત કરીએ તો ગઈ કાલે કપાસની ગુણીમાં આવક 114913 રહી હતી. જ્યારે આજે આવક ગુણીમાં 118111 હતી. કડીમાં મહારાષ્ટ્રના કપાસની મંગળવારે 100 ગાડીની આવક હતી પણ કડીના બ્રોકરના જણાવ્યા પ્રમાણે મહારાષ્ટ્રની 100 ગાડીમાંથી 30 થી 35 ગાડી સારી કવોલીટીની આવી હતી.તેમણે જણાવ્યું હતું કે સારી કવોલીટીના કપાસના ઘરે બેઠા સારા ભાવ મળતાં હોવાથી હવે કોઇ માર્કેટ યાર્ડમાં કપાસ લઇને આવતુ નથી. કાઠિયાવાડના કપાસની આવક કડીમાં 150 ગાડીની હતી. કડીમાં કપાસના ભાવ મહારાષ્ટ્રના રૂ.1160 થી 1225, અને સૌરાષ્ટ્રના કપાસના રૂ.1120 થી 1200 ભાવ બોલાતા હતા. કડીમાં મંગળવારે મહારાષ્ટ્રના કપાસના મણે રૂ.10 ઘટયા હતા, જ્યારે કાઠિયાવાડના કપાસના ભાવ મણે રૂ.5 સુધર્યા હતા.
સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડોમાં સોમવારે કપાસ ની આવક 90 હજાર મણની હતી અને કપાસના ભાવ નીચામાં રૂ.1050 થી 1100 અને ઊંચામાં રૂ.1270 થી 1310 બોલાયા હતા. સૌરાષ્ટ્રમાં સારી કવોલીટીના કપાસના ભાવ મણે રૂ.5 સુધર્યા હતા.
ગુજરાતમાં સતત ત્રીજા દિવસે કપાસના ભાવ વધ્યા છે. સાથે વિદેશમાં સારી ગુણવત્તા વાળા કપાસની માંગ પણ વધી છે. જે ભાવ વધવા પાછળ બીજા ઘણા જવાબદાર કારણો છે જેવા કે ઓછો કપાસ માર્કેટ યાર્ડમાં આવવો, કમોસમી વરસાદ, ગુલાબી ઇયળ, ઉત્પાદન ઓછું, જેવા ઘણા કારણોથી કપાસના ભાવો વધી રહ્યા છે.
આજના બજાર ભાવની વાત કરીએ તો ગુજરાતની 9 થી વધારે માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ 1300 અથવા 1300થી વધુ જોવા મળ્યા હતો. જેમાં અમરેલી માર્કેટ યાર્ડમાં કપાસનો સૌથી ઉંચો ભાવ 1350 જોવા મળ્યો હતો.
હવે જાણી લઈએ આજના (૦૩/૦૩/૨૦૨૧,બુધવાર નાં) કપાસના ભાવો:
રાજકોટ :- નીચો ભાવ 1085 ઉંચો ભાવ 1270
અમરેલી :- નીચો ભાવ 800 ઉંચો ભાવ 1350
સાવરકુંડલા :- નીચો ભાવ 1025 ઉંચો ભાવ 1290
જસદણ :- નીચો ભાવ 1120 ઉંચો ભાવ 1300
બોટાદ :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1314
મહુવા :- નીચો ભાવ 940 ઉંચો ભાવ 1225
ગોંડલ :- નીચો ભાવ 1001 ઉંચો ભાવ 1266
કાલાવડ :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1246
જામજોધપુર :- નીચો ભાવ 1040 ઉંચો ભાવ 1250
ભાવનગર :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1250
જામનગર :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1260
બાબરા :- નીચો ભાવ 1040 ઉંચો ભાવ 1310
જેતપુર :- નીચો ભાવ 1121 ઉંચો ભાવ 1321
વાંકાનેર :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1246
મોરબી :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1240
રાજુલા :- નીચો ભાવ 900 ઉંચો ભાવ 1301
હળવદ :- નીચો ભાવ 1001 ઉંચો ભાવ 1250
વિસાવદર :- નીચો ભાવ 925 ઉંચો ભાવ 1203
તળાજા :- નીચો ભાવ 1040 ઉંચો ભાવ 1292
ઉપલેટા :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1275
માણાવદર:- નીચો ભાવ1114 ઉંચો ભાવ 1258
વિછીયા :- નીચો ભાવ 1021 ઉંચો ભાવ 1280
ભેંસાણ :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1260
લાલપુર :- નીચો ભાવ 1010 ઉંચો ભાવ 1236
ધ્રોલ :- નીચો ભાવ 1018 ઉંચો ભાવ 1223
પાલીતાણા :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1150
હારીજ :- નીચો ભાવ 1071 ઉંચો ભાવ 1281
ધનસૂરા :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1200
વિસનગર :- નીચો ભાવ 1030 ઉંચો ભાવ 1301
વિજાપુર :- નીચો ભાવ 1106 ઉંચો ભાવ 1320
કુકરવાડા :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1295
ગોજારીયા :- નીચો ભાવ 1251 ઉંચો ભાવ 1252
હિંમતનગર :- નીચો ભાવ 1130 ઉંચો ભાવ 1265
માણસા :- નીચો ભાવ 1060 ઉંચો ભાવ 1285
કડી :- નીચો ભાવ 1051 ઉંચો ભાવ 1252
પાટણ :- નીચો ભાવ 1060 ઉંચો ભાવ 1291
વડાલી :- નીચો ભાવ 1100 ઉંચો ભાવ 1300
બેચરાજી :- નીચો ભાવ 951 ઉંચો ભાવ 1011
ગઢડા :- નીચો ભાવ 1100 ઉંચો ભાવ 1300
ઢસા :- નીચો ભાવ 1100 ઉંચો ભાવ 1221
કપડવંજ :- નીચો ભાવ 900 ઉંચો ભાવ 1050
ધંધુકા :- નીચો ભાવ 1072 ઉંચો ભાવ 1306
વીરમગામ :- નીચો ભાવ 960 ઉંચો ભાવ 1166
ચાણસ્મા :- નીચો ભાવ 1055 ઉંચો ભાવ 1165
ખેડબ્રહ્મા :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1316
ઉનાવા :- નીચો ભાવ 1051 ઉંચો ભાવ 1296
ઇકબાલગઢ :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1234
સતલાસણા :- નીચો ભાવ 1060 ઉંચો ભાવ 1200