Top Stories
khissu

ફરી આગાહી બદલાઈ / હવે વાવણીના વરસાદની આ તારીખો લખી લો, ભારત અને ગુજરાતમાં કેવી રીતે ચોમાસું આગળ વધશે?

વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર આગાહી બદલાવવામાં આવી ગુજરાતમાં જે તારીખે ચોમાસું પહોંચવાનું હતું એ તારીખમાં હવે વધારો કરવામાં આવ્યો છે. આમ થવાનું કારણ એ છે કે ભારતમાં નૈઋત્ય નાં ચોમાસાની શરૂઆત મોડી થઈ છે. હવામાન વિભાગે પહેલા જણાવ્યું હતું કે 31 મેં નાં રોજ દક્ષિણ ભારત, દક્ષિણ કેરલ, દક્ષિણ તમિલનાડુ, દક્ષિણ અરબી સમુદ્રમાં ચોમાસું બેસી જશે પરંતુ તે તારીખ કરતાં 3 દિવસ મોડું ચોમાસાનું ત્યાં ચાલુ થયું છે જેથી ગુજરાતમાં પહોંચવામાં વિલંબ થઈ શકે છે.

ભારત માં ચોમાસું કેવી રીતે આગળ વધશે? 

હવામાન વિભાગે જે માહિતી આપી છે તે મુજબ 3 જૂન નાં રોજ કેરળ માં શરૂ થયેલ ચોમાસું આગળ વધશે. 11 જૂને મહારાષ્ટ્ર અને તેલંગણા માં પહોંચે તેવી શક્યતા છે જ્યારે 12 મી જૂને પશ્વિમ બંગાળ અને 13 જૂને ઓડિશા માં ચોમાસાનું આગમન થાય તેવી શક્યતા છે. હવામાન વિભાગે જે માહિતી આપી છે તે મુજબ 20 થી 25 તારીખે ચોમાસું પહોંચે તેવી સંભાવના છે. જોકે આ તારીખ પહેલા 15 થી 20 જૂન હતી પરંતુ હવે તારીખ માં 4-5 નો ફેરફાર કરવામાં આવ્યો છે. જો કે હવામાન વિભાગ દ્વારા માહિતી આપવામાં આવતી જ હોય છે કે પ્લસ ઓર માઈનસ 5 દિવસ રહશે.

ગુજરાતમાં ચોમાસું કેવી રીતે આગળ વધી શકે છે?

ભારતના કેરળ માં ચોમાસું ચાલુ થાય પછી 15 થી 20 દિવસમાં ચોમાસું ગુજરાતમાં પહોંચી જતું હોય છે. આપને જણાવી દઇએ કે સૌથી પહેલાં ચોમાસાની શરૂઆત કેરળ થી થતી હોય છે અને સૌથી છેલ્લે ચોમાસું રાજસ્થાન માં પહોંચતુ હોય છે અને પહેલી વિદાય પણ રાજસ્થાન માંથી જ થતી હોય છે. જેવી જ રીતે ગુજરાતમાં સૌથી પહેલાં ચોમાસાની શરૂઆત દક્ષિણ ગુજરાતમાં થતી હોય છે અને ત્યાર બાદ 6-8 દિવસ પછી કચ્છમાં ચોમાસું પહોંચતુ હોય છે. તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર  દક્ષિણ ગુજરાતમાં (સુરત, તાપી, નર્મદા, ડાંગ, વલસાડ જેવા જિલ્લામાં) ચોમાસુ 18 થી 22 જૂન વચ્ચે પહોંચી શકે છે ત્યાર બાદ ધીમે ધીમે આગળ વધશે અને પછી મધ્ય ગુજરાત ( અમદાવાદ, ખેડા, ગાંધીનગર, છોટાઉદેપુર, આનંદ વગેરે નજીક ના જિલ્લાઓ) અને સૌરાષ્ટ્રમાં ( ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, રાજકોટ, પોરબંદર, દ્વારકા જેવાં દરીયાઇ પટ્ટી ના જિલ્લાઓ) માં શરૂઆત થશે. જેમાં સૌરાષ્ટ્રમાં 20 થી 22 જૂન અને મધ્ય ગુજરાતમાં 21 થી 24 જૂન વચ્ચે ચોમાસું ચાલુ થઈ શકે છે. ત્યાર બાદ 24 જૂન પછી ઉત્તર ગુજરાત ના અરવલ્લી, મહીસાગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ જેવા જિલ્લામાં વરસાદ માહોલ જોવા મળી શકે છે અને છેલ્લે 28 જૂન આજુબાજુ કચ્છ માં ચોમાસું પહોંચી જશે. મતલબ જૂન મહિનાના અંત સુધીમાં આખા ગુજરાતમાં ચોમાસાનું આગમન થઇ જશે અને વાવણી લાયક વરસાદ પણ નોંધાઈ જશે.

ગુજરાતમાં ચોમાસું પહોંચે તે પહેલાં કોઈ વરસાદ આગાહી? 

સામાન્ય રીતે ચોમાસું સત્ર ચાલુ થાય તે પહેલાં પ્રી મોન્સૂન એક્ટિવિટી અથવા વેસ્ટર્ન ડિસ્ટર્બનસ ચાલુ થઈ જતી હોય છે જે મુજબ વાદળછાયું વાતાવરણ માં ઘણાં વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાતો હોય છે અને એ વરસાદ તોફાની અને વાવણી લાયક પણ હોય શકે છે. હાલ પણ ગુજરાતનાં જુદા-જુદા વિસ્તારોમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટી ચાલુ થઈ ચૂકી છે અને આગળ હજી વેગ પકડે તેવી શક્યતા છે. 

છેલ્લાં 5 વર્ષમાં હવામાન વિભાગનું પુર્વાનુમાન કેટલું સાચું? 

વર્ષ 2016 માં ચોમાસાનું પૂર્વાનુમાન 7 જૂને હતું અને ચોમાસું પહોંચ્યું 8 જુને. 
વર્ષ 2017 માં ચોમાસાનું પૂર્વાનુમાન 30 મેં અને આગમન પણ 30 મેં. 
વર્ષ 2018 માં ચોમાસાનું પૂર્વાનુમાન 29 મેં અને આગમન 29 મેં નાં રોજ જ. 
વર્ષ 2019 માં ચોમાસાનું પૂર્વાનુમાન 6 જૂને અને આગમન 8 જૂને રહ્યું હતું. 
વર્ષ 2020 માં ચોમાસાનું પૂર્વાનુમાન 5 જૂને નું હતું પરંતુ આગમન 1 જૂનના રોજ થઈ ગયુ હતું.
વર્ષ 2021 માં ચોમાસાનું પૂર્વાનુમાન 1 જૂન ના રોજ પણ આગમન 3 જૂને થયું.