Top Stories
પૂર્વાનુમાન / તા. ૧૦થી ૧૪ જૂન સુધીમાં ક્યાં જિલ્લામાં કેટલો વરસાદ?

પૂર્વાનુમાન / તા. ૧૦થી ૧૪ જૂન સુધીમાં ક્યાં જિલ્લામાં કેટલો વરસાદ?

નમસ્કાર મિત્રો, 

તારીખ ૧૦ થી ૧૪ જૂન સુધી નું પૂર્વાનુમાન: મિત્રો છેલ્લાં પૂર્વાનુમાન માં જણાવ્યુ હતું તે મુજબ 6 તારીખ સુધી કચ્છ સિવાય નાં બધા વિસ્તાર માં છુટો છવાયો પ્રી-મોન્સૂન નો વરસાદ જોવા મળ્યો હતો. હવે આગળ બંગાળની ખાડી માં 11 તારીખે લો-પ્રેશર બનશે જે  મજબૂત બની ડિપ્રેશન પણ બની શકે છે. જેનાં થકી ચોમાસું પ્રબળ બની શકે છે અને વરસાદ ની ગતિ વિધિઓ પણ વધી શકે છે. મિત્રો, બંગાળની ખાડી ના લો-પ્રેશર નો રૂટ હજુ ફાઇનલ નથી આગળ વધારે માહિતી જણાવતાં રહીશું.

હાલ ચોમાંસુ ક્યાં પહોંચ્યુ?
ભારતમાં કેરળ માં 3 જૂન ના રોજ ચાલુ થયેલ ચોમાસા એ ઘણાં રાજ્યો આવરી લીધા છે. ચોમાસું શરૂઆત ના દિવસો માં ઝડપી આગળ વધ્યું હતું. હાલ ચોમાસું મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, તામિલનાડુ, આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળ થતાં પૂર્વોત્તર ભારત સુધી પહોંચી ગયુ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 11 જૂને બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાશે અને ચોમાસામાં ને વધારે વેગ મળશે. હવામાન વિભાગ દ્વારા 11 થી 15 જૂન સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે. જ્યારે 15 જૂન આસપાસ મુંબઈ માં ચોમાસું પહોંચી જશે અને ત્યાર બાદ ગુજરાતમાં ચાલુ થશે. ત્યાર બાદ ગુજરાતનાં બીજા વિસ્તારોમાં ધીમે ધીમે ચોમાસું આગળ વધશે.

10 થી 14 જૂન માં વરસાદી માહોલ? 
ગુજરાતમાં 9 થી 14 જૂન દરમિયાન દરિયા ના ભેજ વાળા પવનો વધતા જશે અને પવન સ્પીડ પણ વધતી જશે. ઉત્તર ગુજરાત અને કચ્છ ની વાત કરવા માં આવે તો આગાહી ના દીવસો દરમીયામ હવે પાછળ ના દિવસો કરતા પ્રી-મોન્સૂન એક્ટિવિટી ઓછી થઈ જશે. જ્યારે સૌરાષ્ટ્ર માં પણ પહેલા કરતા  પ્રી-મોન્સૂન એક્ટિવિટી માં ઘટાડો જોવા મળશે મતલબ વિસ્તાર ઓછો રહેશે. હવે પહેલા કરતા દરિયાકાંઠા ના વિસ્તારમાં રેડા ઝાપટા થી છુટો છવાયો સારો વરસાદ  અમુક વિસ્તારોમાં પડી શકે. 

જ્યારે સૌરાષ્ટ્ર નાં દ્વારકા સાઈડ હજુ ખાસ સારા વરસાદ ની શકયતા દેખાતી નથી, તો પોરબંદર માં પણ રેડા ઝાપટા સિવાય  સારા વરસાદ ની ખાસ શકયતા જેવું નથી પરંતુ એકાદ બે દીવસ ક્યાંક છૂટો છવાયો સારો વરસાદ પડી પણ જાય.મધ્ય ગુજરાત માં ક્યાંક ક્યાક ક્યારેક ક્યારેક વરસાદ પડી શકે. જ્યારે દક્ષિણ ગુજરાત માં છૂટો-છવાયો સારો વરસાદ અવિરત ચાલુ જ રહેશે. અમુક દિવસે જેમાં તીવ્રતા વધી ક્યાંક ક્યાંક ભારે વરસાદ પણ જોવા મળશે. 

આવી વધારે માહિતી માટે Khissu ની Application ડાઉનલોડ કરી લો.