Top Stories
khissu

૧૮થી ૨૪ નું પૂર્વાનુમાન / ફરી આટલા જીલ્લ્લામાં ભુક્કા કાઢશે વરસાદ, બંગાળની ખાડીમાં સીસ્ટમ બનશે

ખાનગી સંસ્થા સ્કાયમેટના દેવેન્દ્ર ત્રિપાઠીએ ગુજરાતમાં 18થી 24 જુલાઇ દરમિયાન વાતાવરણ કેવું રહશે તેમનું અનુમાન જણાવ્યું છે. તેમણે જણાવ્યું છે કે ૧૮થી ૨૪ જુલાઇ દરમિયાન ગુજરાતના અમુક-અમુક વિસ્તારો એવા હશે કે જ્યાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે.

૧૮થી ૨૪ જુલાઇ દરમિયાન અનુમાન એવું છે કે દક્ષિણ પૂર્વીય જિલ્લાઓ જેવા કે વડોદરા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જેવા જીલ્લામાં મુશળધાર વરસાદ જોવા મળશે. જે વરસાદનો રાઉન્ડ 24 તારીખ સુધી ચાલુ રહેશે. 

સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા જેવા વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળશે અને અમુક-અમુક વિસ્તારોમાં મધ્યમ વરસાદ પણ જોવા મળી શકે છે.

22-23 તારીખે આગાહી?

જ્યારે ઉત્તર સૌરાષ્ટ્ર કે ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે ધીમે-ધીમે વરસાદનું પ્રમાણ ઘટતુ જશે. પરંતુ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાલનપુર, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, હિંમતનગર જેવા જિલ્લાઓ કે જેમાં ૨૩-૨૪ તારીખ આજુબાજુ અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે કેમકે એ દિવસો દરમિયાન રાજસ્થાન-મધ્યપ્રદેશ લાગુ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે.

ગુજરાતમાં 18 તારીખના રોજ વલસાડના ઉમરગામમાં 232mm કરતાં વધારે વરસાદ નોંધાયો છે. જ્યારે વાપી, વલસાડ, જલાલપુર, નવસારી, કામરેજ, ચીખલી, બારડોલી જેવા વિસ્તારોમાં પણ ૧૦૦mm જેટલો વરસાદ પડી ચૂક્યો છે.

બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ બનશે.
21-22 તારીખ દરમિયાન બંગાળની ખાડીમાં ફરી એક નવું લો પ્રેશર સિસ્ટમ બનશે. તેમનો રસ્તો હજી નક્કી થયો નથી પરંતુ એ જ સિસ્ટમને કારણે પણ આ મહિનાના અંતના અઠવાડિયામાં ગુજરાતમાં સારો વરસાદ જોવા મળી શકે છે.