Top Stories
ઠંડીની શરૂઆત સમયે ક-મોસમી વરસાદ અને વાવાઝોડાની આગાહી...

ઠંડીની શરૂઆત સમયે ક-મોસમી વરસાદ અને વાવાઝોડાની આગાહી...

છેલ્લા બે દિવસથી ગુજરાતમાં સવારમાં ગુલાબી ઠંડીની મહેક જોવા મળી રહી છે, જ્યારે બીજી બાજુ ગુજરાતના જાણીતા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ વાવાઝોડા અને ક-મોસમી વરસાદને લઈને મોટી આગાહી જણાવી છે.
1) અંબાલાલ પટેલે આજે અને આવતીકાલે ક-મોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.

2) બંગાળની ખાડીમાં અને અરબી સમુદ્રમાં નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં વાવાઝોડા જોવા મળી શકે છે.

3) પવનવાહક નક્ષત્રનાં યોગને કારણે વાવાઝોડાની શક્યાં વધારે હોય છે.

4) શિયાળમાં વાવાઝોડું અને ક-મોસમી વરસાદની શક્યતા જણાવી છે.

5) હિમાચલ પ્રદેશમાં વાતાવરણ પલટાયું છે. ઊંચાઈ વાળા વિસ્તારોમાં હિમવર્ષા થવાને કારણે આગમી દિવસોમાં ઠંડીમાં વધારો થશે.

6) આજની આગાહી પહેલા કરેલ આગાહી મુજબ આવતા મહિને એટલે કે નવેમ્બર મહિનામાં ૨થી ૫ નવેમ્બર સુધી ગુજરાતમાં વરસાદની સંભાવના રહેલી છે.  નવેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયામાં ચક્રવાત એટલે કે વાવાઝોડું જોવા મળશે તેવી સંભાવના અંબાલાલ પટેલ વ્યક્ત કરી છે.

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાંથી ચોમાસા વિદાયની સત્તાવાર જાહેરાત 12 ઓક્ટોબર નાં રોજ કરી દેવામાં આવી છે. આવનાર દિવસોમાં અમદાવાદ, ગાંધીનગર સહિત બપોરે તડકો અને સવારે ઠંડીનો ચમકારો જોવા મળશે તેવી આગાહી કરવામાં આવી.