Top Stories
khissu

લખી લો તારીખ/ નવા વાવેતર માટે કડકડતી ઠંડીની આગાહી, શું હવે માવઠું થશે?

રાજ્યમાં રાત્રી દરમ્યાન હળવી ગુલાબી ઠંડી અને અમુક વિસ્તારોમાં ઝાકળની શરૂઆત થઈ ચુકી છે જોકે દિવસ દરમિયાન ગરમ હુંફાળું વાતાવરણ પણ જોવા મળે છે. જ્યારે દક્ષિણ ભારતના કેટલાક રાજ્યો અને ઉત્તરાખંડ બાજુના રાજ્યમાં વરસાદી માહોલ પણ યથાવત્ છે. જ્યારે ગુજરાતમાં આવનાર દિવસોમાં કોઈપણ વરસાદ કે વાવાઝોડાની શક્યતા નથી.

ગુજરાતમાં કઈ તારીખથી કાતિલ ઠંડી પડી શકે છે.
છેલ્લાં કેટલાંક દિવસોથી ઘણાં ભાગોમાં હળવી ઠંડીની શરૃઆત થઈ ચૂકી છે, પરંતુ ઉત્તર ભારતમાં હિમવર્ષા થવાની સંભાવના સાથે 28 ઓક્ટોબર પછી ઠંડીમાં સારો એવો વધારો થાય તેવી શક્યતા છે. ખેડૂત ભાઈઓ કડકડતી ઠંડીની શરૂઆત થાય ત્યાર પછી નવા પાકનું વાવેતર કરી શકે છે. 28 તારીખ સુધીમાં નવા વાવેતર માટે પોતાનું ખેતર ત્યાર કરી શકે છે.

વાદળો છવાયેલા રહે છે તો વરસાદ શકયતાં ખરી?
ગુજરાતના અમુક વિસ્તારોમાં બપોર બાદ વાદળો ઘેરાયેલા રહેતા હોય છે જેમને કારણે ખેડૂતોને માવઠાનો ડર સતાવી રહ્યો છે. પરંતુ અહીં જણાવવાનું કે ઝાકળ અને ભેજને કારણે વાદળો છવાયેલા રહે છે. આ વાદળોને કારણે માવઠું કે વરસાદ થવાની શક્યતા નહિવત્ છે. જોકે આવનાર 10-15 દિવસોમાં પણ વરસાદ આગાહી જણાતી નથી.