Top Stories
khissu

આવતી કાલથી પુનર્વસુ નક્ષત્ર / જાણો કયું વાહન, કેટલો વરસાદ? કોની કોની આગાહી?

ભરણી, કૃતિકા, રોહિણી, મૃગશીર્ષ અને આર્દ્રા પછી આવતી કાલથી પુનર્વસુ નક્ષત્રની શરૂઆત થઈ રહી છે. આવતી કાલે 5 જુલાઈ 2021, જેઠ વદ અગિયારસનાં 5:19 કલાક:મિનિટે સૂર્ય પુનર્વસુ નક્ષત્રમાં પ્રવેશ કરશે. પુનર્વસુ નક્ષત્રનું વાહન ઉંદર છે. પુનર્વસુ નક્ષત્ર 5 જુલાઈથી 18 જુલાઇ સુધી જોવા મળશે. ત્યાર બાદ 19 જુલાઈથી પુષ્પ નક્ષત્રની શરૂઆત થશે પુષ્પા નક્ષત્રનું વાહન ઘોડો છે.

પુનર્વસુ નક્ષત્રમાં કેવો વરસાદ જોવા મળશે?
આ વર્ષે અખાત્રીના પવન પરથી વરસાદના અનુમાન મુજબ પુનર્વસુ નક્ષત્રમાં સારો વરસાદ થશે. જો પુનર્વસુ નક્ષત્રમાં વરસાદ પડે તો એમના પછીના નક્ષત્રમાં અચૂક વરસાદ પડતો જ હોઈ છે. એટલે કે 5જુલાઈથી 5 ઓગસ્ટ સુધી આ બે નક્ષત્ર માં જોરદાર પડશે તેવું અનુમાન જ્યોતિષ શાસ્ત્રીઓનું છે. 
બે નક્ષત્રો વિશે બોલતાં વાક્યો :
"પુનર્વસુ ને પુષ્પ, બેય ભાયલા, 
વરસા તો વરસા, વાયલા તો વાયલા"

પુનર્વસુ નક્ષત્રનું વાહન ઉંદર છે અને ધણીવાર વાહન ઉપરથી જ વરસાદનો વરતારો નક્કી કરવામાં આવતો હોય છે. આ નક્ષત્રમાં વરસાદ સારો થતો હોય છે. એટલે કે પુનર્વસુ નક્ષત્રમાં પવન સાથે જોરદાર વરસાદ જોવા મળશે. પુનર્વસુ નક્ષત્ર પછી પુષ્પનક્ષત્રની શરૂઆત થશે તેમનું વાહન ઘોડો છે અને તે નક્ષત્રમાં છૂટોછવાયો વરસાદ જોવા મળતો હોય છે.

પુનર્વસુ નક્ષત્રમાં બીજા કોની કોની આગાહી?
ગુજરાતના જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ પુનર્વસુ નક્ષત્રમાં સારો વરસાદ થાય તેવી આગાહી કરી છે. અંબાલાલ પટેલે છેલ્લે 9 જૂન નાં રોજ વરસાદ આગાહી કરી હતી, અને 2 જુલાઈનાં રોજ ફરી વરસાદને લઈને મોટી આગાહી કરી છે. જાણી લઈએ અંબાલાલ કાકા ની મોટી આગાહી:
1) ગુજરાતમાં 6 જુલાઈ પછી વરસાદની આસ છે.
2) 13થી 20 જુલાઈ સુધી સારા વરસાદની શક્યતા છે.
3) 7-8 જુલાઈમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે.
4) 9-13 જુલાઈ સુધી સામાન્યથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
5) ગુજરાતમાં સારા વરસાદ માટે હજી રાહ જોવી પડશે.

હવામાન અને સ્કાયમેટની આગાહી: હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી એક અઠવાડિયા સુધી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના સંજોગો જણાતા નથી, માત્ર દક્ષીણ ગુજરાતમાં અને સૌરાષ્ટમા ઝાપટા સ્વરૂપે હળવો વરસાદ પડી શકે. જ્યારે ખાનગી સંસ્થા સ્કાયમેટએ પણ જણાવ્યું છે કે ચોમાસાને આગળ વધારતા પરિબળો હાલ નબળા પડી ચૂક્યા છે એટલે જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયામાં સારા વરસાદના સંજોગો જણાતા નથી, પરંતુ આવનારા દિવસોમાં વેધર ચાર્ટના માધ્યમથી સારા વરસાદના સંજોગો જોવા મળી રહ્યા છે. આ વખતે સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ ગુજરાતમાં થોડો લાંબો જોવા મળશે જેમાં ખાસ કરીને 8 તારીખ પછી અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પણ પડી શકે છે અને 22 થી 25 જુલાઈ સુધી આ રાઉંડ જોવા મળશે.

વેધર ચાર્ટના માધ્યમથી આગાહી?
વેધર ચાર્ટ ના માધ્યમથી અમારું અનુમાન છે કે ગુજરાતમાં 5 જુલાઈ પછી વાતાવરણમાં સુધારો જોવા મળશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સૌથી પહેલા વરસાદી માહોલ જામશે ત્યાર પછી ધીમે ધીમે વરસાદી માહોલ આગળ વધશે.

 ૧૦થી ૨૦ જુલાઇ દરમિયાન સમગ્ર ગુજરાત રાજ્યમાં સારો વરસાદ પડે તેવું અનુમાન છે. ઉપર જણાવેલ ફોટામાં 2થી 12 જુલાઈ સુધીનું ટોટલ વરસાદનું અનુમાન છે અને નીચે જણાવેલ ફોટા માં 2 થી 18 જુલાઇ સુધીનું ટોટલ વરસાદનું અનુમાન છે. 

ગુજરાતમાં 11 તારીખથી 18 તારીખ દરમિયાન ભુક્કા કાઢે તેઓ વરસાદ પડે તેવી શક્યતા જણાઈ રહી છે. કોઈક વિસ્તારમાં અતિવૃષ્ટિ ના સંકેતો પણ જણાઈ રહ્યા છે. જેમની વધારે માહિતી અમે આગમી દિવસોમાં જણાવતાં રહીશું. જે માહિતી જાણવા khissu Aplication ડાઉનલોડ કરી લેજો.

આવી વધારે માહિતી મેળવવા માટે અમારી Khissu ની એપ્લીકેશન ડાઉનલોડ કરી લો તથા જો તમે આ માહિતી અમારા Facebook પેજમાં જોઈ રહ્યાં છો તો અમારું Facebook પેજ ફોલો કરો. આ માહિતી દરેક ખેડૂતો સુધી પહોંચે તે માટે તમારા What's App ગ્રુપ તથા Facebook ગ્રુપમાં શેર કરો.