Top Stories
khissu

અંબાલાલ પટેલે તારીખ અને જિલ્લા સાથે કરી ગરમીને લઈ આગાહી, કહ્યું- આ વખતે બધા તાપમાં શેકાઈ જશે!

આગાહીકાર અંબાલાલ પટેલે ગરમીને લઈ નવી આગાહી કરી છેકે, આ વખતે ગરમી ગુજરાતમાં તમામ રેકોર્ડો તોડીને ભૂક્કા બોલાવી શકે છે. ખાસ  કરીને 22 માર્ચ સુધીમાં મધ્ય ગુજરાતનાં ભાગોમાં 42 ડિગ્રી સુધી તાપમાન જશે. આ સાથે જ ગુજરાતના મોટાભાગના જિલ્લામાં આવી જ આગ ઓકતી ગરમી પડશે.

આગાહી પરથી એવું લાગી રહ્યું છે કે આ વખતે ગુજરાતીઓ માટે ઉનાળો ખુબ જ આકરો રહેશે. આગામી દિવસોમાં ગુજરાતીઓને કાળઝાળ ગરમીનો અહેસાસ થાય તો એમાં જરાય નવાઈ નથી. 22 માર્ચ સુધીમાં મધ્ય ગુજરાતનાં ભાગોમાં તો સૂરજ દાદા આગ વરસાવા જઈ રહ્યાં છે.

દરરોજના કામના સમાચાર જાણવા અમારા 
whatsapp ગ્રુપ માં જોડાવા અહીં ક્લિક કરો

જિલ્લા પ્રમાણે અંબાલાલે આગાહી કરી કે ખાસ કરીને કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં વધુ ગરમી પડશે. 15 માર્ચથી ગરમીમાં ક્રમશઃ વધારો થવાનો શરૂ થશે. 17 થી 20 માર્ચમાં હવામાન પલટાવાનું છે. ત્યારબાદ 17 થી 20 માર્ચે કેટલાક વિસ્તારોમાં વાદળ ઘેરાશે. જો કે આ સમયે મહત્તમ તાપમાના 40 થી 41 ડિગ્રી રહેશે એવું પણ અંબાલાલે વાત કરી છે.

જો કે એક મોટી વાત કરતાં અંબાલાલે કહ્યું કે બીજી તરફ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળવાયુ વાતાવરણ રહેશે અને કેટલાંક વિસ્તારોમાં વરસાદની પણ સંભાવના વ્યક્ત કરી છે. પૂર્વ ગુજરાતના ભાગોમાં હળવો વરસાદ પડી ભેજ આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. એટલું નહીં હોળીના દિવસે વાદળવાયુ વાતાવરણ રહેશે. ત્યારે હવે સમય જ કહેશે કે અંબાલાલની આગાહી સાચી પડે છે કે ખોટી?