પેટ્રોલ-ડિઝલમાં ચાર રાજ્યોએ આપી મોટી રાહત, ચાર રાજ્યોએ ઘટાડયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો ક્યા છે આ ચાર રાજ્યો ?

પેટ્રોલ-ડિઝલમાં ચાર રાજ્યોએ આપી મોટી રાહત, ચાર રાજ્યોએ ઘટાડયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો ક્યા છે આ ચાર રાજ્યો ?

મિત્રો તમને અને કેન્દ્ર સરકાર બન્ને ને ખબર જ છે કે હાલ દેશમાં પેટ્રો- ડીઝલના ભાવ આસમાને પહોંચી ગયા છે. તેમ છતાં કેન્દ્ર સરકાર પેટ્રોલના ભાવને લઈને મૌન સાધ્યું છે. હાલ પેટ્રોલ-ડિઝલના ભાવ ઘટાડવા વિશે કેન્દ્ર સરકારનો કોઈ જ વિચાર નથી. પરંતુ રાજ્યની સરકારો પેટ્રોલનો ભાવ ઘટાડવા વિચારી રહી છે. 

જી હા મિત્રો કેન્દ્ર સરકાર ઉપરાંત રાજ્ય સરકાર પણ પેટ્રોલના ભાવ ઘટાડી શકે છે તેનું ઉદાહરણ જોઈએ તો હાલ જ દેશના ચાર રાજ્યો પશ્ચિમ બંગાળ, મેઘાલય, અસમ અને રાજસ્થાનમાં રાજ્ય સરકારોએ પેટ્રોલના ભાવ ઘટાડી થોડી રાહત આપી છે.

તો ચાલો મિત્રો જાણી લઈએ કે રાજ્ય સરકાર કેવી રીતે ભાવ ઘટાડી શકે ?

 મિત્રો, સૌપ્રથમ તો આપણો દેશ બહારથી પેટ્રોલની આયાત કરે છે ત્યારે ઇન્ટરનેશનલ માર્કેટમાં પેટ્રોલના ભાવે આપણો દેશ પેટ્રોલ ખરીદે છે. હવે આ પેટ્રોલ પર પહેલા તો કેન્દ્ર સરકાર ટેક્સ નાખે છે ત્યારબાદ અલગ અલગ રાજ્યોની રાજ્ય સરકાર તેના પર વેટ વસુલે છે અને વધુમાં કોઈ રાજ્યોમાં તો ટ્રાન્સપોર્ટનો ખર્ચ પણ લાગે છે.

આમ કેન્દ્ર સરકારને તો પેટ્રોલ પર પોતે નાખેલો ટેક્સ ઓછો કરવાનો કોઈ વિચાર નથી, તો પછી પેટ્રોલ સસ્તું કરવા જેતે રાજ્યની રાજ્ય સરકાર પોતે નાખેલો વેટ ઓછો કરે તો પણ પેટ્રોલના ભાવ ઘટાડી શકાય જે આ ચાર રાજ્યો પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, મેઘાલય અને અસમ સરકારે કર્યું.

રાજ્યોની સરકારે વેટ ઘટાડીને પેટ્રોલના ભાવમાં ઘટાડો કર્યો :

પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી મમતાબેનર્જીએ પોતાના રાજ્યમાં પેટ્રોલના ભાવ પર લગાડેલો વેટ ઘટાડી પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર ૧ રૂપિયાનો ઘટાડો કર્યો છે. જોકે હાલ પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચુંટણી આવવાની છે તેથી લોકોને ખુશ કરવા માટે પેટ્રોલન ભાવ ઘટાડયા હોવાનું માનવામાં આવે છે.

એવી જ રીતે અસમમાં પણ ચૂંટણીઓ યોજાવાની છે જેથી લોકોને આકર્ષિત કરવા અસમ સરકારે પેટ્રોલ-ડિઝલ પર કોરોના સમય દરમિયાન લગાવાયેલ પાંચ રૂપિયાનો વેટને હટાવી ને પેટ્રોલના ભાવમાં પાંચ રૂપિયાનો ઘટાડો નોંધ્યો છે.

પેટ્રોલ-ડિઝલ પર અત્યારસુધીમાં સૌથી વધુ ઘટાડો મેઘલયની સરકારે કર્યો છે જેમાં મેઘાલય સરકારે પેટ્રોલની કિંમતોમાં ૭.૪૦ રૂપિયાનો ઘટાડો અને ડીઝલની કિંમતમાં ૭.૧૦ રૂપિયાનો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. તેમાં પ્રથમ લિટર દીઠ રૂ.૨ નો ઘટાડો કર્યો હતો અને પછી પેટ્રોલ પરનો વેટ ૩૧.૬૨% થી ઘટાડીને ૨૦% કરી દીધો તેવી જ રીતે ડિઝલ પ ૨૨.૯૫% થી ઘટાડીને ૧૨% કરવામાં આવ્યો.

પેટ્રોલ-ડીઝલના ભાવ વિશે PM નરેન્દ્રભાઈ મોદીએ શું કહ્યું ?

જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી પેટ્રોલ-ડીઝલના ભાવને લઈને અનેક સવાલોથી ઘેરાયા ત્યારે પ્રધાનમંત્રીએ કહ્યું કે, અગાઉની સરકારોના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. મધ્યમ વર્ગને આવી મુશ્કેલીઓ ન પડી હોત. અગાઉની સરકારે ઉર્જા અયાતની નિર્ભરતા પર ધ્યાન આપ્યું હોત તો આવી સ્થિતિ સર્જાત જ નહીં.

આ ઉપરાંત પ્રધાનમંત્રીએ કહ્યું કે, ૨૦૧૯-૨૦ માં ભારતે ૮૫% ઈંધણ અને ૫૩% ગેસની આયાત કરી. ભારતમાં ઉર્જાની વધતી માંગને પુરી કરવા માટે સરકાર કામ કરી રહી છે. સરકાર ઉર્જાની આયાત પર નિર્ભરતા ઘટાડવાનું કામ કરી રહી છે. અમે આયાત સ્ત્રોતોમાં વિવિધતા લાવી રહ્યાં છીએ. હું કોઈને દોષી જાહેર કરવા નથી માંગતો પણ આ કામ અગાઉ થયું હોત તો દેશના મધ્યમ વર્ગના લોકો પર બોજ ન પડ્યો હોત.