LPG ગેસ સિલિન્ડરના ભાવ ફરી વધ્યા : એક બાજુ પેટ્રોલ ડિઝલના ભાવ વધી રહ્યા છે ત્યારે આ બાજુ ગેસ સિલિન્ડરના ભાવ વધી રહ્યા છે અને એ પણ કાંઈ જેવા તેવા નહીં સીધાં જ ૨૫ કે ૫૦ રૂપિયાનો વધારો થાય છે અને એ પણ એક જ મહિનામાં લગભગ બે ત્રણ વખત વધારો કરવામાં આવે છે.
ડિસેમ્બર મહિનામાં બે વખત ભાવ વધારો : મિત્રો, LPG ગેસ સિલિન્ડરના ભાવ સતત વધતાં જોવા મળી રહ્યા છે. છેલ્લે આપણે જો ડિસેમ્બર મહિનાની વાત કરીએ તો ડિસેમ્બર મહિનામાં તેના ભાવ વધારવામાં આવ્યા અને ૫૯૪ થી ૬૪૪ રૂપિયા કરી દેવામા આવ્યા. ત્યારબાદ ૧૫ ડિસેમ્બરના રોજ એકવાર ફરી તેની કિંમતમાં ૫૦ રૂપિયા વધારીને ૬૯૪ રૂપિયા કરાઈ. આમ એક જ મહિનામાં બે વખત ભાવ વધારો થયો.
ફેબ્રુઆરી મહિનામાં ત્રણ વખત વધારો : ૪ ફેબ્રુઆરીના રોજ ૨૫ રૂપિયાનો વધારો કરી ૬૯૪ રૂપિયાથી વધીને ૭૧૯ રૂપિયા કરાઈ ત્યારબાદ ૧૪ ફેબ્રુઆરીએ ૫૦ રૂપિયા વધારીને ૭૬૯ કરાઈ અને ૨૫ ફેબ્રુઆરીએ ફરીથી ૨૫ રૂપિયાનો વધારો કરી ૭૯૪ રૂપિયા ભાવ થયો. આમ જો માત્ર ફેબ્રુઆરી મહિનાની જ વાત કરીએ તો ફેબ્રુઆરી મહિનામાં ત્રણ વાર વધારો થયો છે.
માર્ચ મહિનાની શરૂઆતમાં ફરી વધારો : માર્ચ મહિનાની શરૂઆતમાં જ સિલિન્ડરના ભાવમાં ફરી વધારો કરવામાં આવ્યો હતો. માર્ચ મહિનાની ૧લી તારીખે સિલિન્ડરના ભાવમાં ૨૫ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો. જેથી ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવ ૭૯૪ રૂપિયાથી વધીને ૮૧૯ રૂપિયા થયો હતો. આમ અત્યારસુધીમાં લગભગ ૨૨૫ રૂપિયાનો વધારો થયો.
એપ્રિલ મહિનામાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો : જોકે દર મહિનાની પહેલી તારીખે તેલ કંપનીઓ સિલિન્ડરના નવા ભાવ નક્કી કરે છે જેથી એપ્રિલ મહિનાની પહેલી તારીખે સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. હાલ તેલ કંપનીઓએ સિલિન્ડરના ભાવમાં ૧૦ રૂપિયાનો ઘટાડો કર્યો છે. જોકે આ ઘટાડો કંઈ ઘટાડો કહેવાય નહીં. અત્યાર સુધી તેલ કંપનીઓએ ૨૫ રૂપિયા અને ૫૦ રૂપિયાનો વધારો કર્યો છે જ્યારે તેની સામે માત્ર ૧૦ રૂપિયાનો ઘટાડો કર્યો. પાછલાં ૪ મહિનામાં વધારો જ થયો છે જે આશરે ૨૨૫ રૂપિયાનો વધારો થયો છે તેની સામે માત્ર ૧૦ રૂપિયાનો ઘટાડો થયો.
છેલ્લાં ૪ મહિનામાં ૨૨૫ રૂપિયાનો વધારો થયો જેની સામે માત્ર ૧૦ રૂપિયાનો ઘટાડો થયો : મિત્રો, ડિસેમ્બર મહિનામાં બે વખત વધારો થયો, ફેબ્રુઆરી મહિનામાં ત્રણ વખત વધારો થયો અને ૧લી માર્ચના રોજ ગેસ સિલિન્ડરના ભાવમાં ૨૫ રૂપિયાનો વધારો થયો. આમ ચાર મહિનામાં ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કુલ ૨૨૫ રૂપિયાનો વધારો કર્યો. જ્યારે ૧લી એપ્રિલના રોજ ૧૦ રૂપિયાનો ઘટાડો થયો જે ૨૨૫ રૂપિયાના વધારા સામે નહિવત કહીં શકાય.
એપ્રિલ મહિનાના ઘરેલું ગેસ સિલિન્ડરના નવા ભાવો :
અમદાવાદ :- ₹ 816
અમરેલી :- ₹ 828.50
આણંદ :- ₹ 815
અરવલ્લી :- ₹ 823.50
ભાવનગર :- ₹ 817
બનાસકાંઠા :- ₹ 833
ભરૂચ :- ₹ 815
બોટાદ :- ₹ 822.50
છોટા ઉદેપુર :- ₹ 823.50
દાહોદ :- ₹ 836.50
દેવભૂમિ દ્વારકા :- ₹ 828
ગાંધીનગર :- ₹ 817
ગીર સોમનાથ :- ₹ 830
જામનગર :- ₹ 821.50
જૂનાગઢ :- ₹ 828
ખેડા :- ₹ 816
કચ્છ :- ₹ 829.50
મહીસાગર :- ₹ 832
મહેસાણા :- ₹ 817.50
મોરબી :- ₹ 820
નર્મદા :- ₹ 830
નવસારી :- ₹ 823.50
પંચમહાલ :- ₹ 825
પાટણ :- ₹ 833
પોરબંદર :- ₹ 830
રાજકોટ :- ₹ 814.50
સાબરકાંઠા :- ₹ 835.50
સુરત :- ₹ 814.50
સુરેન્દ્રનગર :- ₹ 821.50
તાપી :- ₹ 829
ડાંગ :- ₹ 826.50
વડોદરા :- ₹ 815
વલસાડ :- ₹ 828.50
માર્ચ મહિનાના ગુજરાતના જિલ્લાઓના ગેસ સિલિન્ડરના ભાવો :
અમદાવાદ :- ₹ 826
અમરેલી :- ₹ 838.50
આણંદ :- ₹ 825
અરવલ્લી :- ₹ 833.50
ભાવનગર :- ₹ 827
બનાસકાંઠા :- ₹ 843
ભરૂચ :- ₹ 825
બોટાદ :- ₹ 832.50
છોટા ઉદેપુર :- ₹ 833.50
દાહોદ :- ₹ 846.50
દેવભૂમિ દ્વારકા :- ₹ 838
ગાંધીનગર :- ₹ 827
ગીર સોમનાથ :- ₹ 840
જામનગર :- ₹ 831.50
જૂનાગઢ :- ₹ 838
ખેડા :- ₹ 826
કચ્છ :- ₹ 839.50
મહીસાગર :- ₹ 842
મહેસાણા :- ₹ 827.50
મોરબી :- ₹ 830
નર્મદા :- ₹ 840
નવસારી :- ₹ 833.50
પંચમહાલ :- ₹ 835
પાટણ :- ₹ 843
પોરબંદર :- ₹ 840
રાજકોટ :- ₹ 824.50
સાબરકાંઠા :- ₹ 845.50
સુરત :- ₹ 824.50
સુરેન્દ્રનગર :- ₹ 831.50
તાપી :- ₹ 839
ડાંગ :- ₹ 836.50
વડોદરા :- ₹ 825
વલસાડ :- ₹ 838.50