khissu

ગૌતમ અદાણીનો જબરો પ્રતાપ, દુનિયાના દરેક અબજોપતિઓને ધૂળ ચટાડી, એક જ દિવસમાં સંપત્તિ આસમાને પહોંચી ગઈ

Business Gutam Adani: માત્ર ભારતમાં જ નહીં પણ એશિયાના બીજા સૌથી ધનાઢ્ય બિઝનેસમેન ગૌતમ અદાણી વિશ્વના ટોચના અબજોપતિઓમાં એકમાત્ર એવા બિઝનેસમેન હતા જેમની સંપત્તિમાં વધારો જોવા મળ્યો હતો. ખાસ વાત એ છે કે બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સના ડેટામાં 500 અબજપતિઓમાં ગૌતમ અદાણી એવા અબજોપતિ ઉદ્યોગપતિ હતા જેમની સંપત્તિમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો હતો.

આ કોઈ મજાક નથી. શું એલોન મસ્ક, શું જેફ બેઝોસ, શું મુકેશ અંબાણી. વિશ્વના તમામ બજારોમાં ઘટાડાની અસર 450થી વધુ અબજોપતિઓની સંપત્તિમાં પણ જોવા મળી હતી. ગુરુવારે બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સમાં સામેલ 500 અબજોપતિઓમાંથી 86 ટકાની સંપત્તિમાં ઘટાડો જોવા મળ્યો હતો.

આ પણ વાંચો: શેર માટીની ખોટ ધરાવતી મહિલા આજે ભૂલ્યા વગર રાખી લો આ વ્રત, શિવ-પાર્વતીની કૃપાથી ઘરે પારણું બંધાશે!!

આવા માત્ર 32 અબજોપતિ હતા જેમની સંપત્તિમાં વધારો જોવા મળ્યો હતો. તે જ સમયે, વિશ્વના 7 ટકાથી વધુ અબજોપતિ એવા છે જેમની સંપત્તિમાં ન તો વધારો થયો છે કે ન તો ઘટાડો થયો છે.

ટોચના 50 અબજોપતિઓમાં ગૌતમ અદાણી એકમાત્ર અબજોપતિ

વિશ્વના ટોચના 50 અબજપતિઓમાં ગૌતમ અદાણી એકમાત્ર એવા અબજોપતિ છે, જેમની સંપત્તિમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો છે. માહિતી અનુસાર, ગુરુવારે ગૌતમ અદાણીની સંપત્તિમાં રૂ. 5623 કરોડ એટલે કે 678 મિલિયન ડોલરનો વધારો થયો છે. જે બાદ તેમની કુલ સંપત્તિ 65.4 બિલિયન ડોલર થઈ ગઈ છે. વિશ્વના 19મા સૌથી ધનિક ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની કુલ સંપત્તિમાં આ વર્ષે $55.18 બિલિયનનો ઘટાડો જોવા મળ્યો છે.

આ પણ વાંચો: બે-ચાર નહીં પણ 18 પ્રકારની લોન હોય, તમે કેટલું જાણો છો? બેંકમાં જતા પહેલા મેળવી લો ખૂબ જ ઉપયોગી જાણકારી

હકીકતમાં એક દિવસ પહેલા ભારત સહિત વિશ્વના બજારોમાં ઘટાડો જોવા મળ્યો હતો. જે બાદ અદાણી ગ્રુપની કંપનીઓમાં તેજી જોવા મળી રહી છે. તેનું કારણ એ છે કે ફ્રાન્સની ટોટલ એનર્જી અદાણી ગ્રુપની કંપનીમાં રોકાણ કરવા જઈ રહી છે. જેના કારણે અદાણી પાવરથી અદાણી પોર્ટ્સમાં વધારો જોવા મળ્યો હતો. અદાણી પાવરના શેરમાં સૌથી વધુ 3.76 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી ટોટલ ગેસ, અદાણી ગ્રીન એનર્જી, એસીસી અને અદાણી પોર્ટ્સ અને સેઝના શેરમાં પણ વધારો જોવા મળ્યો હતો.

વિશ્વના ટોચના 12 અબજોપતિઓની ખરાબ હાલત

એલોન મસ્કની સંપત્તિમાં 4.93 અબજ ડોલરનો ઘટાડો થયો હતો. બર્નાર્ડ આર્નોલ્ટની સંપત્તિમાં $1.72 બિલિયનનો ઘટાડો થયો છે. જેફ બેઝોસને $5.99 બિલિયનનું નુકસાન થયું છે. બિલગેટને $1.31 બિલિયનનું નુકસાન થયું હતું. લેરી એલિસનને $3.33 બિલિયન, વોરેન બફેને $1.17 બિલિયન, લેરી પેજને $2.64 બિલિયન, સર્ગેઈ બ્રિનને $2.47 બિલિયન, સ્ટીવ બાલ્મરને $396 મિલિયન, માર્ક ઝકરબર્ગને $1.38 બિલિયન, કાર્લોસ સ્લિમને $2.07 બિલિયન અને મુકેશ અંબાણીને $6.5 બિલિયનનું નુકસાન થયું હતું.

આ પણ વાંચો:  ધનતેરસ પહેલા સોનું કે ચાંદી શું ખરીદવું જોઈએ? તહેવાર સુધારવો હોય તો ધ્યાનમાં રાખજો આ મુદ્દા, મોજે મોજ થઈ જશે!

વિશ્વના માત્ર 32 અબજપતિઓની સંપત્તિમાં વધારો

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ મુજબ ગુરુવારે 500 અબજોપતિઓમાંથી માત્ર 32 અબજપતિઓની સંપત્તિમાં વધારો થયો છે. જેઓ કુલ અબજોપતિના માત્ર 6.4 ટકા છે. જ્યારે વિશ્વના 36 અબજપતિઓની સંપત્તિમાં ન તો વધારો થયો કે ન તો ઘટાડો થયો. તેનો અર્થ એ કે વધારો અથવા ઘટાડોની કોલમમાં શૂન્ય દેખાઈ રહ્યું છે. આનો અર્થ એ થયો કે વિશ્વના 432 અબજપતિઓ એટલે કે 86.4 અબજપતિઓની સંપત્તિમાં ઘટાડો થયો છે.