ગુજરાતમાં મોનસુન સક્રિય થતા હવામાન વિભાગે અમદાવાદ જિલ્લાને લઈને વરસાદ આગાહી કરી છે. અમદાવાદ જિલ્લામાં અત્યાર સુધીનો માત્ર 19.65% ટકા વરસાદ નોંધાયો છે. આ વર્ષે દરમિયાન અમદાવાદમાં 9.09 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે.
હવામાન ખાતાની આગાહી મુજબ ૨૩ જુલાઇથી અમદાવાદ જિલ્લામાં ચોમાસુ જામશે. અમદાબાદ જિલ્લામાં 23 જુલાઈના સાંજે ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. જ્યારે ૨૪ અને ૨૫ જુલાઈના રોજ પણ નોંધપાત્ર વરસાદ પડે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
હવામાન ખાતાની આગાહી મુજબ આગમી શનિવાર અને રવિવાર દરમિયાન અમદાવાદમાં ભારે વરસાદ પડે તેવી સંભાવનાઓ છે. આ વર્ષે મોસમનો ૨૯.૫ ટકા વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજથી ચાર દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. જેમાં મંગળવારે નવસારી, વલસાડ, ડાંગ, દમણ, સુરત, તાપીમાં વરસાદ શક્યતાઓ છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ હળવાથી મધ્યમ વરસાદની વકી ગુજરાત હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
આગળ હવામાન ખાતાએ જણાવ્યું છે કે 23 જુલાઇ દરમિયાન બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ સર્જાશે અને ત્યાર પછી ૨૪ જુલાઇથી રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામશે. આ સાથે માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ આગામી પાંચ દિવસ સુધી સૂચના આપવામાં આવી છે.