ગુજરાતમાં અત્યાર સુધી મેઘરાજાએ વિસ્ફોટક બેટિંગ કરીને અનેક વિસ્તારો પાણી-પાણી કરી નાંખ્યા છે. રાજ્યના કેટલાક શહેરોને જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. અનેક સોસાયટીઓને સરોવરમાં ફેરવી નાંખી છે.
તો અનેક જગ્યાએ ખેતરો જળબંબાકાર થઈ ગયા, બીજી બાજુ બજારોને બેટ ફેરવાય છે. હજુ તો આ ચોમાસામાં મેઘરાજાની પહેલી ઈનિંગ હતી. હવે બીજી ઈનિંગમાં મેઘરાજા ક્યાં તાંડવ મચાવવાના છે તેની આગાહી હવામાન વિભાગ અને અંબાલાલે કરી છે. ત્યારે ક્યાં કેવો રહેશે વરસાદ?
સૌરાષ્ટ્રમાં પણ હળવાથી ભારે વરસાદી ઝાપટાની શક્યતા છે. 3 થી 5 જુલાઈ સુધીમાં ઉત્તર ગુજરાતમાં પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને પંચમહાલમાં ભારે વરસાદની શક્યતા છે. તો કચ્છ, રાજકોટ, મોરબી, ચોટીલા, વાંકાનેરમાં ભારે વરસાદની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની શક્યતા
ગુજરાતના આ આગાહીકારે કહ્યું કે, 6 જૂલાઇથી સૂર્ય પૂનર્વસુ નક્ષત્રમાં આવતા સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં ફરી એક વહન આવતા ભારેથી અતિભારે વરસાદ આવશે. 6 જુલાઈ બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનવાની શક્યતા છે. 9 જુલાઈથી રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. 23થી 29 જુલાઈ વચ્ચે પણ ઘણા ભાગોમાં વરસાદની શક્યતા છે.