જરૂરી કાર્યો માટે લેવામાં આવતી લોન તમને ક્રેડિટ સ્કોરના આધારે મળે છે. આ ક્રેડિટ સ્કોર એટલે તમારી ક્રેડિટપાત્રતા દર્શાવતો ત્રણ-અંકનો નંબર. જો સરળતાથી લોન પ્રાપ્ત કરવી હોય તો ધિરાણકર્તા સમક્ષ તમારે શ્રેષ્ઠ ક્રેડિટ સ્કોર દર્શાવવો જરૂરી છે. જેથી તમે વિશ્વાસપાત્ર બનો છો.
ક્રેડિટ સ્કોર વ્યક્તિ સાથેના ક્રેડિટ એકાઉન્ટ્સની સંખ્યા, કુલ દેવું, ચુકવણીનો ઇતિહાસ અને લોન માટે લેનારા દ્વારા કરવામાં આવેલી પૂછપરછનો ઉલ્લેખ કરે છે. આ સ્કોર લોન એપ્લિકેશનમાં 'ફર્સ્ટ ઈંમ્પ્રેશન' જેવો છે. CIBIL સ્કોર નક્કી કરે છે જે સામાન્ય રીતે 300 અને 900ની વચ્ચે હોય છે. જો સ્કોર ઉચ્ચ હશે તો તમે એક જવાબદાર ઉધાર લેનાર છો એવું દર્શાવાશે, અને આ રીતે તમને અનુકૂળ ક્રેડિટ શરતો અને ઝડપી લોન મંજૂરીની વધુ તકો મળી શકશે.
નિષ્ણાતોનું કહેવું છે કે,
જે ગ્રાહકોનો ક્રેડિટ સ્કોર સારો છે તેમને ધિરાણકર્તાને નાણાં ગુમાવવાનું ઓછું જોખમ હોય છે. તેવી જ રીતે, જોખમ ઓછું હોય ત્યારે અરજદારને ઓછા વ્યાજ દરે લોન મળવાની શક્યતાઓ પણ વધી જાય છે" તેઓ કહે છે કે, “જ્યારે લોન સમયસર અને નિયમિત રીતે ચૂકવવામાં આવે છે ત્યારે ક્રેડિટ સ્કોર સુધરે છે. આ રીતે, વધુ સારા ક્રેડિટ સ્કોર સાથે લોન મેળવવી સરળ બની જાય છે. વધુ સારો ક્રેડિટ સ્કોર હોવાનો ફાયદો એ છે કે લોન લેતાં પહેલાં લોન લેનાર પાસે ઘણી બેંકો અને નાણાકીય સંસ્થાઓનો વિકલ્પ હોય છે. તે વ્યાજ દર સહિત અન્ય મહત્વની બાબતોની સરખામણી કરીને પોતાના માટે શ્રેષ્ઠ બેંક પસંદ કરી શકે છે.
શા માટે સારો ક્રેડિટ સ્કોર મહત્વપૂર્ણ છે
નિષ્ણાતોના મતે, જો તમારો ક્રેડિટ સ્કોર 750 થી ઉપર છે તો તેને સારો ક્રેડિટ સ્કોર માનવામાં આવે છે. 750 કે તેથી વધુનો ક્રેડિટ સ્કોર રાખવાથી લોન અથવા ક્રેડિટ કાર્ડ મેળવવાની તકો વધી જાય છે. આમાં, લેનારાને આકર્ષક વ્યાજ દરો પણ મળે છે.
સરળતાથી મળે છે લોન
જો ક્રેડિટ સ્કોર 750 કે તેથી વધુ હોય તો તેને સામાન્ય રીતે સારો સ્કોર માનવામાં આવે છે. ધિરાણકર્તાઓ સારા ક્રેડિટ સ્કોર ધરાવનાર ગ્રાહકોને આકર્ષક ઑફરો આપે છે. આ માત્ર લોન મેળવવાનું સરળ બનાવે છે એટલું જ નહિ, પરંતુ તે વ્યાજ દરો અને પ્રોસેસિંગ ફીમાં ડિસ્કાઉન્ટ પણ આપે છે.
સસ્તા વ્યાજ દરે લોન ઉપલબ્ધ
સારો ક્રેડિટ સ્કોર પોસાય તેવા વ્યાજ દરે લોન મેળવવામાં મદદ કરી શકે છે. ધિરાણકર્તાઓ માટે નાણાં ગુમાવવાનું ઓછું જોખમ હોવાથી, તેઓ સામાન્ય રીતે ઉધાર લેનારને સસ્તા દરે વ્યાજ ઓફર કરે છે.
લાંબા ગાળા માટે લોન
ધ્યાનમાં રાખો કે તમારો ક્રેડિટ સ્કોર જેટલો ઉચ્ચ હશે તેટલી વધુ રકમ તમે લોન તરીકે મેળવી શકશો. આ સાથે, તમે આ લોન ચૂકવવા માટે વધુ સમય પણ મેળવી શકો છો.
ઝડપી મંજૂરી માટેની અરજી
જે લોકોનો ક્રેડિટ સ્કોર સારો છે, તેમની લોનની અરજી મંજૂર થવામાં વધુ સમય લેતી નથી. વાસ્તવમાં, ક્રેડિટ સ્કોર દ્વારા, બેંક અંદાજ લગાવે છે કે તમે લોન સરળતાથી ચૂકવી શકશો કે નહીં. તેના આધારે બેંક તમારી અરજીને ઝડપથી મંજૂર કરે છે.
લોન પ્રોસેસિંગ ફી સહિત અન્ય ચાર્જીસમાં ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે
તમારા ક્રેડિટ સ્કોરના આધારે ધિરાણકર્તા તમને ઘણી આકર્ષક ઓફર પણ આપી શકે છે. જે લોકોનો ક્રેડિટ સ્કોર વધુ સારો છે તેમના માટે બેંક પ્રોસેસિંગ ફી અને અન્ય શુલ્ક પર ડિસ્કાઉન્ટ ઓફર કરી શકે છે.