Top Stories
SBI ડેબિટ કાર્ડ દ્વારા કરવું છે કોન્ટેક્ટલેસ પેમેન્ટ, તો જાણી લો તેને એક્ટિવેટ કરવાની રીત SBI

SBI ડેબિટ કાર્ડ દ્વારા કરવું છે કોન્ટેક્ટલેસ પેમેન્ટ, તો જાણી લો તેને એક્ટિવેટ કરવાની રીત SBI

SBI ના કોન્ટેક્ટલેસ ડેબિટ કાર્ડનો ઉપયોગ ભારતમાં ગમે ત્યાં ખરીદી અને ઓનલાઈન ચૂકવણી માટે થઈ શકે છે. SBI ગ્લોબલ ઇન્ટરનેશનલ કોન્ટેક્ટલેસ ડેબિટ કાર્ડનો ઉપયોગ ભારતમાં અને વિશ્વમાં ગમે ત્યાં થઈ શકે છે. SBI ગ્લોબલ ઇન્ટરનેશનલ કોન્ટેક્ટલેસ ડેબિટ કાર્ડ EMV ચિપ સાથે આવે છે, જે તેને વધારાની સુરક્ષા આપે છે. તમે કોન્ટેક્ટલેસ કાર્ડને કેવી રીતે એક્ટિવેટ કરી શકો છો તે અહીં જાણો.

કોન્ટેક્ટલેસ કાર્ડ કેવી રીતે કામ કરે છે
ગ્રાહક કાર્ડને ઈલેક્ટ્રોનિક પેમેન્ટ ટર્મિનલ (PoS) પર લઈ જઈને વેવ કરી શકે છે. આ માટે તમારે મશીનની અંદર કાર્ડ નાખવાની જરૂર નથી. આ સાથે, ડેબિટ કાર્ડ હંમેશા ગ્રાહક પાસે રહે છે. જો ચુકવણી રૂ. 5,000 થી ઓછી હોય તો, NFC અનેબલ કાર્ડમાં પિન આવશે નહીં.

આ રીતે તમે SMS દ્વારા એક્ટિવેટ કરી શકો છો 
SBI ગ્રાહકો તેમના રજિસ્ટર્ડ નંબર પરથી SMS દ્વારા SWON NFC CCCCC 09223966666 પર SMS મોકલી શકે છે. અહીં CCCCC નો અર્થ છે તમારા કાર્ડના છેલ્લા 5 અંક.

ઓનલાઈન પણ કરી શકો છો એક્ટિવેટ 
- SBI ઓનલાઈન લોગ ઈન કરો.
- મેનુમાં E-services - ATM card services સિલેક્ટ કરો.
- તમારો એકાઉન્ટ નંબર, પછી કાર્ડ નંબર અને સેવાઓ પસંદ કરો.
- તમારા ઉપયોગના પ્રકાર તરીકે NFC Usage પસંદ કરો.
- તે પછી Enable સિલેક્ટ કરો અને સબમિટ બટન દબાવો.