સોના ચાંદીના ભાવમાં ધડાધડ ઘટાડો, જાણો આજના શું છે બજારભાવ

સોના ચાંદીના ભાવમાં ધડાધડ ઘટાડો, જાણો આજના શું છે બજારભાવ

સોના અને ચાંદીના ભાવમાં આજે સુસ્તી જોવા મળી છે. વાયદા બજાર અને રિટેલ બજારોમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેજી વચ્ચે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર મેટલ્સ ગગડી, શરાફા બજારમાં પણ ભાવ તૂટ્યા છે. આજે સવારે બજારમાં પણ જોરદાર કડાકો જોવા મળ્યો છે. હાલ કમૂરતા ચાલુ છે અને જલદી કમૂરતા પૂરા થતા લગ્નગાળો શરૂ થશે. સોના અને ચાંદીમાં કડાકા બાદ જો તમે લેવાનું વિચારતા હોવ તો ફટાફટ રેટ ચેક કરો

શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 556 રૂપિયા તૂટીને 76948 રૂપિયા પર પહોંચ્યુ છે. જે શુક્રવારે 77504 રૂપિયા પર ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદીની વાત કરીએ તો ચાંદીમાં આજે 553 રૂપિયાનો કડાકો જોવા મળ્યો છે અને ભાવ આજે 87568 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર જોવા મળી રહ્યો છે. જે શુક્રવારે 88121 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ક્લોઝ થયો હતો.

વાયદા બજારમાં ભાવ
ભારતીય વાયદા બજાર (MCX) પર સોનું આજે 154 રૂપિયા તૂટીને 77,163 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યું. જે શુક્રવારે 77,317 રૂપિયા પર ક્લોઝ થયું હતું. જ્યાં ચાંદી આજે 40 રૂપિયા તૂટીને 89,181 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર જોવા મળી જે ગત સેશનમાં 89,221 રૂપિયા પર ક્લોઝ થઈ હતી

રાજકોટમાં આજે સોનાના ભાવ 77 હજાર 320 રૂપિયા નોંધાયો છે. જ્યારે ચાંદીનો 89 હજાર 200 રૂપિયા ભાવ નોંધાયો છે

રાજકોટ બાદ અમદાવાદમાં આજે સોનાનો 78 હજાર 710 રૂપિયા ભાવ નોંધાયો છે. જ્યારે ચાંદીનો 91 હજાર 500 રૂપિયા ભાવ નોંધાયો છે.

24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે.જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે, જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય