સોના-ચાંદીમાં સતત થઈ રહેલા ઘટાડાને કારણે રોકાણકારો સોના-ચાંદીની ભરપૂર ખરીદી કરી રહ્યા છે. જોકે હાલ સોનામાં વધ ઘટ થતી જોવા મળે છે. સોનુ ૧૬૭૫નું સપોર્ટ લેવલ તોડવામાં સક્ષમ રહેત તો ખરેખર બહુજ નીચો ભાવ જવાની શક્યતાઓ હતી. પરંતુ ૧૬૭૫નું લેવલ તોડવું ખૂબ મુશ્કેલ ભર્યું હોવાથી તેને તોડી શક્યું નહીં જેથી ભાવ વધ ઘટ થયા રાખે છે.
કાલની સરખામણીએ આજે સોનાના ભાવમાં ૩,૧૦૦ રૂપિયાનો ઘટાડો થયો: ગઈકાલે સવારે ૨૨ કેરેટ સોનાનો ભાવ ૪,૪૭,૨૦૦ રૂપિયા જ્યારે ૨૪ કેરેટ સોનાનો ભાવ ૪,૬૬,૦૦૦ રૂપિયા હતો જોકે આજે ૨૨ કેરેટ સોનાનો ભાવ ૪,૪૪,૧૦૦ રૂપિયા અને ૨૪ કેરેટ સોનાનો ભાવ ૪,૬૩,૧૦૦ રૂપિયા થયાં જેથી ૨૨ કેરેટ સોનામાં માત્ર એક જ દિવસમાં ૩,૧૦૦ રૂપિયાનો ઘટાડો થયો.
માત્ર ત્રણ મહિનામાં લગભગ ૬,૨૭૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામે ઘટાડો થયો: જાન્યુઆરી મહિનાની ૦૫ તારીખે ૨૪ કેરેટ સોનાનો ભાવ ૫૨,૫૮૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ રહ્યો હતો. જ્યારે આજે ૪૬,૩૧૦ રૂપિયા થયો છે. જેથી માત્ર બે મહિનામાં જ ૬,૨૭૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામે ઘટાડો થયો.
ઓગસ્ટ મહિનાથી જ ભાવમાં ઘટાડો : આમ તો ઓગસ્ટ મહિનાથી જ સોના ચાંદીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે કારણકે ઓગસ્ટ મહિનામાં કોરોના સંકટ ઓછું થયું હતું અને ઉદ્યોગ ધંધા ફરી શરૂ થયા હતા જેથી સોના ચાંદીના ભાવોમાં ઘટાડો થતો ગયો.
૮ મહિનાના ટૂંકા ગાળામાં ૧૩,૭૩૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામનો ઘટાડો: ઓગસ્ટ ૨૦૨૦ માં સોનું (gold) રૂ. ૬૦,૦૪૦ ₹ પ્રતિ ૧૦ગ્રામ હતું જ્યારે ચાંદી (silver) રૂ. ૭૭,૮૪૦ ₹ પ્રતિ ૧ કિલો હતું. જે અત્યારે સોનું ઘટીને રૂ. ૪૬,૩૧૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ થયું જ્યારે ચાંદી ઘટીને રૂ. ૬૫,૦૦૦ ₹ પ્રતિ ૧ કિલો થઈ.
આમ, ઓગસ્ટ ૨૦૨૦ થી લઈને આજ સુધીમાં ૭ મહિનાના ટૂંકાગાળામાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામ દીઠ લગભગ રૂ.૧૩,૭૩૦ ₹ નો ઘટાડો થયો છે જ્યારે ચાંદીના ભાવમાં ૧ કિલો દીઠ લગભગ રૂ. ૧૨,૮૪૦ ₹ નો ઘટાડો થયો છે.
ચાલો તો જાણી લઈએ ગુજરાતના આજના સોના અને ચાંદીના બજાર ભાવ :
આજ ૦૬/૦૪/૨૦૨૧ ના રોજ ચાંદી (silver)ના ભાવ :
૧ ગ્રામ ચાંદીનો ભાવ - ૬૫.૦૦ રૂપિયા
૮ ગ્રામ ચાંદીનો ભાવ - ૫૨૦.૦૦ રૂપિયા
૧૦ ગ્રામ ચાંદીનો ભાવ - ૬૫૦.૦૦ રૂપિયા
૧૦૦ ગ્રામ ચાંદીનો ભાવ - ૬,૫૦૦.૦૦ રૂપિયા
૧ કિલોગ્રામ ચાંદીનો ભાવ - ૬૫,૦૦૦.૦૦ રૂપિયા
જોકે, કાલની સરખામણીએ આજે ચાંદીના ભાવમાં કોઈ વધ ઘટ થઈ નથી.
હવે જાણી લઈએ ૨૨ કેરેટ સોના (gold)નો ભાવ :
૧ ગ્રામ સોનાનો ભાવ - ૪,૪૪૧.૦૦ રૂપિયા
૮ ગ્રામ સોનાનો ભાવ - ૩૫,૫૨૮.૦૦ રૂપિયા
૧૦ ગ્રામ સોનાનો ભાવ - ૪૪,૪૧૦.૦૦ રૂપિયા
૧૦૦ ગ્રામ સોનાનો ભાવ - ૪,૪૪,૧૦૦.૦૦ રૂપિયા
જોકે, કાલની સરખામણીએ આજે ૨૨ કેરેટ સોનાના ભાવમાં આજે માત્ર એક જ દિવસમાં ૩,૧૦૦ રૂપિયાનો જોરદાર ઘટાડો જોવા મળ્યો.
હવે જાણી લઈએ ૨૪ કેરેટ સોના (gold)નો ભાવ :
૧ ગ્રામ સોનાનો ભાવ - ૪,૬૩૧.૦૦ રૂપિયા
૮ ગ્રામ સોનાનો ભાવ - ૩૭,૦૪૮.૦૦ રૂપિયા
૧૦ ગ્રામ સોનાનો ભાવ - ૪૬,૩૧૦.૦૦ રૂપિયા
૧૦૦ ગ્રામ સોનાનો ભાવ - ૪,૬૩,૧૦૦.૦૦ રૂપિયા
જોકે, કાલની સરખામણીએ આજે ૨૪ કેરેટ સોનાના ભાવમાં આજે માત્ર એક જ દિવસમાં ૨,૯૦૦ રૂપિયાનો જોરદાર ઘટાડો જોવા મળ્યો.
છેલ્લા ૦૮ દિવસના સોના (gold)ના ભાવ :
પાછલા મહિનાથી આજ સુધીની વાત કરીએ તો સૌથી ઓછો ભાવ ૩૧ માર્ચના રોજ જોવા મળ્યો હતો જે ૨૪ કેરેટ સોનાનો ભાવ ૪૫,૬૯૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ રહ્યો હતો.
તેવી જ રીતે સૌથી વધુ ભાવ જાન્યુઆરી મહિનાની ૦૫ તારીખે જોવા મળ્યો જેમાં ૨૨ કેરેટ સોનાનો ભાવ ૫૦,૫૮૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાનો ભાવ ૫૨,૫૮૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ રહ્યો હતો.
મિત્રો અમારી khissu એપ્લિકેશન ડોઉનલોડ કરી લો જેથી અમે તમને દરરોજ સોના-ચાંદીના ભાવ માં થતાં વધારો તથા ઘટાડા વિશે જણાવતા રહીએ.