khissu

તહેવારોમાં અત્યારે છે એના કરતાં પણ સોનું વધારે સસ્તું રહેશે, તમને ખરીદવાની પૂરેપુરી તક મળશે, જાણો ગણિત


Gold Price News: દેશમાં તહેવારોની મોસમની શરૂઆત રક્ષાબંધનથી થાય છે, જે દિવાળી પછી કારતક પૂર્ણિમા સુધી ચાલુ રહે છે. આ અવસર પર તમામ શુભ ખરીદીની સાથે સોનાની ખરીદી પણ વધે છે. આવી સ્થિતિમાં, આ વર્ષે તહેવારોની સિઝનમાં સોનાની કિંમત વધશે કે સસ્તી રહેશે, ચાલો જાણીએ…

આ પણ વાંચો: આ તારીખે કોઈપણ ફિલ્મના કોઈપણ શોમાં માત્ર 99 રૂપિયામાં ફિલ્મ જોઈ શકશો, ગુજરાતીઓ આ રીતે કરો ટિકિટ બૂક

આ વર્ષે સોનાના ભાવ પર દબાણ છે. અમેરિકાનું ફેડરલ રિઝર્વ સતત વ્યાજદરમાં વધારો કરી રહ્યું છે, જેના કારણે ડોલર પણ મજબૂત થયો છે. આ કારણે રોકાણકારોનો સોના તરફ ઓછો ઝુકાવ જોવા મળ્યો છે અને સોનાના ભાવમાં નરમાઈ જોવા મળી છે. શુક્રવારે પણ આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ 1920 થી 1980 ડોલર પ્રતિ ઔંસની વચ્ચે રહ્યો હતો.

આ પણ વાંચો: આવી હરકતને કારણે તમારું બેન્ક એકાઉન્ટ બંધ થઈ જશે, કોઈ ટ્રાન્જેક્શન નહીં કરી શકો, ઉપરથી બીજું નુકસાન તો ખરૂ જ

શું તહેવારોની સિઝનમાં સોનાના ભાવ ગગડશે?

જો કે ભારતમાં તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે, પરંતુ સોનાની ખરીદી માટેનો મુખ્ય સમય નવરાત્રિ અને દિવાળી વચ્ચેનો ગણાય છે. ધનતેરસના દિવસે સોનું ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં સોનાના ભાવમાં વધારો થવાની ધારણા છે. પરંતુ હવે અમેરિકાના ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં વધારાને કારણે સોના અને ચાંદીના ભાવમાં આ વધારો નબળો પડી શકે છે. ગ્રાહકોને આનો લાભ સોનાની સસ્તી કિંમતના રૂપમાં મળી શકે છે.

આ પણ વાંચો: મોટા સમાચાર: આ વખતે 1.25 કરોડ બહેનોના સીધા ખાતામાં આવશે 1250 રૂપિયા, 1500 રૂપિયા પણ આવી શકે

ડૉલર સતત મજબૂત થઈ રહ્યો છે

વિશ્વની અન્ય કરન્સી સામે ડોલર સતત મજબૂત થઈ રહ્યો છે. ડૉલર ઇન્ડેક્સ હાલમાં તેની 6 મહિનાની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચી ગયો છે. જ્યારે ડોલર સામે રૂપિયો 11 મહિનાના સૌથી નીચલા સ્તરે આવી ગયો છે. 

આ પણ વાંચો: આવી ઓફર ફરી નહીં મળે: 35 હજારથી ઓછી કિંમતમાં નવો iPhone 15, જાણો અહીં ખરીદવાની સરળ રીત

બજારના નિષ્ણાતોનું કહેવું છે કે ડૉલરમાં આ મજબૂતીને કારણે સોનાની કિંમત ચોક્કસ કિંમતની રેન્જમાં રહેશે. તહેવારોની સિઝનમાં ગ્રાહકો આનો ફાયદો ઉઠાવી શકે છે. તે જ સમયે, યુએસ ફેડરલ રિઝર્વે વ્યાજ દરો ઘટાડવા માટે કોઈ જાહેરાત કરી નથી, તેથી ડોલરમાં વધારો ચાલુ રહી શકે છે.