હાલ, સોના-ચાંદીમાં ધટાડો થઈ રહ્યો છે જે લગભગ ઓગસ્ટ મહિનાથી થતો આવે છે. જોકે હાલ ત્રણ ચાર દિવસથી ભાવ વધતો હતો જે હવે ઘટતો જોવા મળે છે.
માત્ર બે મહિનામાં ૬,૨૧૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામે ઘટાડો થયો : જાન્યુઆરી મહિનાની ૦૫ તારીખે ૨૪ કેરેટ સોનાનો ભાવ ૫૨,૫૮૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ રહ્યો હતો. જ્યારે આજે ૪૬,૩૭૦ રૂપિયા થયો છે. જેથી માત્ર બે મહિનામાં જ ૬,૨૧૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામે ઘટાડો થયો.
ઓગસ્ટ મહિનાથી જ ભાવમાં ઘટાડો : આમ તો ઓગસ્ટ મહિનાથી જ સોના ચાંદીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે કારણકે ઓગસ્ટ મહિનામાં કોરોના સંકટ ઓછું થયું હતું અને ઉદ્યોગ ધંધા ફરી શરૂ થયા હતા જેથી સોના ચાંદીના ભાવોમાં ઘટાડો થતો ગયો.
૭ મહિનાના ટૂંકા ગાળામાં ૧૩,૬૭૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામનો ઘટાડો : ઓગસ્ટ ૨૦૨૦ માં સોનું (gold) રૂ. ૬૦,૦૪૦ ₹ પ્રતિ ૧૦ગ્રામ હતું જ્યારે ચાંદી (silver) રૂ. ૭૭,૮૪૦ ₹ પ્રતિ ૧ કિલો હતું. જે અત્યારે સોનું ઘટીને રૂ. ૪૬,૩૭૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ થયું જ્યારે ચાંદી ઘટીને રૂ. ૬૭,૫૦૦ ₹ પ્રતિ ૧ કિલો થઈ.
આમ, ઓગસ્ટ ૨૦૨૦ થી લઈને આજ સુધીમાં ૭ મહિનાના ટૂંકાગાળામાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામ દીઠ લગભગ રૂ.૧૩,૬૭૦ ₹ નો ઘટાડો થયો છે જ્યારે ચાંદીના ભાવમાં ૧ કિલો દીઠ લગભગ રૂ. ૧૦,૩૪૦ ₹ નો ઘટાડો થયો છે.
ચાલો તો જાણી લઈએ ગુજરાતના આજના સોના અને ચાંદીના બજાર ભાવ :
આજ ૨૨/૦૩/૨૦૨૧ ના રોજ ચાંદી (silver)ના ભાવ :
૧ ગ્રામ ચાંદીનો ભાવ - ૬૭.૫૦ રૂપિયા
૮ ગ્રામ ચાંદીનો ભાવ - ૫૪૦.૦૦ રૂપિયા
૧૦ ગ્રામ ચાંદીનો ભાવ - ૬૭૫.૦૦ રૂપિયા
૧૦૦ ગ્રામ ચાંદીનો ભાવ - ૬,૭૫૦.૦૦ રૂપિયા
૧ કિલોગ્રામ ચાંદીનો ભાવ - ૬૭,૫૦૦.૦૦ રૂપિયા
જોકે, કાલની સરખામણીએ આજે ચાંદીના ભાવમાં કોઈ વધ ઘટ થઈ નથી.
હવે જાણી લઈએ ૨૨ કેરેટ સોના (gold)નો ભાવ :
૧ ગ્રામ સોનાનો ભાવ - ૪,૪૩૭.૦૦ રૂપિયા
૮ ગ્રામ સોનાનો ભાવ - ૩૫,૪૯૬.૦૦ રૂપિયા
૧૦ ગ્રામ સોનાનો ભાવ - ૪૪,૩૭૦.૦૦ રૂપિયા
૧૦૦ ગ્રામ સોનાનો ભાવ - ૪,૪૩,૭૦૦.૦૦ રૂપિયા
જોકે, કાલની સરખામણીએ આજે ૨૨ કેરેટ સોનાના ભાવમાં ૧૦૦ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો.
હવે જાણી લઈએ ૨૪ કેરેટ સોના (gold)નો ભાવ :
૧ ગ્રામ સોનાનો ભાવ - ૪,૬૩૭.૦૦ રૂપિયા
૮ ગ્રામ સોનાનો ભાવ - ૩૭,૦૯૬.૦૦ રૂપિયા
૧૦ ગ્રામ સોનાનો ભાવ - ૪૬,૩૭૦.૦૦ રૂપિયા
૧૦૦ ગ્રામ સોનાનો ભાવ - ૪,૬૩,૭૦૦.૦૦ રૂપિયા
જોકે, કાલની સરખામણીએ આજે ૨૪ કેરેટ સોનાના ભાવમાં ૧૦૦ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો.