સોના ચાંદીના ભાવમાં ફરી તેજી, ખરીદી કરતા પહેલા જાણી લેજો આજના ભાવ

સોના ચાંદીના ભાવમાં ફરી તેજી, ખરીદી કરતા પહેલા જાણી લેજો આજના ભાવ

સોનાના ભાવમાં ફરી તેજી જોવા મળી રહી છે.દિવસેને દિવસે સોનું અને ચાંદી મોંઘુ થઈ રહ્યું છે.સોના અને ચાંદીના વધી રહેલા ભાવને જોતા લાગી રહ્યું છે.આગામી ટુંક સમયમાં જ સોનાના ભાવ 85 હજારને પાર પહોંચી જશે.ત્યારે જાણીએ કે રાજકોટ અને અમદાવાદમાં સોના અને ચાંદીના શું ભાવ ચાલી રહ્યાં છે.

રાજકોટમાં આજે સોનાનો ભાવ 76 હજાર 870 રૂપિયા નોંધાયો છે. જ્યારે ચાંદીનો ભાવ 89 હજાર 80 રૂપિયા નોંધાયો છે.

આજે અમદાવાદમાં સોનાનો ભાવ 77 હજાર 840 રૂપિયા નોંધાયો છે. જ્યારે ચાંદીનો ભાવ 92 હજાર 600 રૂપિયા નોંધાયો છે.

24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે.જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે.24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે.