khissu

સોનાએ ઢાંઢુ ભાંગી નાખ્યું, 80000 નજીક, ધનતેસર આવતા આવતા તો એક લાખનું એક તોલું મળશે!!

સોનાની સુખદ સફર ચાલુ છે. તેના ભાવ સતત બીજા દિવસે મજબૂત થયા છે. જ્વેલર્સ અને સ્ટોકિસ્ટોએ પીળી ધાતુમાં ખરીદી ચાલુ રાખી હતી. આ કારણે ગુરુવારે રાષ્ટ્રીય રાજધાનીના બુલિયન માર્કેટમાં સોનું રૂ. 450 વધીને રૂ. 79,000ના મનોવૈજ્ઞાનિક સ્તરને પાર કરી ગયું હતું.

તે રૂ. 79,350 પ્રતિ 10 ગ્રામની નવી વિક્રમી સપાટીએ બંધ રહ્યો હતો. ઓલ ઈન્ડિયા બુલિયન એસોસિએશને આ માહિતી આપી હતી. બુધવારે છેલ્લા સત્રમાં 99.9 ટકા શુદ્ધતા ધરાવતું સોનું 78,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.

તે જ સમયે સતત બીજા દિવસે, 99.5 ટકા શુદ્ધતાનું સોનું રૂ. 450 વધીને રૂ. 78,950 પ્રતિ 10 ગ્રામની નવી ઊંચી સપાટીએ પહોંચ્યું હતું. જોકે, ચાંદી રૂ. 93,500 પ્રતિ કિલોગ્રામ પર સ્થિર રહી હતી.

અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો

સોનું કેમ વધ્યું?

વેપારીઓએ જણાવ્યું હતું કે તહેવારોની માંગને પહોંચી વળવા સ્થાનિક જ્વેલર્સની ખરીદીમાં વધારો અને વૈશ્વિક બજારોમાં કિંમતી ધાતુના ભાવમાં વધારો થવાથી સોનાના ભાવ રેકોર્ડ ઊંચાઈએ પહોંચી ગયા છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) ના ફ્યુચર્સ ટ્રેડમાં, ડિસેમ્બર ડિલિવરી માટેનો સોનાનો કોન્ટ્રાક્ટ 10 ગ્રામ દીઠ રૂ. 77,019ની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.

જોકે, ડિસેમ્બર ડિલિવરી માટે ચાંદીનો ભાવ રૂ. 181 અથવા 0.2 ટકા ઘટીને રૂ. 92,002 પ્રતિ કિલોગ્રામ પર આવી ગયો હતો. એશિયન માર્કેટમાં કોમેક્સ ગોલ્ડ ફ્યુચર્સ 0.43 ટકા વધીને $2,703 પ્રતિ ઔંસ થયું હતું.

ભવિષ્ય શું હોઈ શકે?

મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસિસના કોમોડિટી રિસર્ચના વરિષ્ઠ વિશ્લેષક માનવ મોદીએ જણાવ્યું હતું કે, 'યુએસ બોન્ડ યીલ્ડમાં ઘટાડો અને મુખ્ય સેન્ટ્રલ બેંકો દ્વારા વ્યાજ દરમાં કાપની અપેક્ષાને કારણે સોના અને ચાંદીના ભાવ વધી રહ્યા છે. આ કારણે સોનું રેકોર્ડ ઊંચાઈ તરફ આગળ વધ્યું છે. આ ઉપરાંત, ભૌગોલિક રાજકીય સંઘર્ષોએ સોનાને રોકાણના સલામત વિકલ્પ તરીકે ટેકો આપ્યો છે.