khissu

સોનું-ચાંદી ભયંકર સસ્તું, માત્ર ૧૫ દિવસમાં ૧૪,૫૦૦ રૂ. નો જોરદાર ઘટાડો થયો

કોરોના સમય દરમ્યાન ઓગસ્ટ મહિનામાં સોના-ચાંદીના ભાવો આકાશે પહોંચ્યા હતા ત્યારબાદ ધીમે ધીમે કોરોના સંકટ ટળતો ગયો અને આર્થિક સ્થિતિમાં સુધારો થતો ગયો તેમ તેમ સોના-ચાંદીના ભાવ માં ઘટાડો થતો ગયો.

૨ ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ થયું જેમાં સોના-ચાંદી પર કસ્ટમડ્યૂટી ઘટાડી હતી જેથી બજેટ રજૂ થયા બાદ સોના-ચાંદીના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જોકે સોના-ચાંદીમાં ઓગસ્ટ મહિનાથી ધીમે ધીમે ઘટાડો થતો આવ્યો છે.

ઓગસ્ટ ૨૦૨૦ માં સોનું રૂ. ૬૦,૦૪૦ ₹ પ્રતિ ૧૦ગ્રામ હતું જ્યારે ચાંદી રૂ. ૭૭,૮૪૦ ₹ પ્રતિ ૧ કિલો હતું. જે  અત્યારે સોનું ઘટીને રૂ. ૫૦,૧૫૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ થયું જ્યારે ચાંદી ઘટીને રૂ. ૬૯,૨૦૦ ₹ પ્રતિ ૧ કિલો થઈ.

આમ, ઓગસ્ટ ૨૦૨૦ થી લઈને આજ સુધીમાં ૬ મહિનાના ટૂંકાગાળામાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામ દીઠ લગભગ રૂ.૯,૮૯૦ ₹ નો ઘટાડો થયો છે જ્યારે ચાંદીના ભાવમાં ૧ કિલો દીઠ લગભગ રૂ. ૮,૬૪૦ ₹ નો ઘટાડો થયો છે.

જાન્યુઆરી મહિનાની ૦૫ તારીખે ૨૪ કેરેટ સોનાનો ભાવ ૫,૨૫,૮૦૦ ₹ પ્રતિ ૧૦૦ ગ્રામ રહ્યો હતો. જ્યારે આજે ૫,૦૧,૫૦૦ રૂપિયા થયો છે. જેથી માત્ર દોઢ મહિનામાં જ ૨૪,૩૦૦ રૂપિયાનો ઘટાડો થયો.

જોકે આ જ મહિનાની વાત કરીએ તો આ મહિનાની ૧લી તારીખે ૨૨ કેરેટ સોનાનો ભાવ ૪,૮૫,૦૦૦ રૂપિયા પ્રતિ ૧૦૦ ગ્રામ રહ્યો હતો. જ્યારે ૨૪ કેરેટ સોનાનો ભાવ ૫,૧૬,૦૦૦ રૂપિયા પ્રતિ ૧૦૦ ગ્રામ રહ્યો હતો.

જ્યારે આજે ૨૨ કેરેટ સોનાનો ભાવ ૪,૭૧,૫૦૦ રૂપિયા પ્રતિ ૧૦૦ ગ્રામ થયો જ્યારે ૨૪ કેરેટ સોનાનો ભાવ ૫,૦૧,૫૦૦ રૂપિયા પ્રતિ ૧૦૦ ગ્રામ થયો.જેથી ૧લી તારીખથી લઈને આજ સુધીના માત્ર ૧૫ દિવસના અંતરમાં ૨૪ કેરેટ સોનાના ભાવમાં ૧૪,૫૦૦ રૂપિયા પ્રતિ ૧૦૦ ગ્રામે ઘટાડો નોંધાયો છે. જ્યારે ૨૨ કેરેટ સોનાના ભાવમાં ૧૩,૫૦૦ રૂપિયા પ્રતિ ૧૦૦ ગ્રામે ઘટાડો થયો છે.

તો મિત્રો સોના ચાંદીના ઘરેણાં પહેરવાના શોખીન માટે અથવા સોના ચાંદીનો વેપાર કરતા લોકો માટે રોજે રોજ નો ભાવ જાણતો રહેવો ખુબજ જરૂરી છે.

ચાલો તો જાણી લઈએ શહેર પ્રમાણે આજના સોના અને ચાંદીના બજાર ભાવ :

આજ ૧૮/૦૨/૨૦૨૧ ના રોજ ચાંદીના ભાવ :

૧ ગ્રામ ચાંદીનો ભાવ -  ૬૯.૨૦ રૂપિયા

૮ ગ્રામ ચાંદીનો ભાવ -  ૫૫૩.૬૦ રૂપિયા

૧૦ ગ્રામ ચાંદીનો ભાવ -  ૬૯૨.૦૦ રૂપિયા

૧૦૦ ગ્રામ ચાંદીનો ભાવ -  ૬,૯૨૦.૦૦ રૂપિયા

૧ કિલોગ્રામ ચાંદીનો ભાવ -  ૬૯,૨૦૦.૦૦ રૂપિયા

જોકે, કાલે ચાંદીનો ભાવ ૭૦,૨૦૦ રૂપિયા પ્રતિ કિલો હતો જ્યારે આજે ૬૦,૨૦૦ રૂપિયા થઈ ગયો જેથી કાલની સરખામણીએ આજે ચાંદીના ભાવમાં માત્ર એક દિવસમાં ૧૦૦૦ રૂપિયાનો ઘટાડો થયો.

હવે જાણી લઈએ ૨૨ કેરેટ સોનાનો ભાવ :

૧ ગ્રામ સોનાનો ભાવ -  ૪,૭૧૫.૦૦ રૂપિયા

૮ ગ્રામ સોનાનો ભાવ -  ૩૭,૭૨૦.૦૦ રૂપિયા

૧૦ ગ્રામ સોનાનો ભાવ -  ૪૭,૧૫૦.૦૦ રૂપિયા

૧૦૦ ગ્રામ સોનાનો ભાવ -  ૪,૭૧,૫૦૦.૦૦ રૂપિયા

જોકે, કાલે ૨૨ કેરેટ સોનાનો ભાવ ૪,૭૧,૬૦૦ રૂપિયા પ્રતિ ૧૦૦ગ્રામ હતો જયારે આજે ૪,૭૧,૫૦૦ રૂપિયા પ્રતિ ૧૦૦ ગ્રામ રહ્યો જેથી કાલની સરખામણીએ આજે ૨૨ કેરેટ સોનાના ભાવમાં માત્ર એક દિવસમાં ૧૦૦ રૂપિયાનો ઘટાડો થયો.

હવે જાણી લઈએ ૨૪ કેરેટ સોનાનો ભાવ :

૧ ગ્રામ સોનાનો ભાવ -  ૫,૦૧૫.૦૦ રૂપિયા

૮ ગ્રામ સોનાનો ભાવ -  ૪૦,૧૨૦.૦૦ રૂપિયા

૧૦ ગ્રામ સોનાનો ભાવ -  ૫૦,૧૫૦.૦૦ રૂપિયા

૧૦૦ ગ્રામ સોનાનો ભાવ -  ૫,૦૧,૫૦૦.૦૦ રૂપિયા

જોકે, કાલે ૨૪ કેરેટ સોનાનો ભાવ ૫,૦૧,૬૦૦ રૂપિયા પ્રતિ ૧૦૦ગ્રામ હતો જયારે આજે ૫,૦૧,૫૦૦ રૂપિયા પ્રતિ ૧૦૦ ગ્રામ રહ્યો જેથી કાલની સરખામણીએ આજે ૨૪ કેરેટ સોનાના ભાવમાં માત્ર એક દિવસમાં ૧૦૦ રૂપિયાનો ઘટાડો થયો.

પાછલા મહિનાથી આજ સુધીની વાત કરીએ તો સૌથી ઓછો ભાવ ૮ ફેબ્રુઆરીના રોજ જોવા મળ્યો હતો જે લગભગ ૨૨ કેરેટ સોનાનો ભાવ ૪,૬૨,૫૦૦ ₹ પ્રતિ ૧૦૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાનો ભાવ ૪,૭૦,૫૦૦ ₹ પ્રતિ ૧૦૦ ગ્રામ રહ્યો.

તેવી જ રીતે  સૌથી વધુ ભાવ જાન્યુઆરી મહિનાની ૦૫ તારીખે જોવા મળ્યો જેમાં ૨૨ કેરેટ સોનાનો ભાવ  ૫,૦૫,૮૦૦ ₹ પ્રતિ ૧૦૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાનો ભાવ ૫,૨૫,૮૦૦ ₹ પ્રતિ ૧૦૦ ગ્રામ રહ્યો હતો.

મિત્રો અમારી khissu એપ્લિકેશન ડોઉનલોડ કરી લો જેથી અમે તમને દરરોજ સોના-ચાંદીના ભાવ માં થતાં વધારો તથા ઘટાડા વિશે જણાવતા રહીએ.