હાલમાં જો તમારું પણ બેંક ઓફ બરોડા (Bank Of Baroda - BOB) માં ખાતું છે, તો તમારા માટે આ સમાચાર મહત્વપૂર્ણ છે. બેંક ઓફ બરોડા દ્વારા તેમના ગ્રાહકોને માટે ઘણા મહત્વપૂર્ણ નંબરો બહાર પાડવામાં આવ્યા છે. બેંક ઓફ બરોડા આ નંબર તમારે તમારા ફોનમાં સેવ કરી લેવા જોઈએ. આ નંબર્સ દ્વારા, તમને તમારા ફોન પર જ બેંકિંગ સુવિધાનો લાભ મળશે.
bOB બેંક દ્વારા બહાર પાડવામાં આવેલ મહત્વપૂર્ણ નંબરો:
1. એકાઉન્ટની બેલેન્સ જાણવા માટે - 8468001111
2. ખાતામાં છેલ્લા 5 વ્યવહારો માટે - 8468001122
3. ટોલ ફ્રી નંબર - 18002584455/18001024455
4. બેંકની વ્હોટ્સએપ સેવાઓ માટે - 8433888777
તાજેતરમાં BOB એ M Connect Plus એપ બહાર પાડી છે.
આ સિવાય બેન્ક ઓફ બરોડા (BOB) એ તાજેતરમાં જ બરોડા એમ કનેક્ટ પ્લસ (Baroda M Connect Plus) એપ્લિકેશન શરૂ કરી છે. આ એપ્લિકેશન દ્વારા ગ્રાહકો બેંકિંગ સુવિધાનો લાભ મેળવી શકશે. ગ્રાહકોને બેન્કિંગ સુવિધાનો લાભ ચોવીસ કલાક મળી રહે તે માટે આ ડિજિટલ શાખા શરૂ કરવામાં આવી છે. જેમની પાસે તકનીકી જ્ઞાન છે, તેઓ આ સેવાનો વધુ યોગ્ય રીતે ઉપયોગ કરી શકશે.
આ ઉપરાંત, બેંક ખાતા ધારકોને એફડી (Fixed Deposit - FD) ખાતું ખોલવા માટે પણ શાખામાં જવું પડતું નથી. બેંકે ગયા મહિને જ આ સુવિધા શરૂ કરી છે. ગ્રાહકો ફક્ત બેંકની મોબાઇલ એપ્લિકેશન દ્વારા એફડી એકાઉન્ટ ખોલી શકે છે. આ અગાઉ ઘણી બેંકોએ આ સુવિધા શરૂ કરી દીધી છે. તમે બેંકની મોબાઇલ એપ્લિકેશનથી BarodaMConnectPlus સાથે એફડી એકાઉન્ટ ખોલી શકો છો. જો તમારી પાસે આ એપ્લિકેશન નથી, તો સૌ પ્રથમ આ એપ્લિકેશનને ડાઉનલોડ કરો. તમારે ફક્ત તે એપ્લિકેશન પર જવાનું છે અને તેમાં જાતે નોંધણી કરી એફડી એકાઉન્ટ ખોલી શકો છો.
વોટ્સએપ પર ઉપલબ્ધ સેવાઓ :- જો તમે બેંક ઓફ બરોડાનું ડેબિટ કાર્ડ (ATM Card) ને બ્લોક કરવા માંગો છો અથવા બેંકમાં ચાલી રહ્યા વ્યાજના દર વિશેની માહિતી મેળવવા માંગો છો અથવા તો બેંક ઓફ બરોડા (BOB) ની નજીકની શાખા શોધવા માંગતા હો, તો તમે BOB ની વોટ્સએપ સુવિધાનો લાભ લઈ શકો છો. આ માટે, તમારે મોબાઇલની સંપર્ક સૂચિમાં બેંકના વ્હોટ્સએપ નંબર 8433888777 ને સેવ કરવા પડશે. આ નંબર દ્વારા તમે બેલેન્સ ચેક કરી શકશો, છેલ્લા પાંચ ટ્રાન્ઝેક્શન વિશેની માહિતી અને ચેક બુક માટે પણ અરજી કરી શકો છો. બેંક ઓફ બરોડામાં વોટ્સએપ પર નીચે મુજબની સેવાઓ ઉપલબ્ધ છે.