હાલ ગુજરાત અને સમગ્ર ભારત દેશમાં કોરોના મહામારી ચાલી રહી છે અને આવી મુશ્કેલીના સમયમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે આ વર્ષે ખેડુતોને પાક ધિરાણ ચૂકવવાનો સમયગાળો વધારી દેવામાં આવ્યો છે જે 30 જૂન સુધી લંબાવવામાં આવ્યો છે. એટલું જ નહિ સહકારી ધિરાણમાં ખેડૂતો માટે ગુજરાત સરકાર ના 4 ટકા તેમજ કેન્દ્ર સરકાર નાં 3 ટકા એટલે કે ખેડૂતોના 7 ટકા વ્યાજ રાહતની રકમ ગુજરાત સરકાર ભોગવશે. જેથી કુલ મળીને 16.30 કરોડ ખર્ચ રાજ્ય સરકાર ભરપાઈ કરશે.
આ પણ વાંચો: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના: જેમાં ખેડુતોને મળે છે રૂપિયા ૩ લાખની લોન
ખેડૂતોને ધિરાણ નાં 3 ટકા વ્યાજમાં રાહત :- જો ખેડૂતો સમયસર પાક ધિરાણ ની રકમ પાછી કરશે તો ખેડૂતોને રાજ્ય સરકાર 3 ટકા જેટલી વ્યાજની રકમ માં સહાય કરશે. નાબાર્ડ ની ક્રેડિટ પોલિસી અંતર્ગત રાજ્યના ખેડૂતોને પાક ધિરાણ સંસ્થાઓ દ્વારા 7 ટકાના વ્યાજ દરે પૂરું પાડવામાં આવે છે. જો સમયસર ધિરાણ પાછું આપી દેવામાં આવે તો 4 ટકા વ્યાજની રાહત રાજ્ય સરકાર પૂરી પાડવામાં આવે છે અને કેન્દ્ર સરકાર દ્વારા 3 ટકા વ્યાજની રકમ પૂરી પાડવામાં આવે છે. આમ, જો ખેડુત સમયસર ધિરાણની રકમ પાછી આપે તો તેને ધિરાણ ઝીરો ટકા વ્યાજે મળી રહે છે.
4 ટકા વ્યાજની રકમમાં રાજ્ય સરકારની સહાય :- જે ખેડૂત મિત્રોએ સહકારી ધિરાણ અંતર્ગત લીધેલ રકમ 01-04-2020 થી 30-09-2020 સુધીમાં ધિરાણ લીધેલ છે તો તેને રકમની ભરપાઈ કરવાની તારીખ 30-06-2021 સુધી વધારી દેવામાં આવી છે. હાલ કોરોના મહામારી નાં કારણે ખેડૂતો પાક ધિરાણ ભરી શકે તેવી સ્થિતિ માં નથી. આથી સરકારે ધિરાણ ભરવાની તારીખ માં વધારો કરી દીધો છે. ખરેખર સરકારે પાક ધિરાણ ઓટો રેન્યુઅલ કરી દેવું જોઈએ પરંતુ સરકારે ધિરાણ ભરવાની મુદ્દતમાં વધારો કરી દિધો છે. ગયા વર્ષે પણ પાક ધિરાણ ભરવાની સમય મર્યાદામાં વધારો કર્યો હતો ત્યારે ખેડૂતોને વ્યાજ માફીની રાહત આપવામાં આવી હતી.
આ માહિતી દરેક ખેડુતમિત્રો જાણી શકે તે માટે તમારા What's App ગ્રુપ તથા Facebook ગ્રુપમાં શેર કરો.
આવી વધારે માહિતી મેળવવા માટે અમારી Khissu ની એપ્લીકેશન ડાઉનલોડ કરી લો અથવા અમારું Facebook ગ્રુપ ફોલો કરો.