LIC ધારકો માટે ખુશીના સમાચાર: LIC એ કોરોના મહામારી વચ્ચે વધુ એક નિયમનાં કર્યો ફેરફાર, પોલિસી ધારકો માટે મોટા સમાચાર

LIC ધારકો માટે ખુશીના સમાચાર: LIC એ કોરોના મહામારી વચ્ચે વધુ એક નિયમનાં કર્યો ફેરફાર, પોલિસી ધારકો માટે મોટા સમાચાર

છેલ્લા કેટલાક દિવસોમાં, લાઇફ ઇન્સોરયન્સ કોર્પોરેશન (Life Insurance Corporation- LIC) એ પોતાના નિયમોમાં ઘણા ફેરફાર કર્યા છે. આ નિયમોમાં એક સાપ્તાહિક (શનિવાર) રજા છે. આ સિવાય, વધુ એક નિયમમાં ફેરફાર કર્યો છે જે દસ્તાવેજ સબમિટ સાથે સંબંધિત છે.

નવા નિયમ મુજબ, એલઆઈસી (LIC) ઓફિસમાં 10 મેથી અઠવાડિયામાં ફક્ત 5 દિવસનું કામ થશે. હવે દર અઠવાડિયે શનિવારે પણ જાહેર રજા (Public Holiday) તરીકે ગણવામાં આવશે. હવે જો તમારે એલઆઈસી (LIC) ની ઓફિસનું કામ હોય તો સોમવારથી શુક્રવારની વચ્ચે જ જવું પડશે. આ અગાઉ, સાપ્તાહિક રજા ફક્ત રવિવારે જ ઉજવવામાં આવતી હતી, પરંતુ હવે નવા નિયમ બાદ એલઆઈસી (LIC) ઓફિસમાં સતત બે દિવસ રજા રહેશે. આ ફેરફાર નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ 1881 (Negotiable Instruments Act 1881) ની કલમ 25 હેઠળ પ્રાપ્ત સત્તાઓના આધારે કરવામાં આવ્યો છે. આ સાથે કામના કલાકોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે, નવા નિયમ મુજબ એલઆઈસી (LIC) ની ઓફિસમાં કામના કલાકો સોમવારથી શુક્રવાર માટે સવારે 10 થી સાંજના 5.30 સુધી રહેશે.

આ પણ વાંચો: તમારા આધાર કાર્ડનો ઉપયોગ કોઈ ખોટી જગ્યાએ તો નથી થઈ રહ્યો ને? જાણો તમારા આધારનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થયો છે?

તાજેતરમાં એલઆઈસી (LIC) એ તેના ગ્રાહકો માટે નવી સુવિધા શરૂ કરી છે. પોલિસી ધારકો હવે પાકતી પોલિસીની ચુકવણી માટેના દસ્તાવેજો દેશભરની કોઈપણ એલઆઈસી (LIC) શાખામાં સબમિટ કરી શકે છે. જો કે, પરિપક્વતા દાવાની પ્રક્રિયા ફક્ત મુળ શાખા દ્વારા જ કરવામાં આવશે. 

આ પણ વાંંચો: LIC ની નવી કન્યાદાન પોલિસી યોજના: જેમાં મળે છે રૂપિયા ૨૭ લાખનો લાભ, જાણો યોજનાની સંપુર્ણ માહિતી

LIC એ દાવાની પતાવટ માટેના જરૂરી દસ્તાવેજોમાં ફેરફાર કર્યો: પોલિસીધારકના મૃત્યુના થતા કોરોના મહામારીના કારણે મ્યુનિસિપલ ડેથ સર્ટિફિકેટ મેળવવામાં વિલંબ થાય છે તેના લીધે હવે પોલિસીધારકના નોમિની મૃત્યુના અન્ય પુરાવા આપી શકશે. સરળ ભાષામાં કહીએ તો સરકાર દાવાની પતાવટ માટે કર્મચારી રાજ્ય વીમા નિગમ, સશસ્ત્ર દળ અને કોર્પોરેટ હોસ્પિટલો દ્વારા જારી કરવામાં આવેલા મૃત્યુના સર્ટિફિકેટ પણ સ્વીકારવામાં આવશે. આ સર્ટિફિકેટમાં મૃત્યુનો દિવસ અને સમય હોવો જોઈએ.

તમને જણાવી દઈએ કે દેશભરમાં એલઆઈસી (LIC) ની 113 વિભાગીય કચેરીઓ, 2,048 શાખાઓ અને 1,526 નાની કચેરીઓ છે. એલઆઈસી પાસે 74 ગ્રાહક ઝોન (Customer Zone) પણ છે જ્યાં પોલિસીધારકોની પાકતી પોલિસીના દાવાનાં ફોર્મ સ્વીકારવામાં આવશે. એલઆઈસીએ પોતાના ગ્રાહકોને દાવાની પતાવટ વહેલી તકે થઈ શકે તે માટે તેના ગ્રાહક પોર્ટલના માધ્યમથી ઓનલાઇન NEFT રેકોર્ડ્સ બનાવવા અને સબમિટ કરવાની સુવિધા આપવામાં આવી છે.

નીચેની સુવિધાઓ માટે, એલઆઈસીની વેબસાઇટ www.licindia.in ની મુલાકાત લઈ શકો છો.

  • વીમા પોલિસી ખરીદવા માટે
  • પોલિસીનું રીન્યુઅલ પ્રીમિયમની ચૂકવણી કરવા માટે
  • લોન માટે અરજી કરવા માટે
  • લોનનું પ્રિ-પેમેન્ટ કરવા માટે
  • એડ્રેસ બદલવા માટે
  • પાનની વિગતો અપડેટ કરવા માટે

આવી અગત્યની માહિતિ જાણવા માટે Khissu એપ્લીકેશન ડાઉનલોડ કરી લો અને આ માહિતી દરેક લોકો જાણી શકે તે માટે તમારા What's App તથા Facebook ગ્રુપમાં શેર કરો.

LIC નો કામકાજનો સમય જાણવા માટે નીચેની ફાઈલ ખોલો.

View Document