કેન્દ્ર સરકારે શુક્રવારે (૧૨ માર્ચ ૨૦૨૧) મોબાઇલ એપ્લિકેશન "મેરા રાશન" (Mera Ration) લોન્ચ કરી છે. વન નેશન વન રેશનકાર્ડ યોજના (One Nation One Ration) થી એ લોકોને ફાયદો થશે જે લોકો રોજગાર માટે પોતાનું રાજ્ય છોડીને બહારના રાજ્યમાં જાય છે. વન નેશન વન રેશનકાર્ડ યોજના ઓગસ્ટ ૨૦૧૯ માં ફકત ૪ રાજ્યોમાં શરૂ કરવામાં આવી હતી. જે હાલ ૩૨ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માં લાગુ થઈ ગઈ છે. અસમ, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળમાં પણ ટૂંક સમયમાં આ યોજના શરૂ થવાની સંભાવના છે.
હાલ આ એપ ઇંગ્લિશ અને હિન્દી ભાષામાં લોન્ચ કરવામાં આવી છે. આગામી દિવસોમાં એપ્લિકેશનમાં વધુ ફંકશન ઉમેરાશે, જેમાં આ એપ્લિકશનમાં કુલ ૧૪ ભાષાઓનો સમાવેશ કરવામાં આવશે. આ એપની મદદથી લોકો સરળતાથી કોઇ પણ સરકારી રેશનની દુકાનમાંથી રાશન મેળવી શકશે.
આ ખાસ મોકા ઉપર એક સંમેલન માં સિંધાશું પાંડેએ જણાવ્યું હતું કે આ એપ્લિકેશન થી ગ્રાહક પોતે ચેક કરી શકશે કે તેને કેટલું અનાજ મળશે. આ એપનો વધુ ફાયદો બહારના રાજ્યમાં વસવાટ કરતા લોકોને થશે, કારણ કે વન નેશન વન રેશનકાર્ડ યોજના હેઠળ રેશનકાર્ડ ધારક કોઈપણ રાશનની દુકાને થી પોતાના હિસ્સાનુ અનાજ લઇ શકશે.
આ એપના મુખ્ય ફાયદાઓ :-
(૧) આ એપ પર, રેશનકાર્ડ ધારકો જાતે જ તપાસ કરશે કે તેમને કેટલું અનાજ મળશે.
(૨) આ એપ્લિકેશન ખાસ કરીને પરપ્રાંતિય લોકોને લાભ કરવામાં સક્ષમ બનશે, કારણ કે વન નેશન વન રેશનકાર્ડ યોજના અંતર્ગત રેશનકાર્ડ ધારકો પોતાનો અનાજનો હિસ્સો દેશની કોઈપણ રેશનની દુકાન પરથી મેળવી શકશે.
(૩) આ એપ દ્વારા બીજા રાજ્યમાં રહેતા લાભાર્થી ઓને તેમની આસપાસ કેટલી રેશન શોપ છે તે જાણવામાં સરળતા રહેશે.
વન નેશન વન રેશનકાર્ડ યોજનાથી લોકોને જાગૃત કરવા માટે હિન્દી ભાષા અને સ્થાનિક ભાષામાં દેશભરમાં ૨૪૦૦ થી વધુ રેલ્વે સ્ટેશનો પર જાહેરાત કરવામાં આવી રહી છે.