Top Stories
મોદી સરકારની નવી યોજના, હવે નાના વેપારીઓને મળશે KCC જેવા બિઝનેસ ક્રેડિટ કાર્ડ

મોદી સરકારની નવી યોજના, હવે નાના વેપારીઓને મળશે KCC જેવા બિઝનેસ ક્રેડિટ કાર્ડ

દેશમાં બિઝનેસ શરૂ કરવા માટે બેંક પાસેથી લોન મેળવવી વધુ સરળ બની શકે છે. મોદી સરકાર આના પર મોટા પાયે કામ કરી રહી છે. સરકાર ટૂંક સમયમાં કિસાન ક્રેડિટ કાર્ડ (KCC)ની જેમ જ બિઝનેસ ક્રેડિટ કાર્ડ જારી કરવાની તૈયારી કરી રહી છે. બિઝનેસ ક્રેડિટ કાર્ડ દ્વારા, નાના વેપારીઓને કંઈપણ ગીરવે મૂક્યા વિના સરળતાથી સસ્તા દરે લોન મળશે. સરકાર ટૂંક સમયમાં તેને રાષ્ટ્રીય સ્તરે લોન્ચ કરી શકે છે.

સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઈન્ડિયા (SIDB)ને તેની નોડલ એજન્સીની જવાબદારી સોંપવામાં આવી શકે છે. સમિતિએ આ મામલે નાણાં મંત્રાલય સહિત અનેક બેંકો સાથે વાતચીત કરી છે. આ કાર્ડની ક્રેડિટ લિમિટ 50,000 રૂપિયાથી લઈને 1 લાખ રૂપિયા સુધીની હોઈ શકે છે. એટલે કે નાના વેપારીઓ ઓછા વ્યાજ દરે એક લાખ સુધીની લોન સરળતાથી લઈ શકશે.

આ પણ વાંચો: બે બેંકોએ વધાર્યું FD પર વ્યાજ, રોકાણકારો ઝડપી લો આ સોનાની તક

બિઝનેસ ક્રેડિટ કાર્ડ 
સમિતિએ MSME મંત્રાલયના પોર્ટલ પર નોંધાયેલા ઉદ્યોગસાહસિકોને જ બિઝનેસ ક્રેડિટ કાર્ડ આપવાની ભલામણ કરી છે. હજુ પણ લાખો ઉદ્યોગો એવા છે જે આ પોર્ટલ પર નોંધાયેલા નથી. વ્યાપર ક્રેડિટ કાર્ડની શરૂઆત સાથે આ સાહસિકો એન્ટરપ્રાઈઝ પોર્ટલ સાથે પણ જોડાઈ જશે. બિઝનેસ ક્રેડિટ કાર્ડ જારી થવાથી કરિયાણાની દુકાનદારો અને સલૂન માલિકો પણ આર્થિક મદદ મેળવી શકશે. તમને જણાવી દઈએ કે કોરોના મહામારી દરમિયાન સૌથી વધુ નાના અને મધ્યમ વેપારીઓને ફટકો પડ્યો હતો. તેથી સરકાર બિઝનેસ ક્રેડિટ કાર્ડ લોન્ચ કરી રહી છે, જેથી તેમને મદદ કરી શકાય. સંસદની સ્થાયી સમિતિએ તેની ભલામણ કરી છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સરકારે આ પ્રસ્તાવને સ્વીકારી લીધો છે અને ટૂંક સમયમાં જ લીલી ઝંડી આપવામાં આવી શકે છે.

આ પણ વાંચો: જો તમે SBI ના કર્મચારી કે પેન્શનર છો, તો તમને બેંક તરફથી મળશે આ વિશેષ લાભ

બેંક લોનની રકમ નક્કી કરશે
એક રિપોર્ટ અનુસાર દેશમાં કુલ 6.30 કરોડ નાના પાયાના અને 3.32 લાખ નાના ઉદ્યોગો છે. કમિટીએ ભલામણ કરી છે કે બેંકો નક્કી કરશે કે કોઈપણ ઉદ્યોગસાહસિક કે ઉદ્યોગપતિને કેટલી લોન આપવી જોઈએ. વ્યાપર ક્રેડિટ કાર્ડ દ્વારા નાના વ્યવસાયોને લોયલ્ટી પોઈન્ટ્સ, રિવોર્ડ કેશ બેક અને અન્ય લાભો પણ આપી શકાય છે.