khissu

સોનામાં ભારે ઉથલપાથલ, જાણો કેટલો ઘટાડો થયો ?

સોના-ચાંદીના ભાવમાં ઉથલપાથલ જોવા મળે છે તેથી તેવું કહેવું મુશ્કેલ ગણાય કે ક્યારે ભાવ વધશે અથવા ક્યારે ભાવ ઘટશે? જોકે ઓગસ્ટ મહિનાથી ભાવ સતત ઘટતો આવે છે જેમાં વચ્ચે બે ત્રણ દિવસ ભાવ વધારો થતો હતો ત્યાંજ ફરીથી ભાવ ઘટવાના શરૂ થઈ ગયા.

માત્ર બે મહિનામાં ૬,૩૩૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામે ઘટાડો થયો : જાન્યુઆરી મહિનાની ૦૫ તારીખે ૨૪ કેરેટ સોનાનો ભાવ ૫૨,૫૮૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ રહ્યો હતો. જ્યારે આજે ૪૬,૨૫૦ રૂપિયા થયો છે. જેથી માત્ર બે મહિનામાં જ ૬,૩૩૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામે ઘટાડો થયો.

ઓગસ્ટ મહિનાથી જ ભાવમાં ઘટાડો : આમ તો ઓગસ્ટ મહિનાથી જ સોના ચાંદીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે કારણકે ઓગસ્ટ મહિનામાં કોરોના સંકટ ઓછું થયું હતું અને ઉદ્યોગ ધંધા ફરી શરૂ થયા હતા જેથી સોના ચાંદીના ભાવોમાં ઘટાડો થતો ગયો.

૭ મહિનાના ટૂંકા ગાળામાં ૧૩,૭૯૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામનો ઘટાડો : ઓગસ્ટ ૨૦૨૦ માં સોનું (gold) રૂ. ૬૦,૦૪૦ ₹ પ્રતિ ૧૦ગ્રામ હતું જ્યારે ચાંદી (silver) રૂ. ૭૭,૮૪૦ ₹ પ્રતિ ૧ કિલો હતું. જે અત્યારે સોનું ઘટીને રૂ. ૪૬,૨૫૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ થયું જ્યારે ચાંદી ઘટીને રૂ. ૬૬,૦૦૦ ₹ પ્રતિ ૧ કિલો થઈ.

આમ, ઓગસ્ટ ૨૦૨૦ થી લઈને આજ સુધીમાં ૭ મહિનાના ટૂંકાગાળામાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામ દીઠ લગભગ રૂ.૧૩,૭૯૦ ₹ નો ઘટાડો થયો છે જ્યારે ચાંદીના ભાવમાં ૧ કિલો દીઠ લગભગ રૂ. ૧૧,૮૪૦ ₹ નો ઘટાડો થયો છે.

ચાલો તો જાણી લઈએ ગુજરાતના આજના સોના અને ચાંદીના બજાર ભાવ :

આજ ૨૩/૦૩/૨૦૨૧ ના રોજ ચાંદી (silver)ના ભાવ :

૧ ગ્રામ ચાંદીનો ભાવ -  ૬૬.૦૦ રૂપિયા

૮ ગ્રામ ચાંદીનો ભાવ -  ૫૨૮.૦૦ રૂપિયા

૧૦ ગ્રામ ચાંદીનો ભાવ -  ૬૬૦.૦૦ રૂપિયા

૧૦૦ ગ્રામ ચાંદીનો ભાવ -  ૬,૬૦૦.૦૦ રૂપિયા

૧ કિલોગ્રામ ચાંદીનો ભાવ -  ૬૬,૦૦૦.૦૦ રૂપિયા

જોકે, કાલની સરખામણીએ આજે ચાંદીના ભાવમાં ૧૫૦૦ રૂપિયાનો ઘટાડો થયો.

હવે જાણી લઈએ ૨૨ કેરેટ સોના (gold)નો ભાવ :

૧ ગ્રામ સોનાનો ભાવ -  ૪,૪૩૮.૦૦ રૂપિયા

૮ ગ્રામ સોનાનો ભાવ -  ૩૫,૫૦૪.૦૦ રૂપિયા

૧૦ ગ્રામ સોનાનો ભાવ -  ૪૪,૩૮૦.૦૦ રૂપિયા

૧૦૦ ગ્રામ સોનાનો ભાવ -  ૪,૪૩,૮૦૦.૦૦ રૂપિયા

જોકે, કાલની સરખામણીએ આજે ૨૨ કેરેટ સોનાના ભાવમાં ૧૦૦ રૂપિયાનો વધારો જોવા મળ્યો.

હવે જાણી લઈએ ૨૪ કેરેટ સોના (gold)નો ભાવ :

૧ ગ્રામ સોનાનો ભાવ -  ૪,૬૨૫.૦૦ રૂપિયા

૮ ગ્રામ સોનાનો ભાવ -  ૩૭,૦૦૦.૦૦ રૂપિયા

૧૦ ગ્રામ સોનાનો ભાવ -  ૪૬,૨૫૦.૦૦ રૂપિયા

૧૦૦ ગ્રામ સોનાનો ભાવ -  ૪,૬૨,૫૦૦.૦૦ રૂપિયા

જોકે, કાલની સરખામણીએ આજે ૨૪ કેરેટ સોનાના ભાવમાં ૧૨૦૦ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો.

પાછલા મહિનાથી આજ સુધીની વાત કરીએ તો સૌથી ઓછો ભાવ ૬ માર્ચના રોજ જોવા મળ્યો હતો જે ૨૪ કેરેટ સોનાનો ભાવ ૪૫,૮૫૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ રહ્યો હતો.

તેવી જ રીતે સૌથી વધુ ભાવ જાન્યુઆરી મહિનાની ૦૫ તારીખે જોવા મળ્યો જેમાં ૨૨ કેરેટ સોનાનો ભાવ  ૫૦,૫૮૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાનો ભાવ ૫૨,૫૮૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ રહ્યો હતો.