મગફળીની બજારમાં ઘટાડાને બ્રેક લાગી છે અને સરેરાશ ભાવમાં સુધારાનો માહોલ સર્જાયો હતો.રાજકોટમાં મગફળીનાં ભાવમાં અમુક વેરાયટીમાં મણે રૂ.૫થી ૧૦નો સુધારો થયો હતો. આગામી દિવસોમાં મગફળીની બજારમાં સરેરાશ ભાવમાં મજબૂતાઈની ધારણાં છે, પંરતુ તેનો મોટો આધાર ખાદ્યતેલની લેવાલી ઉપર રહેલો છે.
આ પણ વાંચો: કપાસનાં ભાવમાં ઉછાળો આવ્યો: જાણો આજની તમામ માર્કેટ યાર્ડનાં ભાવ
મગફળીનાં વેપારીઓ કહેછેકે સરેરાશ મગફળીની બજારમાં બે તરફી વધઘટની સંભાવનાં છે અને જો તેલ કે સીંગદાણા ચાલશે તો જ મગફળી ચાલશે, એ સિવાય બજારોમાં ટૂંકી વધઘટ જોવા મળશે. વર્તમાન સંજોગોમાં મગફળીની બજારમાં વેચવાલી એકદમ ઓછી છે અને તમામ સેન્ટરમાં વેચવાલી આગામી દિવસોમાં હજી પણ ઘટે તેવી ધારણાં છે.
આ પણ વાંચો: કપાસ અને મગફળીના ભાવમાં વધારો, જાણો આજની માર્કેટીંગ યાર્ડ નાં ભાવ
બીજી તરફ ઉનાળુ મગફળીનાં વાવેતર જે વિસ્તારમાં પાણી છે ત્યાં સારા થાય તેવી સંભાવનાં દેખાય રહી છે.
જાડી મગફળીના નિચા અને ઉચા ભાવ
| માર્કેટીંગ યાર્ડ | નિચા ભાવ | ઉચા ભાવ |
| રાજકોટ | 1120 | 1436 |
| અમરેલી | 870 | 1415 |
| સાવરકુંડલા | 1120 | 1432 |
| જેતપુર | 931 | 1396 |
| પોરબંદર | 1055 | 1380 |
| વિસાવદર | 964 | 1406 |
| મહુવા | 1367 | 1433 |
| ગોંડલ | 815 | 1426 |
| કાલાવડ | 1150 | 1318 |
| જુનાગઢ | 1050 | 1384 |
| જામજોધપુર | 800 | 1420 |
| ભાવનગર | 1346 | 1347 |
| માણાવદર | 1450 | 1451 |
| તળાજા | 1100 | 1400 |
| હળવદ | 1150 | 1285 |
| જામનગર | 1000 | 1355 |
| ભેસાણ | 900 | 1326 |
| ખેડબ્રહ્મા | 1120 | 1120 |
| સલાલ | 1200 | 1450 |
| દાહોદ | 1180 | 1220 |
ઝીણી મગફળીના નિચા અને ઉચા ભાવ (11/01/2023)
| માર્કેટીંગ યાર્ડ | નિચા ભાવ | ઉચા ભાવ |
| રાજકોટ | 1100 | 1300 |
| અમરેલી | 820 | 1299 |
| સાવરકુંડલા | 1090 | 1284 |
| જસદણ | 1125 | 1340 |
| મહુવા | 1250 | 1377 |
| ગોંડલ | 930 | 1446 |
| કાલાવડ | 1150 | 1318 |
| જુનાગઢ | 1050 | 1279 |
| જામજોધપુર | 900 | 1320 |
| ઉપલેટા | 1020 | 1240 |
| ધોરાજી | 900 | 1301 |
| વાંકાનેર | 1000 | 1327 |
| જેતપુર | 915 | 1286 |
| તળાજા | 1300 | 1525 |
| ભાવનગર | 1330 | 1490 |
| રાજુલા | 1000 | 1400 |
| મોરબી | 701 | 1503 |
| જામનગર | 1100 | 1375 |
| બાબરા | 1156 | 1304 |
| બોટાદ | 1000 | 1300 |
| ધારી | 1150 | 1306 |
| ખંભાળીયા | 950 | 1450 |
| લાલપુર | 1150 | 1220 |
| ધ્રોલ | 1020 | 1352 |
| હિંમતનગર | 1100 | 1683 |
| પાલનપુર | 1251 | 1390 |
| તલોદ | 1150 | 1275 |
| મોડાસા | 900 | 1538 |
| ડિસા | 1271 | 1451 |
| ટીટોઇ | 1201 | 1300 |
| ઇડર | 1220 | 1581 |
| માણસા | 1325 | 1350 |
| કપડવંજ | 1400 | 1500 |
| સતલાસણા | 1270 | 1274 |