khissu

દર મહિને ૨૦ હજાર રૂપિયા કમાવવાની ગેરંટી, માત્ર ૪૯૯ રૂપિયા રજીસ્ટ્રેશન અને ૪ મહિનાનો કોર્સ

બાળકો ભણી ગણીને મોટા થાય પરંતુ તેના લાયક કોઈ નોકરી ન મળે તો શું કામનું ભણતર ? અમુક બાળકોને તો સમજાતું પણ નથી હોતું કે કયા રસ્તે આગળ વધવાથી તેના લાયક નોકરી મળે બસ આડેધડ એકની પાછળ એક એમ ગાડરિયા પ્રવાહની જેમ ચાલ્યા જાય છે જયારે સમય આવે ત્યારે ભાન થાય પણ પછી શુ કામનું ? 


ધ નજ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત સેન્ટર દ્વારા એક સ્કિલ ડેવલોપમેન્ટ એન્ડ એન્ટરપ્રિંયશીપ પ્રોગ્રામ લાવી છે જેમાં બાળકોને ટ્રેનિંગ આપવામાં આવશે અને ટ્રેનિંગ પુરી થતાની સાથે જ નોકરી પણ મળી જશે તેવી ગેરંટી આપવામાં આવી છે. આ માટે એકવાર ૪૯૯ રૂપિયાનું રજીસ્ટ્રેશન ચાર્જ ચૂકવવો પડશે અને ૪ મહિના સુધી રોજ  અઢી કલાક અભ્યાસ કરવો પડશે.


ધ નજ સેન્ટર ફોર સ્કિલ ડેવલોપમેન્ટ એન્ડ એન્ટરપ્રિન્યશિપ આ પ્રોગ્રામ દેશમાંથી ગરીબીને દૂર કરવા માટે લાવી રહ્યું છે જેમાં ભારતમાં ગુરુકુલ નામથી સ્કિલ ડેવલોપમેન્ટ કાર્યક્રમ શરૂ કર્યો છે. નબળા વર્ગના બાળકોને રોજગારી પુરી પાડવા ૪ મહિનાના સ્કિલ ડેવલોપમેન્ટ કોર્સ દ્વારા મહત્વાકાંક્ષી યુવાનોને ઉદ્યોગની જરૂર અનુસાર ટ્રેનિંગ આપવામાં આવે છે અને રોજગાર આપવામાં મદદ કરે છે.


જોકે ધ નજ સેન્ટર ફોર સ્કિલ ડેવલોપમેન્ટ એન્ડ એન્ટરપ્રિન્યશિપ ના સિનિયર ડાયરેકટર સૌરભ અદિબે જણાવ્યું કે આ ૪ મહિનાનો સ્કિલ પ્રોગ્રામ પૂરો થયાં બાદ જે તે યુવાન આરામથી ૨૦ હજાર રૂપિયા મહિને કમાઈ શકશે.