Top Stories
khissu

ગુજરાત થઇ જાવ તૈયાર / વાતાવરણમાં થયો મોટો ફેરફાર...

આવનાર દિવસોમાં પૂર્વ ભારત-બંગાળની ખાડી મોટી હલચલ જોવા મળશે, કેમ કે હાલ MJO ફેજ 1 માંથી ફેજ 2 માં આવી ગયો છે. જેથી ધીમે-ધીમે દક્ષિણ ભારત લાગુ વિસ્તારો અને અરબ સાગરના વિસ્તારમાં ચોમાસુ સક્રિય થવા લાગ્યું છે. ત્યાર બાદ ગુજરાતમાં પણ ધીમે-ધીમે અસર ચાલુ થશે અને આગમી દિવસોમાં સારા વરસાદનો રાઉંડ મળી શકે છે.

છેલ્લા ઘણા દિવસોથી ખેડૂત મિત્રો એક વરસાદની રાહ જોઇ રહ્યા હતા એ વરસાદ હવે આગામી દિવસોમાં મળી શકે છે. જોકે હાલમાં ગુજરાત ઉપર 800 એચ.પી.એ ની ઊંચાઈ પર ભેજ છવાયેલો છે જેમને કારણે ગુજરાતમાં ઝાપટાનું પ્રમાણ ઘણા વિસ્તારમાં વધી રહ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નર્મદા, સુરત, અમરેલી, છોટાઉદેપુર, વલસાડ તાપી, ડાંગ, દાહોદ અને ભરૂચના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં નોંધાયાં છે. જેમાં સૌથી વધારે નર્મદાના સાગબારામાં 24 એમ.એમ વરસાદ નોંધાયો છે. જ્યારે સુરતના મહુવામાં 18mm તો અમરેલીના રાજુલામાં 13mm વરસાદ નોંધાયો છે. જોકે હવામાન ખાતાએ આગાહી કરતા જણાવ્યું છે કે 15ઓગસ્ટ પછી રાજ્યમાં ચાર દિવસ વરસાદનું જોર વધશે.

બંગાળી ખાડીમાં લો પ્રેશર બનશે
આપને આગળ જણાવ્યા અનુસાર ૧૫થી ૧૬ ઓગસ્ટ આજુબાજુના દિવસોમાં બંગાળની ખાડીમાં આંધ્રપ્રદેશ, ઓરિસ્સાના વિસ્તારોમાં લો-પ્રેશર સિસ્ટમ બનવાની શક્યતાઓ છે. ત્યારબાદના દિવસોમાં લો-પ્રેશર મધ્ય પ્રદેશ સુધીનાં વિસ્તાર તરફ ગતિ કરશે અને મધ્ય ભારત સુધી આવશે. જેમની અસર ગુજરાતમાં પણ જોવા મળશે અને ગુજરાતમાં 18-19-20 તારીખથી વાતાવરણમાં બદલો જોવા મળશે.

લો-પ્રેશરની અસર ગુજરાતમાં કેટલી?
18 ઓગસ્ટ દરમિયાન લો -પ્રેસર મધ્યપ્રદેશ, રાજસ્થાન સુધી પહોંચી શકે છે અને એમની અસર 19-20 તારીખ દરમિયાન ગુજરાતમાં જોવા મળી શકે છે .શરૂઆતમાં પૂર્વ દક્ષિણ ગુજરાત તથા દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્ર અને પછી ગુજરાતના બાકીના વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે. જોકે હજી આ આગોતરો અનુમાન છે એટલે આમાં થોડો ફેરફાર થઈ શકે છે. જો અરબી સમુદ્રની અંદર પણ કોઈ એક ટ્રફ રેખા બનશે તો ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગની આગાહી?
હવામાન ખાતાએ આગાહી કરતા જણાવ્યું છે કે 15 ઓગસ્ટ પછી ચોમાસું ફરી સક્રિય બનશે. 17 ઓગસ્ટ પછી ગુજરાતમાં વરસાદ થશે. 15 ઓગસ્ટ પછી ચાર દિવસ વરસાદ જોર પકડશે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 20-21 તારીખે ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી છે. જ્યારે ૧૭ ઓગસ્ટના દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. આગામી દિવસોમાં સારા વરસાદથી પાણીની અછત દૂર થઈ શકે છે.

જોકે ગુજરાતમાં વરસાદના બે રાઉન્ડ પૂર્ણ થવા છતાં પણ ૪૨ ટકાથી વધારે વરસાદની ખોટ નોંધાઈ રહી છે. આગામી દિવસોમાં અંબાલાલ પટેલે પણ પોતાની આગાહીમાં જણાવ્યું છે કે રાજ્યમાં સારો વરસાદ થઇ શકે છે. બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ સર્જાશે અને ફરી ચોમાસું જામશે.