Top Stories
khissu

ગુજરાત તૈયાર રેહજો, બંગાળની ખાડીમાં બની રહ્યું છે મોટું વાવાઝોડું, જાણો વિગતે માહિતી

નમસ્કાર ખેડૂત ભાઈઓ, આવનારા દિવસોમાં બંગાળની ખાડીમાં વાવાઝોડું ભુક્કા કાઢશે. હાલના વેધર ચાર્ટ મુજબ વાવાઝોડું વધારે તીવ્ર બનતાં જણાય રહ્યું છે. જોકે વાવાઝોડું 7 મેં પછી બંગાળની ખાડીમાં તૈયાર થવાનું છે.

વાવાઝોડાનો રૂટ શું રહેશે?
હાલના વેધર ચાર્ટ મુજબ વાવાઝોડાનો રૂટ મધ્ય ભારતમાંથી પસાર થઈને ગુજરાત સુધી અસર કરતાં રહેશે તેવું જણાવી રહ્યો છે. પરંતુ આ રૂટ લાંબા ગાળાનો હોવાથી સચોટ ન હોઈ શકે. આવનારા દિવસોમાં સ્પષ્ટ રૂટ નક્કી થઈ જશે. દિવસેને-દિવસે રૂટમાં ફેરફાર થતા હોય છે. આવનાર દિવસોમાં perfect રૂટ જણાવવામાં આવશે.

ચોમાસું વહેલું બેસી જશે
ધાર્યા કરતા આ વર્ષે બંગાળની ખાડી માં મોટાપાયે મોન્સૂન એક્ટીવીટી શરૂ થઈ ચૂકી છે અને વાવાઝોડું પણ તૈયાર થઈ રહ્યું છે, એમને કારણે અંદબાર નિકોબાર ટાપુ પર ચોમાસુ આ વર્ષે નિયત સમય કરતાં વહેલું બેસી જાય તેવી શક્યતા છે. આપને જણાવી દઇએ કે સૌથી પહેલા અંદમાન નિકોબાર ટાપુ પરથી ચોમાસાની શરૂઆત થતી હોય છે, ત્યાર પછી શ્રીલંકા દેશમાં અને ત્યાર પછી ભારતના કેરળ માંથી ચોમાસુ પ્રારંભ થતું હોય છે.

વાવાઝોડું ગુજરાતને કેટલું અસર કરશે?
મે મહિનામાં ગુજરાતમાં વરસાદની પ્રિમોન્સૂન એક્ટિવિટી જોવા મળતી હોય છે. આ સાથે ઉત્તર ભારત તરફથી એક એન્ટી-સાયકલોનીક સિસ્ટમ પણ સર્જાયેલ હોય છે જે ચોમાસાની એક્ટિવિટી અને વાવાઝોડાને આગળ વધવા માટે રોકતી હોય છે. જેમણે કારણે વાવાઝોડાનો ખતરો હાલમાં વધારે જણાતો નથી. પરંતુ જો અનુકૂળ વાતાવરણ મળશે તો ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ પડી શકે છે.

ધાર્યા કરતાં ચોમાસું વહેલું આવશે?
હાલમાં વેધર ચાર્ટ જે રીતે સિસ્ટમ ને બતાવી રહ્યા છે તે પ્રમાણે ધાર્યા કરતાં ખૂબ જ વહેલાં ચોમાસુ ગુજરાતમાં આવી શકે છે. જોકે પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગ રૂપે વરસાદ પણ પડી શકે છે. જોકે એ વરસાદ વાવણી લાયક ના પણ હોય શકે. આવનાર દિવસોમાં વધારે અપડેટ આપવામાં આવશે.