ગુજરાત બજેટ 2021-22: સૌપ્રથમ પેપરલેસ બજેટ, ખેડૂતો માટે બજેટમાં શું જોગવાઈ ?

ગુજરાત બજેટ 2021-22: સૌપ્રથમ પેપરલેસ બજેટ, ખેડૂતો માટે બજેટમાં શું જોગવાઈ ?

આજે ગુજરાત વિધાનસભમાં વર્ષ 2021-22 નું બજેટ રજૂ થયું જેમાં નાણાંમંત્રી નીતિનભાઈ પટેલે આ વખતે પેપરલેસ બજેટ રજૂ કર્યું જે રજુ કરવા વાળું ગુજરાત પ્રથમ રાજ્ય બની ગયું છે.
તેવી જ રીતે હવે ગુજરાત પ્રથમ રાજ્ય બન્યુ જે પેપરલેસ બજેટ રજૂ કર્યુ.

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ઓનલાઇન બજેટ માટે મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી છે. આ એપમાં બજેટને લઈને તમામ વિગતો છે. જે ગુજરાતી તેમજ અંગ્રેજી એમ બંને ભાષામાં ઉપલબ્ધ છે.

આ બજેટ એપ્લિકેશનમાં અગાઉના વર્ષના બજેટના પણ તમામ દસ્તાવેજો ઉપલબ્ધ છે. જેમાં ૨૬ વિભાગના બજેટ પ્રકાશન મુકવામાં આવ્યા છે અને તમામ બજેટના દસ્તાવેજો ગુજરાતી તેમજ અંગ્રેજી ભાષામાં જોઈ શકાય છે. જોકે રાજ્યને હવે બજેટમાં સીધો ટેક્સ નાખવાની કોઈ જોગવાઈ નથી.

લોકશાહીમાં દરેક નાગરિકને બજેટની બધી વિગતો ઉપલબ્ધ થશે. અત્યારસુધી વિધાનસભાની કામગીરીનું લાઈવ પ્રસારણની લોકોની માંગ હતી. રાજ્યને હવે બજેટમાં કોઈ સીધો ટેક્સ નાખવાની જોગવાઈ નથી. GST આવ્યા બાદ વન નેશન વન ટેક્ષ છે. ગુજરાતમાં ૭૪ પ્રકારના પ્રકાશનો બજેટને લઈને બહાર પડતા હતાં. દર બજેટમાં ૭૩ જેટલા પ્રકાશનો રજૂ કરવામાં આવે છે. જોકે ૭૩ પ્રકાશન વિતરણમાં ૫૫૧૭૩૦૫ કાગળના પેજ વપરાય છે.

આજે નીતિનભાઈ પટેલે વર્ષ 2021-22નું પેપરલેસ બજેટ વિધાનસભામાં રજૂ કર્યું જેમાં ખેડૂતો માટે વિવિધ જાહેરાતો કરાઈ હતી જે નીચે મુજબ છે.

ખેડૂતો માટે બજેટમાં શું જોગવાઈ કરવામાં આવી? 

- નીતિનભાઈ પટેલે કૃષિ વિભાગ માટે 27232 કરોડની જોગવાઈ કરી.
- 4 લાખ ખેડૂતોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળશે.
- બાગાયતી યોજના માટે 442 કરોડની સહાય મળવા પાત્ર રહેશે.
- કૃષિ કલ્યાણ અને સહકાર વિભાગ માટે 7232 કરોડ રૂપિયા ફાળવવાની જોગવાઈ તેમજ એગ્રી અને ફૂડ પ્રોસેસિંગ ક્લસ્ટર માટે 50 કરોડ રૂપિયાની જોગવાઈ કરી.
-બિયારણ અને અનાજ સંગ્રહ માટે 87 કરોડ ફાળવવાની જોગવાઈ તેમજ કૃષિ બજાર વ્યવસ્થા માટે 84 કરોડની જોગવાઈ કરી.
- કૃષિ સંશોધન અને શિક્ષણ માટે 698 કરોડની જોગવાઈ તેમજ કૃષિ યુનિવર્સિટી માટે 698 કરોડની જોગવાઈ કરી.
- 4 લાખ ખેડૂતોને બિયારણ અને અનાજ સંગ્રહ માટે સહાય મળશે.
- કામધેનુ યુનિવર્સિટી માટે 137 કરોડની જોગવાઈ કરવામાં આવી.
- સરકાર વિભાગમાં પાક ધિરાણ માટે 100 કરોડ રૂપિયા ફાળવશે.
- અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરામાં ફળો અને શાકભાજીના વેંચાણ માટે માર્કેટ બનાવાશે.
- બીજ ઉત્પાદન અને ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે 82 કરોડની જોગવાઈ.
- જળ સંપત્તિ વિભાગ માટે 5494 કરોડની જોગવાઈ તેમજ ફૂડ પ્રોસેસિંગ એકમ દીઠ 10 લાખની સહાય મળશે.

બાગાયત ખાતાની યોજનાઓ માટે 442 કરોડની જોગવાઈ :

બિન ઉપજાઉ સરકારી પડતર જમીનને બાગાયતી અને ઔષધિય પાકોની ખેતી માટે ઉપયોગમાં લઇ શકાય તે હેતુથી રાજ્ય સરકારે મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશનની જાહેરાત કરી છે.

આ યોજનામાં પ્રથમ તબક્કામાં સુરેન્દ્રનગર, કચ્છ, સાબરકાંઠા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાની 50 હજાર એકર ખરાબાની ઉપજાઉ જમીનને આધુનિક ટેકનોલોજીથી ઉપજાઉ બનાવશે અને ત્યારબાદ તે જમીનને પ્રગતિશીલ ખેડૂતો, સક્ષમ વ્યક્તિઓ, સંસ્થાઓ કે કંપનીઓને ભડપટે આપવામાં આવશે અને તે દ્વારા મોટી સંખ્યામાં નવી રોજગારીનું નિર્માણ કરવામાં આવશે. આમ બે લાખ મેટ્રિક ટન બાગાયતી પાકોનું ઉત્પાદન અને પ્રોસેસિંગની તકો ઉભી થશે. આ યોજના માટે 100 કરોડની જોગવાઈ કરાઈ છે.