khissu

ધોરણ ૩ થી ધોરણ ૮ની ઓફલાઈન પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, ગુજરાત સરકારે કરી જાહેરાત

લોકડાઉન બાદ હવે ગુજરાતમાં ધીમે ધીમે શાળા કોલેજો શરૂ કરવામાં આવી રહી છે. જોકે પહેલા ધોરણ 10 થી 12 ના વર્ગો સારું કરાયા હતા એ પછી ધોરણ 9 અને 11ના વર્ગો ચાલુ કરાયા, ત્યારબાદ ધોરણ 6 થી ધોરણ 8ના વર્ગો શરૂ કરાયા અને હવે બાકીના વર્ગો પણ શરૂ કરવાની સરકારની પ્લાનિંગ ચાલી રહી છે.

ધોરણ 3 થી ધોરણ 8ના વિદ્યાર્થીઓની ઓફલાઈન પરીક્ષા યોજાશે: રાજ્ય સરકારે ધોરણ 3 થી ધોરણ 8ના વિદ્યાર્થીઓની પ્રથમ સત્રની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે અને પરીક્ષાઓ ઓફલાઈન યોજાવાની સરકારની પ્લાનિંગ છે જે જોતા એવું કહી શકાય કે ટૂંક જ સમયમાં ધોરણ 3 થી ધોરણ 8ના વર્ગો પણ શરૂ થશે. બાળકોના વાર્ષિક પરિણામને ધ્યાને લેતા આ પ્રથમ સત્રની પરીક્ષા ફરજીયાત આપવી પડશે.

15 માર્ચથી યોજાશે પ્રથમ સત્રની પરીક્ષા :

રાજ્ય સરકારે ધોરણ 3 થી ધોરણ 8ના વર્ગો માટે 15 માર્ચથી ઓફલાઈન પરીક્ષા લેવાનું આયોજન હાથ ધર્યું છે. જે અંગે ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (GCRT) અને પ્રાથમિક  શિક્ષણ નિયામક કચેરી દ્વારા રાજ્યના તમામ DEO અને DPO તથા કોર્પોરેશન સ્કુલોના શાસનાધિકારીઓને જાણ કરી દેવામાં આવી છે.

આ માટે રાજ્યની જિલ્લા પંચાયત અને કોર્પોરેશન હેઠળની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સહિતની તમામ સ્કૂલોમાં ધોરણ 3 થી ધોરણ 8 ના વિધાર્થીઓની પરીક્ષા લેવાશે. આ પરીક્ષાનો કાર્યક્રમ પણ જાહેર કરી દેવાયો છે જે મુજબ પરીક્ષાઓ 15 માર્ચથી યોજાશે.

દરેક સ્કુલો માટે એકસરખું જ પ્રશ્નપત્ર: ધોરણ 3 થી ધોરણ 8 ના વિદ્યાર્થીઓની પરીક્ષા ઓફલાઈન લેવાશે જેમાં વિદ્યાર્થીઓએ સ્કુલે આવીને પરીક્ષા આપવાની રહેશે. આ પરીક્ષામાં તમામ સ્કૂલોમાં એકસરખું જ પ્રશ્નપત્ર મોકલવામાં આવશે અને તેનું મૂલ્યાંકન પણ એકસરખું જ રહેશે. રાજ્ય સરકાર તમામ જે તે વર્ગના વિધાર્થીઓના વિષય પ્રમાણે ગુજરાતી, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન વગેરે જેવા મેઈન વિષયો માટે સમાન પરીક્ષા લેશે જ્યારે બાકીના વિષયોની પરીક્ષા જેતે સ્કુલો પોતાની રીતે યોજી શકશે.

સૌથી પહેલા ધોરણ 9 થી 12 ના વર્ગો ચાલુ થયા :

કોરોના સંકટ ઓછો થયાં બાદ રાજ્યમાં સૌપ્રથમ ધોરણ 10 અને ધોરણ 12ના વર્ગો ચાલુ કરાયા હતા. જોકે શાળાએ ફરજિયાત આવવા માટે વિદ્યાર્થીઓને કોઈપણ દબાણ કરવામાં આવ્યું નહોતું તેમ છતાં પહેલા જ દિવસે વિદ્યાર્થીઓ આનંદ અને ઉત્સાહ સાથે સ્કૂલમાં આવ્યા હતા. તમામ વિદ્યાર્થીઓએ સરકારની SOPનું પાલન કર્યું હતું. જોકે સ્કૂલમાં પ્રવેશતા જ વિદ્યાર્થીઓનું થર્મલગન વડે ચેન્કિંગ થયું અને સેનેટાઈઝ કરવામાં આવ્યા.