khissu

વ્હાલી દિકરી યોજનામાં ગુજરાત સરકારે કર્યો મોટો ફેરફાર, જાણી લો ફટાફટ

ગુજરાત સરકારની આ યોજના શહેરી અને ગ્રામ્ય બંને વિસ્તારોમાં લાગુ કરવામાં આવી છે.  ગુજરાત સરકારની આ વહલી દિકરી યોજના શરૂ કરવાનો પ્રાથમિક ઉદ્દેશ્ય બાળ મૃત્યુદરનો અંત લાવવાનો અને તમામ સમાજોમાં બાળ લગ્નને નાબૂદ કરવાનો છે.  આ યોજનાનો બીજો ઉદ્દેશ્ય ગુજરાત રાજ્યમાં બાળકીનો ગુણોત્તર સુધારવાનો અને કન્યા શિક્ષણને પ્રોત્સાહન આપવાનો છે.

હવે એફિડેવિટની માથાકૂટ માંથી મળશે છુટકારો. 
વ્હાલી દીકરી યોજનાનાં ડોક્યુમેન્ટમાં એક એફિડેવિટ જોડવું પડતું હતું પરંતુ હવે સામાન્ય વહીવટ વિભાગના ઠરાવથી રાજ્યમાં વિવિધ વિભાગોમાં  એફિડેવિટની જોગવાઈની બાબતમાં સુધારો કરવામાં આવ્યો છે.  ગુજરાત રાજ્યમાં જુદા-જુદા વિભાગો એફિડેવિટની પ્રક્રિયા રદ કરીને સ્વ-ઘોષાણા (Self-Declaration) ની પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવેલ છે. ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, વ્હાલી દીકરી યોજનાની સોગંદનામાની જોગવાઈ બાબતે નવો ઠરાવ બહાર પાડેલો છે. જેનો ઠરાવ ક્રમાંક: મસક/132019/1181/અ(પા.ફા.), તા: 04/04/2022 દ્વારા સોગંદનામું પ્રક્રિયા રદ કરેલી છે. હવે પછી વ્હાલી દીકરી યોજનાનો લાભ લેવા માટે સમક્ષ અધિકારી કરેલ દંપતિના સોગંદનામાને બદલે અનુસૂચિ મુજબના સ્વ-ઘોષણા (Self-Declaration) કરવાનું રહેશે. જેના લીધે લોકોને પ્રક્રિયા કરવામાં સરળતા રહેશે.

આ યોજનામાં કેટલી સહાય મળશે: આ યોજના હેઠળ લાભાર્થી દીકરીને કુલ એક લાખ દસ હજાર રૂપિયાની મદદ કરવામાં આવે છે. જેમા ત્રણ અલગ અલગ હપ્તામાં નાણાં સરકાર આપે છે.

પ્રથમ હપ્તો: દીકરી પહેલા ધોરણમાં આવે ત્યારે 4000 રૂપિયાની સહાય 
દ્વિતીય હપ્તો: દીકરી નવમા ધોરણમાં આવે ત્યારે 6000 રૂપિયાની સહાય 
તૃતીય હપ્તો: દીકરી 18 વર્ષની થાય ત્યારે ઉચ્ચ શિક્ષણ અથવા લગ્ન માટે રૂપિયા 1 લાખની સહાય
 

આ યોજનાની આધિકારિક વેબસાઇટ 
https://wcd.gujarat.gov.in/

ગુજરાત સરકારનું પોર્ટલ: https://gujaratindia.gov.in/

સમય મર્યાદા: 
નોંધનીય છે કે બાળકીના જન્મનાં એક વર્ષની સમય મર્યાદામાં જ તમારે આ યોજના માટે ફૉર્મ ભરી દેવાનું રહેશે

કોને મળશે લાભ:
આ યોજનાનો લાભ લેવા માટે તમે ગુજરાતના જ નાગરિક હોવા જરૂરી છે 
તમારું બૅન્ક અકાઉન્ટ હોવું પણ ફરજિયાત છે 
જે તે દીકરીનાં પરિવારની વાર્ષિક આવક બે લાખ કે તેથી ઓછી હોવી જોઈએ 
તા.02/08/2019 ના રોજ અને ત્યારબાદ જન્મેલ દીકરીઓને આ યોજનામાં લાભ આપવામાં આવે છે.

કયા દસ્તાવેજોની પડશે જરૂર
ડોમિસાઇલ સર્ટિફિકેટ 
જન્મનું પ્રમાણપત્ર 
આવકનો દાખલો 
માતા-પિતાનું ઓળખપત્ર
બૅન્ક ખાતાની પાસબુક 
પાસપોટ સાઇઝ ફોટો 
રેશન કાર્ડની કોપી 
માતા-પિતાના લગ્નનું સર્ટિ

અરજી પ્રક્રિયા
નજીકની આંગણવાડી પરથી અરજી ફોર્મ લઈને સંબંધિત CDPO (સંકલિત બાળ વિકાસ અધિકારી)ની કચેરીએ જમા કરાવવું

ડિજિટલ ગુજરાત પોર્ટલ 
નોંધનીય છે કે ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ અને સરકારી કચેરીઓના કામ જાતે જ ઓનલાઈન કરવા માટે ડિજિટલ ગુજરાત નામક એક પોર્ટલ બનાવવામાં આવેલ છે જેમા આગામી સમયમાં આ યોજના પણ ઓનલાઈન ઉપલબ્ધ થશે, આ ઉપરાંત પણ આ પોર્ટલ પરથી ઘણી બધી મદદ મેળવી શકાય છે