મિત્રો અત્યારે ડિજિટલ યુગ અને મોંઘવારી વચ્ચે સેવિંગ કરવું એ એક મોટો પડકાર બન્યો છે. બચત કરવી હોય તો ક્યાં રોકાણ કરવું કેટલું કરવું અને સૌથી મોટી વાત એ કે બચત કરેલા પૈસા ડૂબી તો નહીં જાય ને? એ ભય હંમેશા સતાવતો હોય છે. તો એવા લોકો માટે, પોસ્ટ ઓફિસની પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) યોજના માટે એક શ્રેષ્ઠ ઓપ્શન બની શકે છે. આ યોજના ફક્ત સલામત જ નથી પણ કર બચત અને આકર્ષક વ્યાજ દરોનો લાભ પણ આપે છે.
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ સ્કીમમાં રોકાણ કરવું હાલમાં ખૂબ sસરળ છે. આ યોજનામાં વાર્ષિક 7.9% વ્યાજ મળી રહ્યું છે, જે લાંબા ગાળે ખૂબ જ આકર્ષક વળતર આપે છે.
જો તમે દર મહિને ₹12,500 એટલે કે દરરોજ લગભગ ₹411 બચાવો છો, તો એક વર્ષમાં કુલ ₹1.5 લાખ જમા થઈ જશે. આ યોજનાનો પાકતી મુદત 15 વર્ષ છે. આ સમય દરમિયાન, જો તમે સતત વાર્ષિક ₹1.5 લાખનું રોકાણ કરો છો, તો 15 વર્ષ પછી તમને લગભગ ₹43.60 લાખનું ભંડોળ મળી શકે છે. આમાંથી લગભગ ₹21 લાખ ફક્ત વ્યાજના રૂપમાં હશે.
PPF યોજનાની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં મળતું વ્યાજ અને જમા કરાયેલી રકમ બંને સંપૂર્ણપણે ટેક્સ ફ્રી છે. આ મુક્તિ આવકવેરાની કલમ 80C હેઠળ ઉપલબ્ધ છે. એટલે કે, તમે માત્ર બચત જ નથી કરી રહ્યા, પરંતુ તમારે તે બચત પર કોઈ કર પણ ચૂકવવાની જરૂર નથી. તેથી, આ યોજના ખાસ કરીને એવા રોકાણકારો માટે ફાયદાકારક છે જેઓ કર બચાવવાની સાથે સુરક્ષિત લાંબા ગાળાનું રોકાણ કરવા માંગે છે.
PPF એ ભારત સરકાર દ્વારા સંપૂર્ણ રીતે સમર્થિત યોજના છે. તેથી, તેમાં કરવામાં આવેલ રોકાણ ફક્ત સલામત જ નથી, પરંતુ બેંકની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) કરતાં વધુ વ્યાજ પણ આપે છે. આ જ કારણ છે કે આ યોજના લાખો રોકાણકારોની પહેલી પસંદગી બની રહે છે. જો તમે ઇચ્છો તો, તમે PPF ખાતામાં એકમ રકમ જમા કરી શકો છો અથવા તમે માસિક 12 હપ્તામાં પણ રોકાણ કરી શકો છો. આ સુગમતા રોકાણકારોને તેમની સુવિધા મુજબ યોજનામાં જોડાવાની તક આપે છે.
ડિજિટલ યુગમાં, પોસ્ટ ઓફિસે પણ તેની સેવાઓ ઓનલાઈન કરી છે. હવે તમે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB) અથવા ડાકપે એપ દ્વારા તમારા બેંક ખાતામાંથી સીધા PPF ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી શકો છો. આ માટે, તમારે ફક્ત તમારા IPPB એકાઉન્ટને તમારા બેંક એકાઉન્ટ સાથે લિંક કરવું પડશે, પછી એપ્લિકેશનમાં PPF વિકલ્પ પસંદ કરો અને જરૂરી વિગતો ભરો