અમદાવાદમાં બુધવારે રાતે ગાજવીજ, પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ સાથે દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગે ગુજરાતમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ સાથે આજથી ચાર દિવસ આખા ગુજરાતમાં ગાજવીજની પણ આગાહી આપવામાં આવી છે
હવામાન વિભાગે આપેલા વેધર મેપ પ્રમાણે, આજે ચોથી સપ્ટેમ્બરના રોજ બે જિલ્લામાં રેડ એલર્ટની સાથે અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આવતીકાલે નર્મદા અને તાપીમાં અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, છોટાઉદેપુરમાં ઓરેન્જ એલર્ટની સાથે અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
પાંચમી તારીખે, સુરત, તાપી, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ એટલે કે, અત્યંત ભારે વરસાદની આગાહી છે. આ સાથે બોટાદ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર અને ડાંગમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
છઠ્ઠી તારીખે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંતના તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે
સાતમી તારીખે દક્ષિણ ગુજરાતમાં કોઈપણ એલર્ટ નથી. રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટની સાથે અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે અમરેલી, ભાવનગર, બોટાદ, કચ્છ, મોરબી, અમદાવાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ તથા ઉત્તર ગુજરાતના તમામ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું