khissu

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: હવે કોરોનાની સારવારમાં 'મા અમૃતમ કાર્ડ' અને 'મા વાત્સલ્ય કાર્ડ' ધારકોને મળશે લાભ, જાણો આ કાર્ડ કોણ અને કેવી રીતે કઢાવી શકે?

ગુજરાત રાજ્યમાં મા વાત્સલ્ય કાર્ડ ધારકો માટે સૌથી મોટા રાહતના સમાચાર આવ્યા છે. રાજ્યમાં 80 લાખ મા વાત્સલ્ય કાર્ડ ધારકો છે જે હવે ખાનગી તેમજ સરકારી હોસ્પિટલ માં નિશુલ્ક કોરોના સારવાર કરાવી શકશે. કાર્ડ ધારકો હવે 10 દિવસ માટે 50 હજાર રૂપિયાની સારવાર મફત મેળવી શકશે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ની અધ્યક્ષતા હેઠળ બુધવારે કોર કમિટી ની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. આ નિર્ણય નો લાભ રાજ્યના 80 લાખ પરિવારો ને મળશે જે મા વાત્સલ્ય કાર્ડ ધરાવે છે. જો કોઈ કાર્ડ ધારક કુટુંબનો સભ્ય કોરોના થી સંક્રમિત થાય તો તેને ખાનગી તેમજ સરકારી હોસ્પિટલ માં રોજ રૂપિયા 5000 સુધીની સારવાર ફ્રીમાં મળશે અને તેનો લાભ દર્દીને 10 દિવસ સુધી મળશે, એટલે કે મા અમૃતમ અને વાત્સલ્ય કાર્ડ યોજના અંતર્ગત કોરોના દર્દીને કુલ 50 હજાર રૂપિયાનો લાભ મળશે. 10 જુલાઈ 2021 સુધી કાર્ડ ધારકોને કોરોના ની સારવાર માં આ યોજનાનો લાભ મળશે આ લાભ 10 જુલાઈ સુધી જ મળશે. કોર કમિટી ની બેઠકમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ઊર્જા મંત્રી સૌરભ પટેલ, ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મુકીમ સહિતના અધિકારીઓ હાજર રહ્યાં હતાં. રાજ્ય સરકારે કોરોના મહામારી ને ધ્યાનમાં રાખી આ નિર્ણય લીધો હતો. ગુજરાતના લાખો લોકોને તેનો લાભ મળી શકશે.

મા વાત્સલ્ય યોજના શું છે ? તેનો હેતુ શું છે? અને કેટલા લાભો મળી શકે છે? તેની સંપૂર્ણ માહિતી નીચે આપેલી છે જો તમારે પણ મા વાત્સલ્ય કાર્ડ કઢાવવું છે તો તેની માહિતી પણ નીચે મુજબ આપેલી છે.

આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે?
ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબો અને મધ્યમ વર્ગના પરિવારના લોકો પોતાની પસંદગી વાળી ખાનગી તેમજ સરકારી હોસ્પિટલ માંથી સારી ગુણવત્તા યુક્ત સારવાર તદ્દન ફ્રીમાં મેળવી શકે છે.

આ યોજનાનો લાભ કોણ લઇ શકે?
(1) લાભાર્થી કુટુંબો ને ગ્રામ્ય ગૃહનિર્માણ અને ગ્રામ્ય વિકાસ તથા શહેરી ગૃહનિર્માણ તેમજ શહેરી વિકાસ વિભાગની બીપીએલ યાદીમાં સમાવેશ જરૂરી છે.
(2) રૂપિયા 4 લાખ કે તેથી ઓછી પારિવારિક વાર્ષિક આવક ધરાવતા મધ્યમ વર્ગના પરિવારો લાભ લઈ શકે.
(3) ગામડા ની આશા વર્કર બહેનો તથા શહેરી વિસ્તારમાં કામ કરતી આશા વર્કર બહેનો આ યોજનાનો લાભ લઈ શકે.
(4) રાજ્ય સરકારના ક્લાસ થ્રી અધિકારી અથવા ક્લાસ ફોર કર્મચારીઓ આ યોજનાનો લાભ લઈ શકે છે.
(5) વાર્ષિક 6 લાખથી ઓછી આવક ધરાવતા સિનિયર સિટીઝન કુટુંબો પણ આ યોજનાનો લાભ લઈ શકે.

આ યોજનાના ફાયદા અને સહાય :-
(1) આ યોજના અંતર્ગત ગંભીર બીમારીઓ જેવી કે હ્રદય, કિડની, કેન્સર, નવજાત શિશુઓને ગંભીર રોગ, મગજના રોગો જેવી કુલ 1807 જેટલી પ્રોસીજર માટે કુટુંબ દીઠ વાર્ષિક રૂપિયા 5,00,000 સુધીની કેશલેસ સારવાર ઉપલબ્ધ કરવામાં આવે છે.
(2) યોજના હેઠળ લાભાર્થી માટે હોસ્પિટલમાં રજીસ્ટ્રેશન સ્ટેશન, સર્જરી કર્યા બાદ ની સેવાઓ, દાખલ ચાર્જ, મુસાફરી ખર્ચ, દવાઓ, દર્દીને ખોરાક વગેરેનો સમાવેશ થાય છે. હોસ્પિટલો આમાંથી કોઈપણ ચાર્જ વસૂલ કરી શકે નહિ. આમ, મા વાત્સલ્ય યોજના લાભાર્થી તદ્દન મફતમાં સારવાર મેળવી શકે છે.
(3) લાભાર્થીના કુટુંબને દરેક સભ્યના ફોટો બાયોમેટ્રિક અંગૂઠાના નિશાન નો સમાવેશ કરવામાં આવે છે અને ક્યૂઆર (QR) કોડ વાળું મા વાત્સલ્ય કાર્ડ આપવામાં આવે છે.

આ કાર્ડ કેટલા સમય સુધી માન્ય ગણાય? 
મુખ્યમંત્રી અમૃતમ યોજના અને મા વાત્સલ્ય યોજના નું કાર્ડ ત્રણ વર્ષ સુધી ચાલે છે ત્રણ વર્ષ પછી આ કાર્ડને રીન્યુ કરવાનું રહેશે જે તમે તાલુકા પંચાયત એ આવકનો દાખલો અને મા અમૃતમ કાર્ડ આપશો એટલે તમને રીન્યુ કરી આપશે.

આ કાર્ડ ક્યાં કઢાવવું?
આ કાર્ડ તાલુકા કક્ષાએ 251 તેમજ સિટી કક્ષાએ 67 પરથી મેળવી શકાય છે. જેમાં લાભાર્થી કુટુંબના ફોટો અને અંગુઠા નાં નિશાન લઈ તાલુકા વેરીફાઈ દ્વારા ચકાસણી કરી આપવામાં આવે છે. તાલુકા કક્ષાએ આ કાર્ડ ઉપલબ્ધ કરાવામાં આવે છે જેમાં તમારે કુટુંબને આવક નો દાખલો પણ આપવાનો રહેશે.