khissu

તેજ વાવાઝોડાની શરૂઆત, દરિયો ગાંડો બનીને ઉછાળા મારી રહ્યો છે.... જાણો ગુજરાત માટે કેટલો મોટો ખતરો

હવામાન વિભાગની નવી આગાહી તરફ ધ્યાન કરીએ તો ‘તેજ’ ચક્રવાતી તોફાન રવિવાર સુધીમાં ગંભીર ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થઈ શકે છે અને દક્ષિણમાં ઓમાન અને યમનના દરિયાકિનારે ટકરાઈ શકે છે.

આના કરતાં ધમાકેદાર યોજના બીજી કેવી હોય! થોડા મહિનામાં જ પૈસા ડબલ, દિવાળી પહેલા લાભ લઈ લો

જો કે હવામાન વિભાગે આશંકા વ્યક્ત કરી છે કે આ તોફાન પણ અગાઉના ચક્રવાતી તોફાન બિપારજોયની જેમ પોતાનો રસ્તો બદલી શકે અને ગુજરાત પર ત્રાટકી તબાકી મચાવી શકે છે.

અમેરિકન બેન્કે એક વાત કહી દીધી અને ભારતમાં સોનાએ આંધળી દોટ મૂકી, અચાનક ભાવ 61000 પહોંચી ગયો

હાલમાં માહોલ એવો છે કે ગુજરાત પર સંભવિત વાવાઝોડાના ખતરાને જોતા દરિયા કિનારાના બંદરો પર અનેક સિગ્નલ લગાવવામાં આવ્યા છે. ગુજરાતમાં પોરબંદર, વેરાવળ, ઓખા, નવલખી, બેડી, સિક્કા બંદરમાં 1 નંબરના સિગ્નલ છે. તમને જણાવી દઈએ કે સંભવિત તોફાનનો રસ્તો ઓમાન તરફ છે.

મુકેશ અંબાણીએ શા માટે મનોજ મોદીને 1500 કરોડનું ઘર ગિફ્ટ કર્યું, જાણો એકદમ અંદરની ખાનગી વાત

એક તરફ ગુજરાતીઓ તહેવારના મૂડમાં છે અને તે જ સમયે, ચક્રવાત ‘તેજ’ ના સંકટની પણ સંભાવના છે. જો કે હવામાન વિભાગે ગુજરાત ઉપર આવી રહેલા ચક્રવાતના જોખમને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયામાં ન જવા ચેતવણી આપી છે તેમજ હવામાન પણ સૂંકુ રહેવાની આગાહી કરી છે.