Top Stories
khissu

ગુજરાત થઈ જાવ તૈયાર / આવી રહ્યો છે ભારે વરસાદ નો રાઉન્ડ, લો પ્રેસર

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ચોમાસુ નિષ્ક્રિય થઈ ચૂક્યું છે. સાથે હવામાન વિભાગે જણાવ્યું છે કે આવનારા એક અઠવાડિયા સુધી સારા વરસાદના કોઇ સંજોગો જણાતાં નથી. જોકે હાલમાં ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં સારા વરસાદની જરૂર છે. ત્યારે ગુજરાતનાં ખેડૂતો માટે વરસાદને લઈને સૌથી મોટાં સમાચાર મળી રહ્યાં છે કે આવનારા દિવસોમાં બંગાળની ખાડીમાં લો પ્રેશર બનશે જે ગુજરાતને સાર્વત્રિક વરસાદ આપશે.

જૂન મહિનામાં ગુજરાતના ઘણા જિલ્લામાં વાવણી લાયક વરસાદ નોંધાઈ ચૂક્યો છે તેમ છતાં સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓ એટલે કે દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથ, રાજકોટનાં કેટલાક ભાગો, સુરેન્દ્રનગર, મોરબી અને અમરેલીના જિલ્લાના કેટલાક ભાગોમાં સાથે મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર લાગુ કેટલાક જિલ્લાઓમાં વરસાદની ઘટ હવામાન વિભાગની વેબસાઇટમાં જણાવવામાં આવી આવી છે. એટલે કે ગુજરાતમાં હવે સાર્વત્રિક વાવણી લાયક/ પિયત માટે વરસાદની ખાસ જરૂર નોંધાઈ રહી છે. 

બંગાળની ખાડીમાં ક્યારે લો પ્રેસર બનશે? 
વેધર ફોરકાસ્ટના માધ્યમથી માહિત મળી રહી છે કે 12-13 જુલાઈ દરમિયાન બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ બનશે. જે સિસ્ટમ થોડીક વધારે મજબૂત જોવા મળશે અને સિસ્ટમનો ટ્રફ-ઘેરાવો-ભેજવાળા પવનો ગુજરાત સુધી હોઈ શકે જેમને કારણે ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે. જેમ જેમ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ બનશે અને ધીમે-ધીમે આગળ વધશે તેમ-તેમ ગુજરાતમાં વરસાદનું જોર વધતું જશે. એટલે કે ગુજરાતમાં 15 તારીખ પછી સારો વરસાદ પડી શકે છે.

4 થી 9 જુલાઈ દરમિયાન આગાહી?
તાપમાન: સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ નાં ભાગોમાં તાપમાન ૩૬થી ૩૮°c ડિગ્રીની રેન્જમાં જોવા મળશે.
વરસાદ: ગુજરાતના ખેડૂતો હાલમાં વરસાદની રાહ જોઈને બેઠા છે ત્યારે ૪ જુલાઈથી ૯ જુલાઇ દરમિયાન સારો વરસાદ પડે તેવા સંજોગો ખૂબ જ ઓછા જણાઈ રહ્યા છે. આ સાથે ઉત્તર ભારતના રાજ્યોની સાથે ગુજરાતમાં પણ ચોમાસું નિષ્ક્રિય થઈ ચૂક્યું છે હવે આગામી દિવસોમાં ચોમાસું સક્રિય બને તો સારા વરસાદની સંભાવનાઓ થોડીક વધારે જોવા મળશે. 

આવનાર 9 જુલાઇ સુધીમાં દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદની શક્યતાઓ છે. જ્યારે ઉત્તર, મધ્ય તથા પૂર્વ ગુજરાતમાં નહિવત્ અથવા તો સામાન્ય હળવો વરસાદ પડવાની શક્યતાઓ ગણી શકાય. જ્યારે સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ગાજવીજ સાથે સામાન્યથી હળવા વરસાદની સંભાવનાઓ રહેલી છે.

સાર્વત્રિક વરસાદ રાઉંડ ક્યારથી?
ગુજરાતમાં ૯ જુલાઇ પછી વાતાવરણમાં ઘણો બધો ફેરફાર જોવા મળશે. નવ જુલાઈથી ૧૫ જુલાઇ દરમિયાન વરસાદી માહોલ સારો બનતો રહેશે, જ્યારે ૧૫ જુલાઇ પછી સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવી  શકે તેવી શક્યતાઓ જણાઈ રહી છે જેમની માહિતી અમે આગામી દિવસોમાં તમને Khissu Aplication નાં માધ્યમથી જણાવીશું. ત્યાં સુધી આ માહિતી ગુજરાતનાં દરેક ખેડૂત ભાઈઓ જાણી શકે અને તેમને થોડી વરસાદની આશા બંધાઈ તે માટે શેર કરો.

આવી વધારે માહિતી મેળવવા માટે અમારી Khissu ની એપ્લીકેશન ડાઉનલોડ કરી લો તથા જો તમે આ માહિતી અમારા Facebook પેજમાં જોઈ રહ્યાં છો તો અમારું Facebook પેજ ફોલો કરો. આ માહિતી દરેક ખેડૂતો સુધી પહોંચે તે માટે તમારા What's App ગ્રુપ તથા Facebook ગ્રુપમાં શેર કરો.