Top Stories
khissu

આગાહી ફેરફાર / આજથી 24 તારીખ સુધી મોટી વરસાદ આગાહી...

છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે. ફરીથી રાજ્યમાં વરસાદી માહોલ સર્જાતા હવામાન વિભાગે નવી આગાહી કરી છે. થોડાં દિવસો પહેલાં હવામાન ખાતાએ ભારે વરસાદ શકયતા નહિવત્ જણાવી હતી, પરંતુ આજે ફરી એક વાર સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી જણાવી છે.

14 તારીખે વરસાદ આગાહી?
હવામાન ખાતાએ 14 તારીખે ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, બરોડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દાદરા નગર હવેલી, દમણ, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

15 તારીખે વરસાદ આગાહી?
બરોડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ભરૃચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દાદરા નગર હવેલી, દમણમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે.

16 તારીખે વરસાદ આગાહી?
16 ઓગસ્ટના રોજ નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દાદરાનગર હવેલી અને દમણ જિલ્લામાં સામાન્યથી હળવા વરસાદની આગાહી છે.

17 તારીખે વરસાદ આગાહી?
17 ઓગસ્ટના રોજ પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૃચ, સુરત, ડાંસ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

ગુજરાતમાં વરસાદનાં 2 રાઉંડ પૂર્ણ થવા છતાં વરસાદની ઘટ નોંધાઈ રહી છે. બંગાળની ખાડીમાં લો-પ્રેશર બનશે જે ગુજરાતમાં 17 તારીખ પછી સારો વરસાદ આપી શકે છે. જ્યારે હવામાન ખાતાએ પણ આગમી દિવસો માટે અલગથી આગાહી કરી દીધી છે. 

15 તારીખ પછી હવામાન વિભાગની નવી આગાહી?
હવામાન ખાતાએ આગાહી કરતા જણાવ્યું છે કે 15 ઓગસ્ટ પછી ચોમાસું ફરી સક્રિય બનશે. 17 ઓગસ્ટ પછી ગુજરાતમાં સારો વરસાદ થશે. ત્રણ દિવસ ચોમાસું જામશે. 15 ઓગસ્ટ પછી ચાર દિવસ વરસાદ જોર પકડશે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 20-21 તારીખે ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી છે. જ્યારે ૧૭ ઓગસ્ટના દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. આગામી દિવસોમાં સારા વરસાદથી પાણીની અછત દૂર થઈ શકે છે.

જોકે ગુજરાતમાં વરસાદના બે રાઉન્ડ પૂર્ણ થવા છતાં પણ ૪૨ ટકાથી વધારે વરસાદની ખોટ નોંધાઈ રહી છે. આગામી દિવસોમાં અંબાલાલ પટેલે પણ પોતાની આગાહીમાં જણાવ્યું છે કે રાજ્યમાં સારો વરસાદ થઇ શકે છે. બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ સર્જાશે અને ફરી ચોમાસું જામશે. ગુજરાતમાં 18 થી 24 તારીખ દરમિયાન સારો વરસાદ પડી શકે છે. જ્યારે આગમી દિવસોમાં મઘા નક્ષત્રની પણ શરૂઆત થઈ જશે.