Top Stories
મગફળી, ડાંગર, મકાઇ, બાજરીનું  ટેકાના ભાવે આજથી રજીસ્ટ્રેશ શરૂ... જાણો સરકાર ક્યાં ભાવે ખરીદી કરશે અને અરજી ક્યાં કરી શકશો?

મગફળી, ડાંગર, મકાઇ, બાજરીનું ટેકાના ભાવે આજથી રજીસ્ટ્રેશ શરૂ... જાણો સરકાર ક્યાં ભાવે ખરીદી કરશે અને અરજી ક્યાં કરી શકશો?

ગુજરાત સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવથી મગફળી, ડાંગર, મકાઈ અને બાજરીની સીધી ખરીદી માટે નોંધણી પ્રક્રિયા પહેલી ઓક્ટોબરથી શરૂ કરવામાં આવી છે. મગફળીની ખરીદી માટે 31 ઓક્ટોબર સુધી જ્યારે ડાંગર, મકાઈ અને બાજરી માટે 16મી ઓક્ટોબર સુધી નોંધણી કરાવી શકાશે, તેમ ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા જાહેર કરાયું છે.

આ અંગે ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લિમિટેડની યાદીમાં જણાવ્યા અનુસાર લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતો દ્વારા ગ્રામ્ય કક્ષાએ VCE દ્વારા તથા તાલુકા કક્ષાએ APMC ખાતે ઓનલાઈન નોંધણી કરાવી શકાશે.

મગફળી, ડાંગર, મકાઈ તથા બાજરી પકવતા ખેડૂતોએ લઘુતમ ટેકાના ભાવે પાકના વેચાણ માટે ઓનલાઈન નોંધણી ફરજિયાત હોવાથી આ માટે નજીકની ગ્રામપંચાયત અને તાલુકા કક્ષાએ APMCનો સંપર્ક કરી નોંધણી કરાવવા જણાવાયુ છે. નોંધણી બાબતે કોઈ મુશ્કેલી જણાય તો નિગમના હેલ્પલાઇન નંબર 851171718, અથવા 8511171719 ઉપર સંપર્ક કરવા ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લિમિટેડના મેનેજરની યાદીમાં જણાવ્યુ છે.

ડાંગર ક્વિન્ટન દીઠ 1940 ટેકાના ભાવે ખરીદવામાં આવશે
મકાઈ ક્વિન્ટન દીઠ 1870 ટેકાના ભાવે ખરીદવામાં આવશે
બાજરી ક્વિન્ટન દીઠ 2250 ટેકાના ભાવે ખરીદવામાં આવશે
મગફળી ક્વિન્ટન દીઠ 5550 ટેકાના ભાવે ખરીદવામાં આવશે

આવી માહિતી અમે khissu ના માધ્યમથી તમારા સુધી પહોંચાડતા રહીશું એટલા માટે khissu એપ ને ડાઉનલોડ કરી લેજો અને આ માહિતી દરેક લોકો જાણી શકે તે માટે તમારા what's app ગ્રૂપ અને Facebook ગ્રૂપમાં શેર કરો.