Top Stories
khissu

આગાહી બદલાઈ/ હવે પડશે ભારે વરસાદ, લો પ્રેશર, 40-60km ઝડપ સાથે વરસાદ આગાહી...

ગઈકાલથી ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ચાલુ થઈ ચૂક્યો છે. મોડી રાત્રે વડોદરામાં ૩.૫ ઇંચ વરસાદ, છોટાઉદેપુરમાં બે ઇંચ વરસાદ અને તે સિવાય ૧૪ તાલુકામાં ૧ ઇંચ વરસાદ નોંધાયો છે. આજે વહેલી સવારથી જ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે. ત્યારે હવામાન વિભાગે ફરી પોતાની આગાહી બદલી અને મધ્યમ વરસાદની આગાહી જણાવે છે.

બંગાળની ખાડીમાં સર્જાયે લો-પ્રેશર હાલ મધ્ય ભારત સુધી પહોંચી ગયું છે જોકે, લો-પ્રેસર નબળું છે પરંતુ એમની અસર થોડીક વધારે થઈ શકે છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ લાગુ બોર્ડર વિસ્તારના જિલ્લાઓમાં લો-પ્રેશરની અસર ચાલુ થઈ ચૂકી છે. આવનાર બેથી ત્રણ દિવસ સુધી લો-પ્રેશરની અસર ગુજરાતમાં ચાલુ રહેશે. છૂટાછવાયા દરેક વિસ્તારોમાં મધ્યમથી-હળવો વરસાદ જોવા મળશે, તો કોઈક વિસ્તારમાં ભારે વરસાદ પણ પડી શકે છે.

ફેરબદલ હવામાન આગાહી?
આજથી ત્રણ દિવસ પહેલા હવામાન વિભાગે જણાવ્યું હતું કે ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ નહીંવત્ છે પરંતુ આજે ફરીથી આગાહી કરતા જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં લો-પ્રેસર સક્રિય થવાને કારણે 30 તારીખથી 5 તારીખ સુધી ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળશે. સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં ગુજરાતમાં સારો વરસાદ પડશે.

હવામાન વિભાગના વિશેષ તજજ્ઞ દ્વારા માહિતી આપવામાં આવી છે કે સપ્ટેમ્બર મહિનાનાં પ્રથમ સપ્તાહમાં એકથી ત્રણ ઇંચ સુધીનો વરસાદ ગુજરાતમાં જોવા મળશે. 5 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદી વાતાવરણ જોવા મળશે. સાથે જણાવ્યું હતું કે આગાહીના દિવસો દરમિયાન ૪૦ થી ૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.

આજથી 2 દિવસ ક્યાં ક્યાં જીલ્લામાં આગાહી?
સોમવારના રોજ પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડશે.

મંગળવારે ભરૂચ અને આણંદમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે ખેડા, નર્મદા, વડોદરા, સુરત, ડાંગ, નવસારી, વાપી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી સાથે સૌરાષ્ટ્રમાં રાજકોટ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારે વરસાદ પડી શકે છે.

બુધવારના રોજ ડાંગ, વલસાડ, નવસારી, દમણ અને દાદરા નગર હવેલી સાથે ભાવનગર, અમરેલી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે નર્મદા, સુરત, તાપી, ભરૂચ, રાજકોટ, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદ આગાહી છે.

ગુજરાતમાં વરસાદી વાતાવરણ તૈયાર થતાં ખેડૂતોમાં આનંદ છવાયો છે. લો-પ્રેશર સિસ્ટમની અસર ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી જોવા મળશે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે.