Top Stories
khissu

ગુજરાત સાવધાન/ આગાહી બદલાઈ, આટલા જીલ્લામાં કડાકા-ભડાકા સાથે અતિભારે વરસાદ...

નમસ્કાર ખેડૂત મિત્રો,

હવામાન વિભાગે અગાવ ગુજરાતમાં મધ્યમથી-ભારે વરસાદની આગાહી જણાવી હતી સાથે રેડ અને ઓરેન્જ એલર્ટવાળા જીલ્લાઓ ઓછા હતા પરંતુ આગાહીની અંદર ફેરફાર કરી અને ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ફરીથી ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટ જાહેર કર્યું છે. Official રેડ એલર્ટ અને ઓરેંજ એલર્ટની જાણકારી માટે અહીં ક્લિક કરો

હાલ ગુલાબ વાવાઝોડું ક્યાં છે? 
29 સપ્ટેમ્બર 2021ને ૩ વાગ્બયાની અપડેટ મુજબ સિસ્ટમનું લોકેશન ખંભાતના અખાત લાગુ મધ્ય-ગુજરાત અને ઉતરપૂર્વ-સૌરાષ્ટ્રના બોટાદ જિલ્લા નજીક છે. હવામાન વિભાગની વેબસાઈટ મુજબ હાલમાં સિસ્ટમ વેલમાર્ક લૉ-પ્રેશરમાં છે. આવતીકાલ સવાર સુધીમાં કચ્છના અખાત તરફ આગળ વધશે અને ફરી ડિપ્રેશન સ્વરૂપે મજબૂત બનશે, જોકે હાલના પરિબળો મુજબ સિસ્ટમ વધારે ઝડપી મજબૂત બનતી જણાય રહી છે

કેટલી અસર બાકી? ક્યાં જીલ્લામાં?
ગુલાબ વાવાઝોડાની અસર હેઠળ આગામી 18-24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છના ઘણા વિસ્તારમાં ભારે અને અમુક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. સીસ્ટમની સૌથી વધુ અસર સૌરાષ્ટ્રના રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને ગિરસોમનાથ જિલ્લામાં થાય તેવું લાગે છે.

સૌરાષ્ટ્રના બાકીના જિલ્લાઓમાં, મધ્ય ગુજરાત, કચ્છ અને લાગુ ઉત્તર ગુજરાતમાં પણ ઘણા સ્થળે મધ્યમથી ભારે વરસાદ પડી શકે. જોકે દક્ષિણ ગુજરાતમાં પણ કાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની શકયતા છે.