છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતના દરેક આગાહીકારો ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરતાં હતાં, પરંતુ તે મુજબ વરસાદ ન પડતા ગુજરાતના લોકોમાં અને આગાહીકારોમાં નિરાશા વ્યાપી છે. પરંતુ આપને જણાવી દઇએ કે જે આગાહીકારો દ્વારા વરસાદના રાઉન્ડની વાત કરવામાં આવી હતી એ 10થી લઈને 22 જુલાઈ સુધીની હતી એટલે હજી નિરાશ થવાની જરૂર નથી. આવનારા દિવસોમાં હજી પણ વાતાવરણની અંદર ફેરફાર જોવા મળશે એવા સંકેતો જોવા મળી રહ્યા છે.
ખાનગી સંસ્થા સ્કાયમેટે કરી આનંદની આગાહી?
16 જુલાઇના રોજ ખાનગી સંસ્થા સ્કાયમેટે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે આજથી બે દિવસ સુધી ગુજરાતમાં શુષ્ક હવાઓ જોવા મળશે, ત્યાર પછી એટલે કે ૧૮ જુલાઇથી ગુજરાત રાજ્યમાં ફરીથી ચોમાસુ સક્રિય બનશે અને ઉત્તર ગુજરાત લાગુ રાજસ્થાનના વિસ્તારોમાં સારો વરસાદ જોવા મળશે.
જો કે છેલ્લા કેટલાક દિવસોથી દક્ષિણ ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં એટલે કે પોરબંદર, દ્વારકા, જામનગર, કચ્છ, ઓખાના વિસ્તારોમાં અને દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, સુરત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો છે અને હજી પણ આગામી બે દિવસ સુધી ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.
અરબી સમુદ્રમાં બનેલ લો પ્રેશર ની અસર?
છેલ્લા ત્રણ દિવસથી અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય બની હતી એ હવે ગુજરાતથી આગળ અરબી સમુદ્રમાં જતી રહી છે પરંતુ એમની અસર હજુ આગામી બે દિવસ જોવા મળશે અને ગુજરાતના અમુક અમુક વિસ્તારોમાં કડાકા-ભડાકા સાથે વરસાદ જોવા મળશે, પરંતુ એ વરસાદ અમુક સીમિત વિસ્તારો સુધી હશે એટલે કે ૧૦ કિલો મીટર સુધીના એરિયામાં હશે જે ભારેથી અતિભારે પણ હોઈ શકે છે.
દક્ષિણ ભારતના રાજ્યો પર બનેલ ટ્રફ આગળ વધશે.
હાલમાં દક્ષિણ ભારતના રાજ્યો ઉપર એક ટ્રફ બનેલો છે જે 18 તારીખ પછી આગળ વધશે અને ગુજરાત રાજ્ય ઉપર આવશે જેમને કારણે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણા સહિતના વિસ્તારોમાં ફરી ચોમાસું સક્રિય બનશે. જેમાં ઉત્તર ગુજરાત રાજસ્થાન લાગુ વિસ્તારોમાં વરસાદ નું પ્રમાણ વધારે જોવા મળશે એવી આગાહી ખાનગી સંસ્થા skymet જણાવી છે.
ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી હવામાન વિભાગ દ્વારા કોઈ પણ જગ્યાએ ભારે વરસાદની આગાહી કરવામાં નથી આવી. હવામાન વિભાગની ઓફીસીયલ વેબસાઇટ પર પણ કોઇ પ્રકારની warning આપવામાં નથી આવી.