Top Stories
khissu

BOB ખાતા ધારકો ખુશીના સમાચાર: દરરોજ 1 રૂપિયો જમા કરાવવા પર મળશે ૨ લાખનો ફાયદો, સાથે જાણો નવા વ્યાજ દરો

નમસ્કાર ગુજરાત, બેંક ઓફ બરોડાનો વિશિષ્ટ પ્લાન, માત્ર 1 રૂપિયામાં 2 લાખનો સીધો ફાયદો મળે છે, જાણો કેવી રીતે??

બેંક ઓફ બરોડા, દેશની ત્રીજી સૌથી મોટી સરકારી માલિકીની બેંક છે જે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) હેઠળ તેના ગ્રાહકોને રૂ. 2 લાખનો વીમો ઓફર કરે છે. તે ટર્મ ઇન્શ્યોરન્સ પ્લાન છે. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY)માં રોકાણ કરવાથી, જો કોઈનું મૃત્યુ થાય છે તો પરિવારને 2 લાખ રૂપિયા મળે છે.

PMJJBY ની શરૂઆત 9 મે, 2015 ના રોજ કેન્દ્રની મોદી સરકાર દ્વારા દેશના દરેક વ્યક્તિને જીવન વીમા લાભો પ્રદાન કરવા માટે કરવામાં આવી હતી. 

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના શું છે? - બેંકની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના. આ ભવિષ્યની સલામત યોજના છે અને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાનું વાર્ષિક પ્રીમિયમ રૂ. 330 છે. આ રકમ તમારા બેંક ખાતામાંથી ECS દ્વારા લેવામાં આવે છે. આ યોજનાની રકમ માટે બેંકો વહીવટી ફી વસૂલ કરે છે. આ સિવાય આ રકમ પર GST પણ લાગુ થાય છે.

પોલિસી કોણ લઈ શકે? - પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ ટર્મ પ્લાન મેળવવા માટેની ન્યૂનતમ ઉંમર 18 વર્ષ અને મહત્તમ ઉંમર 50 વર્ષ છે. આ પોલિસીની પાકતી ઉંમર 55 વર્ષ છે.

કોઈપણ તારીખે PMJJBY પોલિસી ખરીદવામાં આવે છે, પ્રથમ વર્ષ માટે કવરેજ આવતા વર્ષના 31મી મે સુધી રહેશે. પછીના વર્ષોમાં, દર વર્ષે 1 જૂનના રોજ બેંક ખાતામાંથી પ્રીમિયમની રકમ ભરીને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના કવર ચૂકવી શકાય છે.

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના ખાસ છે - પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના મે 2015માં શરૂ કરવામાં આવી હતી. તે એક મુદત વીમા યોજના છે, જે દેશના ગરીબ લોકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. આ સ્કીમની સૌથી મોટી ખાસિયત એ છે કે તેની વેલિડિટી એક વર્ષની છે અને તે દર વર્ષે રિન્યૂ કરવામાં આવે છે.

વીમાની અવધિ: 1લી જૂનથી 31મી મે સુધી છે- ઓટો ડેબિટ સુવિધા દ્વારા બેંક ખાતામાંથી વાર્ષિક પ્રીમિયમ કાપવામાં આવે છે. આ ચાલુ પ્લાનનો લાભ લેનારા ગ્રાહકોએ તેમના ખાતામાં 31મી મે 2021 સુધી પર્યાપ્ત બેલેન્સ જાળવવું જોઈએ, જેથી આ પ્લાનનો લાભ ચાલુ રહે.

વ્યાજ દરમાં 65bps સુધીનો વધારો:- બેંક ઓફ બરોડાએ 26 ડિસેમ્બરે અન્ય ટર્મ ડિપોઝિટ પરના વ્યાજ દરમાં પણ વધારો કર્યો હતો. બેંકે રૂ. 2 કરોડથી ઓછીની એફડીમાં 15થી 65 બેસિસ પોઈન્ટ એટલે કે 0.15 થી 0.65%નો વધારો કર્યો હતો. આ વધારા પછી, BoB હવે સામાન્ય નાગરિકોને 7 દિવસથી 10 વર્ષ સુધીના સમયગાળા માટે 3% થી 7.05% સુધીના વ્યાજ દર ઓફર કરી રહ્યું છે.સાથે બેંક ઓફ બરોડા તિરંગા ડિપોઝીટ પર 7.5% સુધીનું વળતર ઓફર કરે છે. આ મર્યાદિત સમયગાળાની ઑફર છે. 

ન્યૂનતમ 3 ટકા વ્યાજ- બેંક ઓફ બરોડા 7 દિવસથી 45 દિવસમાં પાકતી FD પર 3% વ્યાજ દર અને 46 દિવસથી 180 દિવસમાં પાકતી ફિક્સ્ડ ડિપોઝિટ પર 4% વ્યાજ ઓફર કરે છે. બેંક હવે 181-210 દિવસની એફડી પર 5.25 ટકા, 211 દિવસથી 1 વર્ષથી ઓછા સમય માટે 5.75 ટકા, 1 વર્ષ માટે 6.75 ટકા વ્યાજ દર ઓફર કરી રહી છે. 1 વર્ષથી 3 વર્ષ સુધી, 6.75%, 3 વર્ષથી 5 વર્ષ સુધી, 6.25% વ્યાજ છે.

જાહેર ક્ષેત્રની બેંક ઓફ બરોડા ખાસ ફિક્સ્ડ ડિપોઝીટ સ્કીમ (બેંક ઓફ બરોડા તિરંગા ડિપોઝીટ સ્કીમ) પર 7.5 ટકાનું ઉત્તમ વળતર ઓફર કરી રહી છે. જો કે, આ ઓફર મર્યાદિત સમયગાળા માટે છે, જેની સમયમર્યાદા આ અઠવાડિયે શનિવારે સમાપ્ત થાય છે. 26 ડિસેમ્બરે બેંકે વ્યાજ દરમાં પણ સુધારો કર્યો છે. જો તમે 2023 માં તમારા માટે ખાતરીપૂર્વકના વળતરવાળી સ્કીમ શોધી રહ્યા છો, તો આ એક સારો વિકલ્પ છે. આ FD બે મુદત માટે ઉપલબ્ધ છે - 444 અને 555 દિવસ. આ બે સમયગાળા માટે, પ્રી-મેચ્યોર ઉપાડવાળી સ્કીમ પર 7.25 ટકા વ્યાજ મળી રહ્યું છે અને પ્રી-મેચ્યોર ઉપાડ વિનાની સ્કીમ પર 7.5 ટકા વ્યાજ મળી રહ્યું છે.